________________
ર૦૦
O૭
પ્રકાશકીય
નેમિ-વિજ્ઞાન-કસ્તૂરસૂરિ ગ્રંથમાળા-૩૯ માં પુષ્પરૂપે પ્રકાશિત થનાર ગ્રંથ એટલે ‘પ્રાચીન પ્રતિમા લેખસંગ્રહ’.
જુદા-જુદા ગચ્છનો, તેમની પરંપરાનો, ગામ-નગરોનો, રાજામંત્રી-નગરશેઠ વગેરે પ્રતિષ્ઠિત વ્યક્તિઓનો, જિનમંદિર વગેરેની ઐતિહાસિક નોંધોનો તેમજ આવા તો બીજા કેટલાય ઐતિહાસિક પુરાવાને રજૂ કરતી પુરાતત્ત્વીય સામગ્રીનો સંગ્રહ તે જ “પ્રાચીન પ્રતિમા લેખસંગ્રહ.”
ઈતિહાસવિદ્દ પરમ પૂજય મુનિરાજ શ્રી વિશાલવિજયજી મ.સા. દ્વારા સંગ્રહીત કરાયેલું આ પુસ્તક ખાણમાંથી રત્નની જેમ પરમ પૂજ્ય આચાર્ય શ્રી વિજયચંદ્રોદયસૂરીશ્વરજી મ.સા.ના ગુરુબંધુ પરમ પૂજ્ય આચાર્ય શ્રી વિજયઅશોકચંદ્રસૂરીશ્વરજી મ.સા.ના શિષ્ય પરમ પૂજ્ય આચાર્ય શ્રી વિજયસોમચંદ્રસૂરીશ્વરજી મ.સા.ને પ્રાપ્ત થયું. તેમણે તે સંશોધન-સંપાદન કરી પ્રકાશનાર્થે સજ્જ કર્યું. પૂ. મુનિભગવંતોના પ્રયાસથી, શ્રી સંઘના સહયોગથી તેમજ ભરતભાઈની (ભરત ગ્રાફિક્સ) કાર્ય કુશળતાથી, આજે તે પુસ્તક આપશ્રીના કરકમળમાં શોભી રહ્યું છે.
અમારા શ્રીસંઘનું પણ સૌભાગ્ય છે કે પૂ. ગુરુદેવ દ્વારા સંપાદિત પુસ્તક પ્રકાશનનો લાભ અમોને મળ્યો. ફરી આવો લાભ પૂજ્યશ્રી અમોને આપતા રહે એ જ પ્રાર્થના.
- શ્રી રાંદેર રોડ જૈન સંઘ