________________
| | ૩ૐ મર્દ નમ: | ॥ श्री नेमि-विज्ञान-कस्तूर-चंद्रोदय-अशोकचंद्रसूरीश्वरेभ्यो नमः ॥
| ઈતિહાસનો ઈતિહાસનો ઈતિહાસ
ઈતિહાસ
પાલીતાણા-અદબદજી દાદાની મૂર્તિના ઉપદેશક આચાર્ય કોણ હતા? રાંતેજ-શ્રી સરસ્વતી માતાની મૂર્તિના તથા ૫૨ (બાવન) જિનાલયના પ્રતિષ્ઠાયક આચાર્ય કોણ હતા? આચાર્ય શ્રી હરિભદ્રસૂરિજી – આચાર્ય શ્રી કક્કસૂરિજી – આચાર્ય શ્રી શાંતિસૂરિજી જેવા સમાનનામક આચાર્યો કઈ પરંપરામાં-ક્યારે-ક્યારે થયા? ત્રિભવિયાગચ્છ - હુંબડગચ્છ - કપૂરિયાગચ્છ - મધુકરગચ્છ - ૧પૈવગચ્છ (?) જેવા અખ્યાતનામ ગચ્છો ક્યારે વિદ્યમાન હતા ? તે ગચ્છની પરંપરા કેટલો સમય રહી ?
આવા તો કેટલાય પ્રશ્નો મનમાં ઉદ્ભવે તો ખરા પણ સ્પષ્ટ પુરાવાવાળા ઈતિહાસના જ્ઞાનના અભાવે કાંતો શાંત થઈ જાય કાંતો મનમાં ને મનમાં જ ઘોળાયા કરે.
મેળવવા છે આવા પ્રશ્નોના ઉત્તરો ? જાણવો છે આ પ્રશ્નોની ભીતર રહેલો ભવ્ય ભૂતકાળ ?
તો તે માટે આપણા પૂર્વપુરુષોએ આપેલો વારસો ખોળવો (વાંચવો) જ રહ્યો.
મુખ્યતયા આ વારસો બે પ્રકારે કહી શકાય - (૧) સાહિત્યવારસો (૨) લેખવારસો.
(૧) સાહિત્યવારસો :- ગ્રન્થો રૂપે પ્રાપ્ત થતો વારસો. આગમપંચાંગી, પ્રકરણગ્રંથો, ચારિત્રગ્રંથો, કાવ્યગ્રંથો, પટ્ટાવલી, વંશાવલી, પુસ્તકપ્રશસ્તિઓ વગેરેના કેટલાય ગ્રંથો ગત વર્ષોના ઈતિહાસના સાક્ષી છે. ૧. અહીં લેખસંગ્રહમાં પૈવગચ્છના નામથી એક લેખ છે ત્યાં અમારી માન્યતા મુજબ ચૈત્રગચ્છ હોવું જોઈએ.