Book Title: Prakrit Praveshika 1 Author(s): Prabhudas Bechardas Parekh, Prashamrativijay Publisher: Pravachan Prakashan Puna View full book textPage 2
________________ પ્રકાશકીય તપાગચ્છાધિરાજ, પૂજ્યપાદ આચાર્યભગવંત શ્રીમદ્વિજયરામચંદ્રસૂરીશ્વરજી મહારાજાના તેજસ્વી શિષ્યરત્નો પ્રવચનકાર બંધુબેલડી પૂજ્ય મુનિરાજ શ્રી વૈરાગ્યરતિવિજયજી મ., પૂ. મુનિરાજ શ્રી પ્રશમરતિવિજયજી મ.ની પ્રેરણાથી અલભ્ય ગ્રંથોને ઉપલબ્ધ કરાવતી શ્રીવિનયમોયસૂગ્રિંથમાળા નાં ૧૮માં પુષ્પરૂપે શ્રી પ્રાકૃત પ્રવેશિકા પહેલી પુનઃ પ્રકાશિત થઈ રહી છે. પરમ શ્રદ્ધેય ગચ્છાધિપતિ પૂજ્યપાદ આચાર્યદેવ શ્રીમદ્વિજય હેમભૂષણસૂરીશ્વરજી મહારાજાની પુણ્યપ્રેરણાથી ડીસા શ્વેતામ્બર મૂર્તિપૂજક જૈન સંઘ પેઢી - ડીસા અને શ્રી રાજપુર જૈન શ્વેતામ્બર મૂર્તિપૂજક સંઘ - રાજપુર (ડીસા) સંઘે આ પુસ્તક પ્રકાશિત કરવાનો લાભ લીધો છે. અમે તેમની અંતરંગ અનુમોદના કરીએ છીએ. – પ્રવચન પ્રકાશન પ્રાસ્તાવિક ભારતીય સંસ્કૃતિના અનેક પ્રધાન અંગોમાં ભાષા સંસ્કાર નામનું એક મુખ્ય અંગ છે. તે અંગમાં ભારતીય મહા આર્ય પ્રજાની માનસિક વિચાર શ્રેણિનાં આંદોલનો વ્યક્ત કરવા માટે કંઈ કંઈ જાતની ઉત્તમોત્તમ અને સમૃદ્ધ સાધન સામગ્રી રહેલી છે? તેનો વિચાર ઘણો જ ગહન અને દૂરગામી છે. એ ભાષાસંસ્કારમાં સંસ્કૃત અને પ્રાકૃત ભાષા મુખ્ય ભાગ ભજવે છે. ભાષાઓના શબ્દે શબ્દમાં ભારતીય સંસ્કૃતિની અપૂર્વ ઘટના, સર્વ સામાન્ય લોકવ્યવહાર, સૂક્ષ્મતમ મનોભાવો, સૂક્ષ્મતમ કાયિક વ્યાપારો, સ્થૂલ અને સૂક્ષ્મ આજુબાજુની પરિસ્થિતિઓ અને કુદરતી સંજોગો વગેરેની સર્વદેશીય પરિભાષાઓ વણાયેલી છે, જેનું વર્ગીકરણ આ સંક્ષિપ્ત પ્રસ્તાવનામાં આપણે ન કરી શકીએ. તેમજ, યદ્યપિ અહીં સંસ્કૃત અને પ્રાકૃત ભાષાની ઐતિહાસિક મીમાંસા કરવાનું યે પાલવશે નહીં. તો પણ એટલું તો ચોક્કસ છે કે - એ બન્ને ભાષાઓ પોતપોતાના ભિન્ન ભિન્ન વિભાગોમાં પરસ્પરની ઘટક અને ઉપાદાન સ્વરૂપે ગૂંથાયેલી છે, અને તેથી જ ભારતવર્ષમાં પ્રચલિત આધુનિક કોઈપણ આર્ય ભાષાનું બંધારણ સમજવાને એ સંસ્કૃત-પ્રાકૃત ભાષાઓનો તલસ્પર્શી અભ્યાસ આવશ્યક થઈ પડે છે. એ બન્ને ભાષાઓની D:\mishra\sadhu\prakrta.pm5/3rd proofPage Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 ... 219