Book Title: Prakrit Praveshika 1 Author(s): Prabhudas Bechardas Parekh, Prashamrativijay Publisher: Pravachan Prakashan Puna View full book textPage 4
________________ પ્રયત્ન કરવામાં આવ્યો છે. તેથી આશા છે કે - આ પ્રયત્ન અભ્યાસીઓને આશીર્વાદરૂપ થઈ પડી આદર પાત્ર થશે. યદ્યપિ - કલિકાળ સર્વશ આચાર્ય મહારાજ શ્રી હેમચંદ્રાચાર્ય પ્રણીત શ્રી સિદ્ધહેમચંદ્ર વ્યાકરણનો અષ્ટમઅધ્યાય, પ્રાકૃત વગેરે પ્રાચીન ભાષાઓનું વિશાળ પ્રસ્થાન સાંગોપાંગ વ્યક્ત કરનાર એક અપૂર્વ ગ્રંથ તરીકે જગતમાં સાબિત થઈ ચૂકેલ છે. અને સિદ્ધહેમચંદ્ર વ્યાકરણના સંસ્કૃત વિભાગના સાત અધ્યાયના અભ્યાસીઓને તેની પરિભાષા, શૈલી, અને રચના ખૂબ માફક આવે તેવી છે. પરંતુ સંસ્કૃત ભાષા અને સંસ્કૃત વ્યાકરણોની શૈલીના અનભિજ્ઞ તથા સામાન્ય શક્તિના વિદ્યાર્થીઓને તે ગ્રંથ દુર્ગમ થઈ પડે તેવો હોવાથી, પ્રાથમિક વિદ્યાર્થીઓ તેનો અભ્યાસ કરવાનું લગભગ માંડી જ વાળે છે. પ્રાકૃત ભાષા શીખવાના બીજા કેટલાક છૂટા છવાયા સાધનો જો કે જોવામાં આવે છે, પરંતુ તેમાંનું કોઈપણ સાધન અભ્યાસ કરવાને તેટલું સરળ, સ્પષ્ટ, સંગીન અને પદ્ધતિસર હોવાનું જાણવામાં નથી. વિદ્યાર્થી વગર હરકતે ક્રમે ક્રમે જાણ્યા ઉપરથી અજાણ્યા વિષયમાં પ્રવેશ કરી ઉત્સાહ અને આનંદપૂર્વક વગર કંટાળે આગળ વધતો જાય તેવું પાઠ્ય પુસ્તક હોય, તો ચોક્કસ ઘણા અભ્યાસીઓ અભ્યાસ કરવા લલચાય એ સ્પષ્ટ વાત છે. એ ઉદ્દેશ લક્ષ્યમાં રાખી યથાશક્તિ આ પ્રયાસ કર્યો છે. ઉદ્દેશની સિદ્ધિ કેટલા પ્રમાણમાં થઈ છે ? તે વિષે અભ્યાસીઓ અને અધ્યાપકોનો અનુભવ વધારે પ્રમાણભૂત ગણાશે. ગ્રન્થ રચના દિગ્દર્શન આ પુસ્તકની સંકલના, વિષય, વિભાગો અને ક્રમરચનામાં ઘણી જ કાળજી રાખવામાં આવી છે. સરળ સરળ વિષયો સરળ સરળ રીતે પ્રથમ પ્રથમ આપવામાં આવ્યા છે, કઠિન કઠિન વિષયો ક્રમસર પાછળ પાછળ મૂકવામાં આવ્યા છે. જેથી કરીને વિદ્યાર્થી વિના પ્રયાસ અને વિના હરક્ત આગળ આગળ વધી શકશે. કોઈપણ વિષય શરૂ કરતાં પહેલાં પ્રથમ તે વિષયને લગતા ભાષા પરિચય માટે સરળ સરળ વાક્યો આપી વિદ્યાર્થીઓનાં માનસ સાથે ભાષાનો સીધો સંબંધ જોડવામાં આવ્યો છે, પછી તેનું સ્પષ્ટીકરણ કરનારા નિયમો અને તે ઉપરથી ઉપજતાં રૂપો આપવામાં આવ્યા છે. અંતે પ્રાકૃત અને ગુજરાતી એ બન્ને પ્રકારનાં પરીક્ષા - વાક્યો આપવામાં આવ્યા છે. એમ કરવાથી એકનો એક વિષય જુદી જુદી રીતે અભ્યાસી સન્મુખ મૂકાતો હોવાથી અનાયાસે જ તેનો દેઢ પરિચય મળી જવાનો અને મગજમાં ઠસી જવાનો સંભવ છે. છતાં વિદ્યાર્થીની બુદ્ધિને કસોટીએ ચડાવવા ખાતર જ સાધનિકીઓ આપવામાં આવેલી નથી, તોપણ ગોઠવણ એવી રાખવામાં આવી છે કે - અભ્યાસી સરળતાથી તે સાધી શકશે જ. પ્રાકૃત-વ્યાકરણો ઘણે ભાગે સંસ્કૃત ભાષાના પરિચયવાળાને ઉપયોગી થાય તેવી શૈલીથી રચાયેલી માલૂમ પડે છે. ત્યારે અમે પ્રાથમિક પાઠોમાં ગુજરાતી ભાષામાં વપરાતા પ્રાકૃત અને લગભગ ગુજરાતીસમ પ્રાકૃત શબ્દોનો ખાસ કરીને સંચય કર્યો છે, જેથી કરીને વિસ્તૃત શબ્દકોષ અજાણ્યો ન થઈ પડતાં કંટાળારૂપ ન થાય, તેમ જ તે યાદ કરવામાં વિશેષ પરિશ્રમ પણ ન પડે. D:\mishra sadhu prakrta.pm5/3rd proofPage Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 ... 219