Book Title: Prakrit Praveshika 1
Author(s): Prabhudas Bechardas Parekh, Prashamrativijay
Publisher: Pravachan Prakashan Puna

View full book text
Previous | Next

Page 7
________________ ૧૩ ૧૪ આ ઉપરથી વિદ્ધગણ જોઈ શકશે કે પ્રાકૃત ભાષાનાં વ્યાકરણમાં આપવામાં આવેલા દરેકે દરેક સ્થલ કે સૂક્ષ્મ વિષયોનો ઉપયોગી સંગ્રહ કરવામાં આવ્યો છે. અને સરળતા સાથે આ પ્રવેશિકાને ઉપયોગી બનાવવા પ્રયત્ન કર્યો છે. - યદ્યપિ આ પુસ્તકમાં લગભગ ૪000 હજાર જેટલા શબ્દોનો સંગ્રહ આપવામાં આવ્યો છે. છતાં તેની સંપૂર્ણ શબ્દસૂચિ પાછળ આપી શક્યા નથી. કારણ કે – પુસ્તકનું આથી વિશેષ કદ વધવા દેવું વધારે અનુચિત હતું. કોઈ કોઈ સ્થળે વિષય સંકલના અને ક્રમ ખામી ભરેલા જણાશે. તેનું કારણ એ છે કે – પાછળના અર્ધા ગ્રંથનો પ્રાથમિક ખરડો મુસાફરીમાં ગુમ થવાથી ફરીથી બીજી સંકલન કરવા જતાં કયાંક ક્યાંક ખલનાઓ રહી જવા પામી છે. તેમજ દૃષ્ટિ દોષથી તથા કંપોઝીટરોની શરત ચૂકથી કેટલીક અશુદ્ધિઓ રહી જવા પામી છે. તેમાંના ખાસ મહત્ત્વના ભાગનું શુદ્ધિપત્રક આપવામાં આવ્યું છે. તો પણ રહી ગયેલી ખામીઓ હવે તો બીજી આવૃત્તિમાં જ સુધારી શકાશે. કારણ કે આવા ગ્રંથો પાછળની આવૃત્તિમાં જ બરાબર સુધારી શકાય છે, અને સુધારી શકાય છે. તેમ જ અધ્યાપકો અને અભ્યાસીઓ તરફના અનુભવોની જુદી જુદી સૂચનાઓની પણ આવશ્યકતા રહે છે. તે મળ્યા પછી ઘણા સુધારા વધારા કરવા પડે છે. એટલે હાલ પ્રથમ દર્શને તો આ ગ્રંથને એક કાચો ખરડો ગણવામાં આવશે, તો પણ ચાલશે. પરંતુ બીજી ત્રીજી આવૃત્તિમાં ચોક્કસ સ્વરૂપ ઘડાઈ જવા સંભવ છે. ખાસ મુશ્કેલી તો એ હતી કે સ્થાનાન્તર સ્થિતિ જેવી પરિસ્થિતિમાં પ્રાકૃત સાહિત્યના ગ્રંથોની દુર્લભતાથી બેચાર ગ્રંથો ઉપરથી જ આખી ઇમારત ઊભી કરવામાં આવી છે. તેથી પણ ઘણી ત્રુટિઓ જોવામાં આવશે. પરંતુ તે અનિવાર્ય સમજી વિદ્વાનો હાલ તુરતમાં દરગુજર કરશે, એવી આશા છે. અંતમાં - પ્રાકૃતભાષાના રસિકો, અભ્યાસીઓ, અને અધ્યાપકો, અમારા આ યત્કિંચિત્ પ્રયત્નનો સાદર ઉપયોગ કરી યથાયોગ્ય સૂચનાઓ આપી ભવિષ્યમાં સાંગોપાંગ બનાવવા સહાયક થશે, એવી આશા સાથે વિરમીએ છીએ. મહેસાણા જૈન પાઠશાળા પ્રભુદાસ બેચરદાસ પારેખ સંવત ૧૯૮૯ના ચૈત્ર વદી ૧૩ આ પ્રવેશિકા લખવાની પ્રાથમિક પ્રેરણા મળવા માટે પન્યાસજી મહારાજ શ્રી શ્રી શ્રી ૧૦૦૮ શ્રી વિજ્ઞાન વિજયજી મહારાજશ્રીના શિષ્ય, પ્રાકૃત ભાષાના અભ્યાસ મુનિ મહારાજ શ્રી કસ્તુરવિજયજી મહારાજશ્રીનો ઋણી છું. પ્ર. એ. પારેખ D:\mishra sadhu\prakrta.pm5/3rd proof

Loading...

Page Navigation
1 ... 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 ... 219