Book Title: Prabuddha Jivan 2009 04
Author(s): Dhanvant Shah
Publisher: Mumbai Jain Yuvak Sangh

View full book text
Previous | Next

Page 9
________________ તા. ૧૬ એપ્રિલ, ૨૦૦૯ પ્રબુદ્ધ જીવન દેહ છતાં જેની દશા વર્તે દેહાતીત _ડૉ. રશ્મિભાઈ ઝવેરી જનક રાજાના સમયની વાત છે. એના રાજ્યમાં એક બ્રાહ્મણે એક એવો ગુનો કર્યો, જેની સજા ‘દેશનિકાલ’ હતી. સજા સાંભળી એ રાજદરબારમાં આવ્યો અને જનક રાજાને પૂછ્યું-‘હે રાજન! મને આપે દેશનિકાલની સજા કરી છે, તો કહો કે તમારો દેશ-તમારો અધિકાર ક્યાં સુધી છે ?' આ પ્રશ્ને જનક રાજાને વિચાર કરતાં કરી મૂક્યા. ‘મારા દેશની સીમા તો બહુ મોટી છે, પણ શું એ બધા પ્રદેશો પર મારો અધિકાર છે ? ના. આ બધામાં તો ઘણાં ચોર-ડાકુઓ અને અપરાધીઓ પણ વસે છે, જે મારી આજ્ઞા વિરૂદ્ધ કાર્યો કરે છે. તો શું મારા પાટનગર પર મારો અધિકાર છે? ના–એમાં પણ એવા ઘણા લોકો છે જે મારા અધિકારની અવજ્ઞા કરી રહ્યા છે. તો શું મારા રાજમહેલ પર, રાજમહેલના મારા ઉંઠવા બેસવાના કક્ષ ૫૨, મારા શયનખંડ પર, મારા છત્ર પલંગ પર, મારા શરીર પર–કોઈના ઉપર મારો અધિકાર છે ?' આમ વિચારતાં વિચારતાં એને જ્ઞાન થયું કે મારો અધિકાર તો માત્ર મારા આત્મા પર જ છે. એણે પેલા બ્રાહ્મણની સજા માફ કરી. બ્રાહ્મણ પોતાના અસલ સ્વરૂપમાં પ્રગટ થયો અને કહ્યું કે ‘હે જનક! હું તો ધર્મ છું. તને પ્ર નિર્બાધ દેવા આવ્યો હતો. હવે હું નાચ આત્મામાં રહે,‘ ત્યાર બાદ જનક રાજાએ ‘વિદેહ’ રૂપે જીવન વિતાવ્યું. એમની પુત્રી સીતા 'વૈદેહી'ના નામથી જાણીતી બની આનું જ નામ દેશ છતાં જેની દશા, વર્તે દેહાતીત,' આધ્યાત્મિકતાનો અર્થ જ એક છે–ચેતનાની જાગૃતિ. જનક મહારાજ જેવું જ એક દૃષ્ટાંત પ્રમાણ શાસ્ત્રમાં પણ આપવામાં આવે છે. સાત પ્રકારના નયમાં નિશ્ચય દૃષ્ટિથી તો સાતમો ‘એવંભૂત’ નય જ આખરે સત્ય છે. એ સમજાવવા ‘વસતિ’ દુષ્ટાંત આપવામાં આવે છે. એક ભાઈએ બીજાને પૂછ્યું કે 'તમે ક્યાં રહો છો ?” એ માણસ રાષ્ટ્રવાદી હતો. એણે જવાબ આપ્યો કે હું ‘ભારતવાસી છું-ભારતમાં હું છું.' ફરી પ્રશ્ન કર્યો “ભારતમાં કથા પ્રાંતમાં ?' જવાબ મળ્યો ‘મહારાષ્ટ્ર'માં. ફરી સવાલ પૂછ્યો, ‘મહારાષ્ટ્રમાં કયા શહેરમાં ?’ ‘મુંબઈમાં.’ મુંબઈમાં કઈ જગ્યાએ તો જવાબ મળ્યો સાયનમાં. એમ કરતાં કરતાં નિશ્ચય નય અથવા એવંભૂત નય આખરે કહે છે કે 'તું' તારા આત્મામાં જ રહે છે. બાકી બધું ‘અન્ય’ છે. આમ એકત્વ ભાવના અને અન્યત્ય ભાવના જેણે ભાવી છે તે દેશમાં રહેવા છતાં અંદરથી 'દેહાતીત' રહે છે. શબ્દ, રૂપ, ગંધ, રસ અને સ્પર્શની દુનિયામાં શબ્દાતીત, રૂપાતીત (અમૂર્ત), ગંધાતીત, રસાતીત અને સ્પર્શતીત થઈને રહે છે. નામની દુનિયામાં અનામી બને છે. શોક અને હર્ષના દ્વન્દ્વમાં શોકાતીત અને હર્ષાતીત બની જાય છે. મધ્યસ્થ ભાવનાના સમતા રસમાં ૯ તરબોળ બની જાય છે. એ રહે છે અંદર અને જીવે છે બહાર. નિશ્ચય નયની દૃષ્ટિથી આત્મામાં જીવે છે અને વ્યવહાર નયની દૃષ્ટિથી બહાર-દેહાદિમાં જીવે છે. દશ્યમાન પુદ્ગલની દુનિયામાં રહેવા છતાં એ પોતાની ચેતનામાં મસ્ત રહે છે. જે પદાર્થની ચેતનામાં રહે છે અને ત્યાોહ વ્યાપે છે, સદા ચિંતિત રહે છે, Depression દૂર કરવા Prozac ની ગોળીઓનો સહારો લે છે. ઊંઘ લાવવા ઊંઘની ગોળીઓ ખાય છે. પણ આ બધા બાહ્ય ઉપચારો આખરે તો ‘નકામા’ બની જાય છે. એ ફાયદા કરતાં નુકસાન વધુ કરે છે. આ રોગ માટે તો પદાર્થાતીત ચેતનાનો વિકાસ કરવો અભિપ્રેત છે. એકત્વ અન્યત્વ ભાવના દ્વારા આત્માને ભાવિત કરવાથી જ આવી 'દેહાતીત' દશા પ્રાપ્ત થશે. આવી જ ભાવનાનું દર્શન ધીરા ભગતની રચનામાં જોવા મળે છે. “તરા ઓથે ડુંગર રે, ડુંગર કોઈ દેખે નહી, નજા-ભૂજ માં રે, સમરથ આજે સર્વ ધીરો ભગત પણ મહાન તત્ત્વચિંતક હતા. એમણે અને ક ઉપમાઓ આપી આત્માની પિછાણ કરાવી છે. ઘેટાંના ટોળામાં સિંહ, કસ્તુરી મૃગની નાભિમાં જ રહેલી કસ્તૂરી, તલમાં તેલ, લાકડીમાં અગ્નિ, દહીમાં ઘી, આદિ ઉપમાઓ આપી આખરે ભગત કહે છે- 'પોતે પોતાની પાસ રે.' એવી જ રીતે ભક્ત કવિ નરસિંહ મહેતાએ આ ફિલસૂફી એમના ભજનમાં વણી લીધી છે. * લ આત્મતત્ત્વ ચીન્યો ચિંતો ની ત્યાં લગી સાધના સર્વ જૂઠી. ભજનના અંતમાં સારાંશ છે‘આ છે પરપંચ સહુ પેટ ભરવા તાણા, આત્મારામ પરિબ્રહ્મ ન જોયો; ભરી નરસંગો કે વદર્શન વિના, રચિંતામાં જન્મ જોયો. આમ આ બધા કવિઓએ જીવનની સાચી ફિલસૂફી સરળ શબ્દોમાં સમજાવી છે. આવી ‘વૈદેહી” દશા પ્રાપ્ત કરવા નીચેના જપનું એકાગ્રતાથી સત્તત રટણ કરવાનું જ્ઞાનીઓએ કહ્યું છે 'હું દેહાદિ સ્વરૂપ નથી, દેહ, સ્ત્રી, પુત્ર આદિ મારા નથી, હું શુદ્ધ ચેતન અવિનાશી, એવો આત્મા છું.' અત્યંત ભાવથી, તીવ્ર એકાગ્રતાથી અને સંપૂર્ણ જાગૃતિ સાથે આ પદનું રટણ કરવાથી આત્મામાં સ્થિત થઈ શકાય છે; પરભાવમાંથી સ્વભાવમાં આવી શકાય છે. પણ જો દ્રવ્ય જપ એટલે

Loading...

Page Navigation
1 ... 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28