Book Title: Prakaran Ratna Sangraha Author(s): Kunvarji Anandji Publisher: Kunvarji Anandji View full book textPage 8
________________ જે ધમાં વિષયથી વિરાગ છે, કષાયને ત્યાગ છે તે ગુણનેા અનુરાગ છે તેમજ ક્રિયામાં અપ્રમાદ છે તે જ ધર્મી મેાક્ષસુખના ઉપાયભૂત છે. '' આ એક ગાથા પણ વારંવાર સંભારવામાં આવે તેા કલ્યાણ કરે તેવી છે. ૧૪ ચૌદમુ લેાકનાલિકાદ્વાત્રિ શિક પ્રકરણ આપવામાં આવ્યું છે. તે પ્રકરણમાં કર્તાનુ નામ નથી. ગાથા નામ પ્રમાણે ૩૨ જ છે. એમાં લેાકનાળિકાનુ સ્વરૂપ, એના ખ ુ, સૂચીરજ્જુ, પ્રતરરજ્જુ, ધનરજ્જુ વિગેરેનું ઊર્ધ્વ, અધે! ને તિર્થ્યલાક આશ્રી બહુ ચોક્કસ પ્રકારે વર્ણન આપેલું છે. એનુ ચિત્ર ખડુની સંખ્યા સાથે તેમ જ મધ્યની ત્રસનાડીના ૧૪ રજીમાં શું શું આવેલ છે તે અમે ખાસ જુદા આ પેપર ઉપર છપાવીને યંત્રરૂપે આપેલ છે. પ્રાંતે ખડું વિગેરેની સંખ્યાનું યંત્ર પણ આપેલ છે. લાકસ્વરૂપ સમજવા માટે આ પ્રકરણ ખાસ ઉપયેાગી છે; તેમજ તેમાં ગણિતાનુયાગને પણ સમાવેશ છે. ૧૫ પંદરમું માત્ર બે ગાયાનું લઘુઅલ્પમહુત્વ પ્રકરણ આપ્યુ છે. તેમાં ચારે દિશાને આશ્રયીને જળ, વનસ્પતિ, એઇંદ્રિય, તેદ્રિય, ચૌરંદ્રિય, અસંજ્ઞી પંચે દ્રિય તે સનિ પંચેન્દ્રિય એ સાતે પ્રકારના જીવાનુ અલ્પબહુત્વ સકારણ બતાવેલું છે. પ્રકરણ નાનુ છતાં એક પ્રકારની ખાસ સમજણ આપનારું છે. ૧૬ સેાળમું હૃદયપ્રદીપષત્રિશિકા નામનું ૩૬ સંસ્કૃત શ્લાક પ્રમાણુ પ્રકરણ આપેલું છે. આને પ્રકરણ ન કહેતાં ખીજું નામ આપીએ તે પણ આપી શકાય તેમ છે. એના છત્રોશે શ્લાક બહુ ઊંચા પ્રકારના ઉપદેશ આપનારા છે અને તે બધા લેાક અ સાથે વિચારતાં જરૂર હુયરૂપ મંદિરમાં દીપક તુલ્ય પ્રકાશ થાય તેમ છે. કર્તાએ નામ આપેલુ નથી પરંતુ કાઈ અધ્યાત્મરસિક અનુભવી મહાત્માની કૃતિ જણાય છે. આ ષત્રિશિકા પ્રથમ શ્રી જૈનધર્મી પ્રસારક સભાએ તેની સંસ્કૃત ટીકા કરાવીને અ સાથે પ્રગટ કરેલી છે. તે અત્યારે અલભ્ય હાવાથી અને અપૂર્વાં ઉપદેશ આપનાર હેાવાથી અમે આ પ્રકરણાની બુકમાં સાધ્વીજી લાભશ્રીજીની ખાસ ઇચ્છાથી દાખલ કરેલ છે. ઉપર પ્રમાણે આ બુકની અંદર આપવામાં આવેલા ૧૬ પ્રકરણાનું ટૂંકું સ્વરૂપ છે. બાકી તેને વાસ્તવિક એધ તા તે પ્રકરણા અર્થ સાથે લક્ષપૂર્વક સાદ્યંત વાંચવાથી જ થઈ શકે તેમ છે. આ તા માત્ર દિગ્દર્શન કરાવવા માટે જ પ્રયાસ કર્યાં છે. આ બધા પ્રકરણેા પ્રાયે અર્થ સાથે છપાયેલા છે. કેટલાક તા એકથી વધારે વાર પણ છપાયા હશે, પરંતુ અમે આ સંગ્રહમાં એક જ વિશિષ્ટતા વાપરી છે કે ગાથા ઉપરથી અર્થ સમજવાની ઇચ્છાવાળા માટે ગાયાના પ્રતિક અન્વયથી કૌંસમાં મૂકીને તેના અર્થ લખ્યા છે. તેમ જ અર્થવિસ્તાર પણ કર્યાં છે. આવી રીતે પ્રાયે કાઇક જ પ્રકરણ સંગ્રહ છપાયેલ છે. આમાં ૧૬ પ્રકરણા પૈકી પ્રથમ પ્રકરણની અને એ કુલકની ટીકા કે અવચૂરી લભ્યPage Navigation
1 ... 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 ... 312