Book Title: Prabuddha Jivan 2009 04
Author(s): Dhanvant Shah
Publisher: Mumbai Jain Yuvak Sangh

View full book text
Previous | Next

Page 10
________________ ૧૦ પ્રબુદ્ધ જીવન તા. ૧૬ એપ્રિલ, ૨૦૦૯ અસુરોની માગણીનો તાબેદાર બની જાય છે. અન્યના વર્તનથી સુખી-દુઃખી બનવા કરતાં આપણે પોતે જ આપણું ચિંતન, વાણી, ક્રિયા, પ્રતિક્રિયા, આદિ પર પ્રભુત્વ મેળવી લઈએ. પ્રિયના સંયોગમાં કે અપ્રિયના વિયોગમાં સુખ નથી શોધવાનું, ‘સાગરવરગંભીરા'-સાગર જેવા ગંભીર સમભાવી બનવાથી પ્રત્યેક પરિસ્થિતિનો શાંત સ્વભાવથી સ્વીકાર કરી, એમાં સાક્ષીભાવની સાધના કરવાની છે. જ્યારે આવી જ્ઞાતા-દ્રષ્ટા ભાવ પ્રગટ થશે તો આપણે આપણા ઘરમાં આવી જઈશું. આવી દેહાતીત અવસ્થામાં રમા કરવા માટે કુન્દકુંદાચાર્યકૃત સમયસારનું સાંગોપાંગ અધ્યયન કરવા જેવું છે. એમાં નિશ્ચય અને વ્યવહારની યાત્રા ગુંથાયેલી છે. એની એક ગાથા આત્માના ખરા સ્વરૂપને સુંદર રૂપે વર્ણવે છે– કે માત્ર શબ્દોના ઉચ્ચારણ સાથે જો અર્થની જાગૃતિ નહીં રહે તો ‘આત્મા છું’ ને બદલે આત્મા ‘છૂ’ થઈ જશે, વિસ્તૃત થઈ જશે. શ્રી કૃપાળુદેવ કહે છે તેમ જો ‘દેહાધ્યાસ’ છૂટે તો જ આત્મ સ્વભાવમાં રમણ થાય. આત્માના પોતાના સ્વભાવગત ચાર મૂળ ગુણ છે–જ્ઞાન, દર્શન, આનંદ અને શક્તિ. આ મેળવવા માટે એના પર લાગેલા જ્ઞાનાવરણ, દર્શનાવરણ, મોહનીય અને અંતરાય કર્મનો ક્ષય કરવાની આવશ્યકતા છે. બહિરાત્મામાંથી અંતરાત્મા પ્રવેશીને પરમાત્મા બની શકાય છે. આપો આપણા પોતાના બનવાનું છે. જગત સાથે માત્ર વ્યવહાર પૂરતો formal સંબંધ જ રાખો. પૂ. નમ્રમુનિ લખે છે કે જે એક વખત પોતાના આત્માનો થઈ જાય છે એ જગત સાથે વ્યવહારથી જીવતો હોય છે. માત્ર formality નિભાવતો હોય છે. એને કોઈનું વળગણ–ગમો–અણગમો નથી હોતો. પણ ‘પર’ સાથે હોય છે, ત્યારે એ પરભાવમાં જીવે છે. એ વળગણ વ્યક્તિનું હોય, સંબંધીનું હોય, પુદ્ગલનું હોય કે ‘સ્વ’ સિવાય બીજા કોઈનું પણ હોય; ત્યારે એ સ્વભાવ ભૂલી જાય છે. જ્યાંસુધી તમે પારકાના ઘરમાં છો ત્યાં સુધી પારકું તમારા ઘરમાં રહેશે. તમે જેવા તમારા સ્વઘરમાં રહેવા જશો એટલે ‘પારકું’ બહાર નીકળી જશે. આ પારકું કોણ છે? આત્મા સિવાય બીજું બધું પારકું છે. આવી અન્યત્વ ભાવના ભાવવાથી જ એકત્વ ભાવના દઢતર થતી જશે. વ્યક્તિ પોતાના ઘરમાં ક્યારે હોય છે? એ જ્યારે ક્ષમા, સમતા, સરળતા, નમ્રતા અને સંતોષ રાખે છે ત્યારે એ સ્વગૃહમાં રહે છે. પણ કષાય, નોકષાય, રાગ-દ્વેષ, ઈર્ષા, વેર-ઝેર, બદલાની ભાવના, તીવ્ર વાસના આદિ જ્યારે વ્યક્તિનો કબજો લે છે ત્યારે એ ‘સ્વભાવ’માંથી ‘પરભાવ'માં જતો રહે છે. માણસ જ્યારે ઇન્દ્રિયોના વિષયોનો કે મનની કલ્પનાઓનો ગુલામ બને છે ત્યારે એ દેહ અને એના મુંબઈ-૪૦૦૦૨૨.ોનઃ(૦૨૨)૨૪૦૯૫૦૪૦/૨૪૦૯૪૧૫૭ ‘અહં એક્કો, ખલુ સુદ્ધો, દંસણ-નાણ મઈજો સદા અરૂવી, નવિ આ િમક્કા ઈતિ, આ પરમારૢ જૈન વિ હું એક છું, ખરેખર શુદ્ધ છું, દર્શન-જ્ઞાન મય અને સદા અરૂપી છું. પરદ્રવ્યનું એક પરમાણું માત્ર પણ મારું નથી. પણ માણસ આ ચેતનરૂપ આત્માને કેમ ભૂલી જાય છે? કારણ વ્યક્તિ પ્રત્યક્ષને જ જુએ-જાણે છે. પરોક્ષની–શાશ્વતની અવગણના કરે છે. આપણું પોતાનું શાશ્વત પર તો આપણો આત્મા જ છે. એને બદલે અશાશ્વત પણ પ્રત્યક્ષ એવા શરીરને આપણું ઘર માની લેવાની ભૂલ આપણે કરી રહ્યા છીએ. આજ દુઃખનું મૂળ કારણ છે. ધ્યાનની સતત સાધના દ્વારા આત્માનંદનો સાક્ષાત્કાર કરવાથી બધાં દુઃખ દૂર થાય છે. આનંદનો-આત્માનો સ્વભાવ છે. એ કદી દુઃખી થઈ જ ન શકે—આવી ભાવના સ્થિર થાય તો સ્વગૃહમાં-આત્મામાં રહી શકાય. ***** અહંમ, ટોપ ફ્લોર, ૨૬૬, ગાંધી માર્કેટ પાસે, સાયન (ઈસ્ટ), માન : કષ્ટદાયક કષાય શાંતિલાલ ગઢિયા શાસ્ત્રો કહે છે, મનુષ્યના દુઃખનું કારણ એના ૬ આંતર-શત્રુઓ (ષરિપુ) છેઃ કામ, ક્રોધ, લોભ, મોહ, મદ અને મત્સ૨. જૈન ધર્મ ચાર કષાય ગણાવે છેઃ ક્રોધ, માન, માયા અને લોભ. પ્રથમ યાદીમાં ‘મદ’ અને બીજીમાં ‘માન' સમાન વૃત્તિનો નિર્દેશ કરે છે. કોઈ વળી અહંકાર કહે છે, કોઈ અભિમાન કહે છે, તો કોઈ ગર્વ કે ઘમંડ. એક જ વિષવૃક્ષનું કટુ ફળ. અહંકાર મનુષ્યનો શતમુખે વિનિપાત કરે છે. છતાં કેવું મહદ્ આશ્ચર્ય છે કે મનુષ્ય એમાંથી મુક્તિ મેળવવા નિષ્ઠાપૂર્વક પ્રયાસ કરતો નથી! મનઃચક્ષુ આગળનો અહંકારનો પડદો જગતનું થયાતથ દર્શન કરવા દેતો નથી. એક કારીગરે તસવીરને સુંદર ફ્રેમમાં મઢીને તૈયાર રાખી હતી. નિયત સમયે ગ્રાહક લેવા આવ્યો. તેને તસવીરના નવાં રૂપરંગ ગમ્યા, પણ કાચ પર રજકણ જોતાં કારીગરને એ લૂંછવા કહ્યું. કારીગરે કાચ સાફ કર્યો. તો ય ગ્રાહકને સંતોષ ન થયો. કારીગરે ફરી કાચ લૂછ્યો. છતાં ગ્રાહકની એ જ ફરિયાદ. આખરે કારીગરે ગ્રાહકની આંખ પરના ચશ્મા જોઈ કહ્યું કે આપના ચશ્માના કાચ પર ધૂળનો કણ છે. અહંકારી મનુષ્યની સ્થિતિ પણ આવી જ હોય છે. રૂપ, યૌવન અને સંપત્તિનો અહંકાર મનુષ્યને કઠપૂતળીની જેમ નિરંતર નચાવે છે અને મનુષ્ય તોરમાં ને તારમાં તેમાં ડૂબેલો રહે છે.ડાયોસ્થિનીઝે વિજેતા સિકંદરને પૂછ્યું, 'આટલા વિજય પછી હવે તારી શી યોજના છે ?' ‘પેલો પ્રદેશ જીતવાની”, સિકંદરે જવાબ આપ્યો. ‘ત્યાર પછી?' ‘બીર્જા પ્રદેશ જીતવાની" આમ બંને વચ્ચે

Loading...

Page Navigation
1 ... 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28