Book Title: Prabuddha Jivan 2009 04
Author(s): Dhanvant Shah
Publisher: Mumbai Jain Yuvak Sangh

View full book text
Previous | Next

Page 11
________________ તા. ૧૬ એપ્રિલ, ૨૦૦૯ સવાલ-જવાબ ચાલતા રહ્યા. છેવટે ડાયોસ્થિનીઝે કહ્યું, ‘દુનિયા ત્યા પછી તું શું કરીશ ?' 'બસ-વિશ્રાંતિ લઈશ શાંતિથી ‘ ‘તો પછી અત્યારે જ વિશ્રાંતિ લે ને !' સિકંદર મૌન. લાલસા અને અહંકાર જોડિયા ભાઈ–બહેન છે. પ્રબુદ્ધ જીવન અહંકારને દુવૃત્તિ ગણી જે રીતે વ્યક્તિની ટીકા કરવામાં આવે છે, એમાં અતિશયોક્તિ હોય છે. અહંકાર ક્યાંથી, કેવી રીતે જન્મે છે એની પૂરી સમજ આપણને હોતી નથી. શુભ્ર શ્વેત ચાંદની રેલાવતા ચન્દ્રમાં ય ડાઘ હોય છે, પર્વતમાંથી ખળખળ વહેતી નદીમાં ય કંકર ને કાર હોય છે; જ્યારે આ તો જીવો-જાગતો માણસ. તેનો સ્વ (Self) વિકાસ પામતો હોય છે ત્યારે આપોઆપ અહ્મનું મિલન તત્ત્વ તેમાં ભળી જાય છે. જન્મથી માંડી ક્રમશઃ બાળકનો વિકાસ એક સળંગ પ્રક્રિયા રૂપે થાય છે. શારીરિક-માનસિક વિકાસને સમાંતર બાળકનો સામાજિક વિકાસ પણ થો રહે છે. લગભગ ૩ મહિનાની ઉંમરે તેનામાં સામાજિક વર્તનની શરૂઆત થાય છે. સામાજિક વર્તન એટલે આસપાસની વ્યક્તિઓને અનુલક્ષીને થતું બાળકનું વર્તન. આ ઉંમરે બાળક અમુક વ્યક્તિની હાજરી ગેરહાજરીની નોંધ લઈ તદનુરૂપ વર્તન કરે છે. ૬ મહિનાનું થતાં ઘરની પરિચિત વ્યક્તિઓના ચહેરા ઓળખતું થઈ જાય છે. ૮ થી ૧૦ માસનું બાળક વિશિષ્ટ અવાજો કરીને પોતાની પ્રતિક્રિયા બતાવે છે. અઢી-ત્રણ વર્ષના ગાળામાં બાળકની સામાજિક પ્રતિક્રિયા સુસ્પષ્ટ બને છે. 'મોન્ટુ'ને ખાવું છે,' એમ પોતાના માટે ત્રીજા પુરુષમાં વાતો કરતો મોન્ટુ હવે ‘મને ખાવું છે’ બોલતો થાય છે. ‘આ મારું છે, તને નહિ આપું,' કહીને તે પોતાનો ‘સ્વ' અન્ય સમક્ષ જાહેર કરે છે. પછી બાળક શાળાએ જતો થાય છે ત્યારે એનામાં મારા-તારાપણાનો ભાવ દંતર થાય છે. પુખ્તાવસ્થાએ આ ભાવને આપો ‘મમત્વ'થી ઓળખીએ છીએ. 'મમતા છોડો.' 'માયા છોડો', એવા આદર્શવચનો મોટા ઉચ્ચારે છે. ૧૧ વ્યક્તિનું મહત્ત્વાકાંક્ષા-સ્તર (Level of aspiration) ઉત્તરોત્તર ઊંચે જાય છે. આફતના ઓળા ત્યારે ઊતરે છે, જ્યારે સ્વ–ભાન અહંકારમાં રૂપાંતરિત થાય છે. કદાચ વ્યક્તિને ખુદને આ અવસ્થાંતરની જાણ હોતી નથી. ‘મારું રૂપ', ‘મારું ઘર', 'મારો દેશ' કહેતાં કહેતાં વ્યક્તિ ‘હું જ એક સ્વરૂપવાન’, ‘મારું ઘર સૌથી સુંદર’, ‘મારો જ દેશ મહાન' એવું રટણ કરવા લાગે છે. ગૌરવની ભાવના સંકુચિત ગર્વમાં ફેરવાઈ જાય છે. ‘સ્વ’નો ઉદ્ભવ જરૂરી છે. સ્વ-ભાન ન હોત તો આપણું શું થાત, એની કલ્પના જ થઈ શકતી નથી. દેહપ્રાણ ધરાવતું ખોળિયું માત્ર હોત આપણે ! સ્વ-સન્માન (self-asteem) કે સ્વ-વિશ્વાસ (self-confidence) વગરના આપણે જડ યંત્રો હોત. બગીચામાં હીંચકે ઝૂલવાની બાળકને હોંશ હોય છે. શરૂઆતમાં મમ્મી ઝૂલાવે છે. ધીમે ધીમે બાળક પોતે જમીન પર પગના ટેકાથી હીંચકો ખાય છે ત્યારે પોતાની શક્તિ પર વારી જઈ ખુશ થાય છે. મનોમન બોલી ઊઠે છે, ‘અરે, હું જાતે હીંચકો ખાઉં છું. ઊંચે હવામાં ઊડું છું.' બાળકનું આ સ્વ-સન્માન એવરેસ્ટ સર કરનાર તેનસિંગ હીલે૨ીની સિદ્ધિ કરતાં સહેજે ઊતરતું હોતું નથી. સ્વ-સન્માનમાંથી સ્વ-વિશ્વાસ જન્મે છે અને વ્યક્તિ નવાં નવાં સાહસ કરી પોતાના કાર્યક્ષેત્રમાં નોંધપાત્ર ઉપલબ્ધિઓ સ્થાપિત કરે છે. ફળસ્વરૂપ ‘સ્વરૂપ ગર્વ' માટે અંગ્રેજીમાં Narcissism શબ્દ છે. એની વ્યુત્પત્તિની કથા રસપ્રદ છે. ગ્રીક પુરાણકથા છે કે નાર્સિસસ નામનો રાજકુમાર અતિ સ્વરૂપવાન હતો. એક વાર સ્વચ્છ સરોવરમાં પોતાનું પ્રતિબિંબ નિહાળે છે. સુંદરતાના વિચારમાં પાણીમાં ડૂબી મૃત્યુ પામે છે. કાળાંતરે એ જગ્યાએ લછોડ ઊગે છે, જે નાર્સિસસ તરીકે ઓળખાય છે. અરબી ભાષાનો ‘નરિંગસ' શબ્દ એના પરથી ઊતરી આવ્યો છે. આથી જ સ્વપ્રીતિ (સ્વતિ)માં ગરકાવ રહેતો મનુષ્ય ‘નાર્સિસિઝમ’થી પીડાય છે, એવું કહેવાય છે. જગન્નિયંતા મરક મરક હસતો હશે કે અન્યના રૂપથી આકર્ષિત થતો મનુષ્ય ખુદના રૂપ પર પણ મોહી પડે છે! વ્યક્તિને અહંકારથી દૂર રાખવામાં કેળવણી અને સંસ્કાર મહત્ત્વનો ભાગ ભજવે છે. તેનાથી વ્યક્તિમાં આદર્શો અને મૂલ્યો વિકાસ પામે છે. વળી આત્માર્થીએ અંતર્મુખ થઈ પોતાની જાતને પૂછવું જોઈએ-હું શું છું? આ દેહ એ હું છું? દેહથી પર શું છે? આ રીતે આત્મ-સ્વરૂપની ઓળખ થશે અને અહમ્-મુક્તિનો માર્ગ સરળ બનશે. સત્સંગ, સગ્રંથ-વાંચન અને ગુરુકૃપાથી અહંકારમાંથી છુટકારો મળી શકે. બાલ્યાવસ્થાનું સ્મરણ થાય છે. અમે ઘરના સૌ રાત્રે સૂતા પહેલાં સ્તુતિ અને પ્રાર્થનાઓનું ગાન કરતા. એક સ્તુતિના શબ્દો હતાઃ નાનું મમત્વને ટાળી દઈને આત્મ સ્વરૂપ ઓળખાવ્યું ત્રિવિધ સંતાપો હરનાર ગુરુજીને કોટિ વંદન! ગુણિયલ ગોવિંદ સ્વરૂપ ગુરુને કોટિ વંદન જો કે બાહ્ય બળોની તુલનામાં સ્વતઃસિદ્ધ અહમુક્તિ સર્વોત્તમ કહી શકાય, કારણ કે તે ચિરંતન હોય છે. મહાવીર, બુદ્ધ, ઈશુ આદિ વિભૂતિઓને આ કક્ષામાં મૂકી શકાય. કેટલી સહજ હતી એમને આ સ્થિતિ! ભગવાન મહાવીરનો એક પ્રસંગ છે– એક યજ્ઞમાં વિદ્યાસભાનું આયોજન થયું હતું. તેમાં અગિયાર બ્રાહ્મણ વિદ્વાનો ઉપસ્થિત હતા. ભગવાન મહાવીરને સભામાં ભાગ લેવાની ઈચ્છા થઈ. પગપાળા ચાલીને સ્થળ પર આવ્યા. ભારેખમ

Loading...

Page Navigation
1 ... 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28