Book Title: Prabuddha Jivan 2009 03
Author(s): Dhanvant Shah
Publisher: Mumbai Jain Yuvak Sangh

View full book text
Previous | Next

Page 6
________________ ૬ પ્રબુદ્ધ જીવન પરિણામો-અધ્યવસાયો ભાવો કષાયુક્ત છે. પાંચે વિષ્ણુનું આપણે સારા– નરસામાં વિભાજન કરીએ છીએ, રાગ દ્વેષ દ્વારા કે રતિ-અતિ દ્વારા કે રૂચિ-અરૂચિ, ગમા-અણગમા દ્વારા તે ભાવો મોહાત્મક ચૈતન્યથી થાય છે. ભાવમનની લબ્ધિમનની મોહાત્મક પરિણતિ જાગતા–ઉઠતા, ખાતા-પીતા, કોઈપણ પ્રવૃત્તિ કરતા સારા-નરસાની લાગણી જન્માવે છે. ગણા અણગમાનું પૃથ્થકરણ કરાવે છે. લબ્ધિમનમાં મોહાત્મક પરિણામોનો જે વિભાગ છે તે કર્મજન્ય છે તે છે તેમ કહેવાય. લેયા અમિનનો જ એક ભાગ છે તો તે પણ કર્મજન્ય કહેવાય. બધા કર્મોનો હૃદય પ્રવૃત્તિ રહ્યો છે તેથી પરિણિતિ અનુસાર લેશ્યા કહેવાય. હકીકતમાં અનાદિ કાળથી મને આપણા ઉપર પ્રભુત્વ જમાવ્યું છે. મન આપણને જ્યાં લઈ જાય ત્યાં આપણે જઈએ છીએ. આરાધક બનવું હોય તો મનની સાધના કરવી જોઈએ. આનંદઘનજી કહે છે કે ‘મન સાધ્યું તેો સઘળું સાધ્યું,' પૂ. થોવિજયજી મહોપાધ્યાય કહે છે કે ‘કલેશ વાસિત મન સંસાર કલેશ રહિત મન તે ભવપાર.' પાંતજલિ મહર્ષિ કહે છે કે ચિત્તની સંક્લિષ્ટ વૃત્તિઓનો નિરોધ એ જ યોગની સાધના, એ જ વિકલ્પ રૂપે મોક્ષનો ઉપાય છે. મનનું પ્રાધાન્ય ધર્મ શ્રદ્ધામાં આવે છે. જેન પરિભાષામાં તે મનને અધ્યવસાય તરીકે વર્ણવે છે. સાચો સાધક તે જ કહેવાય જેણે મનોવિજય પ્રાપ્ત કર્યો છે. અનાદિ મનની અશુભ વૃત્તિઓનો નિરોધ કરવો એ જ સાધના છે. જો જીવે જીવનમાં આરાધક બનવું હોય તો તેણે મનને કાબુમાં લેવા માટે અગાઉ જણાવ્યા મુજબ મનનું સ્વરૂપ જાણી મનના પરિણામોનું પોતાના અધ્યવસાયોનું પરિમાણ મેળવવું જોઈએ. જે મનથી આપણે એક ક્ષણ વિખુટા પડતા નથી તે મનની રિબામણ સમજવાની જરૂર છે. મન આપણને કઈ કઈ રીતે સત્તાવે છે તે જાણવું જોઈએ. ૨૪ કલાક જે સૌથી નિકટ છે તે મનને ઓળખવાની આપણને કુરસદ નથી. જયારે દુનિયાભરની બીજી બધી ચીજો પાછળ આપણી સતત દોડધામ રહે છે. અરે ભૌતિક ક્ષેત્રમાં પણ જેનું મન નિરંકુશ અસંયમી રહે છે તે પણ સંસારમાં સુખી થતો નથી. સફળતા મેળવતો નથી. જીવોનું મન અંકુશ વિનાના ઘોડા જેવું છે. મન જે બાજુ લઈ જાય તે બાજુ ધ્યેયશૂન્ય બની આપણે દોડીએ છીએ, જીવનમાં એક લક્ષ્ય, એકાગ્રતા કે નિશ્ચયતા નથી આવતી. આવું મન આપણને લગામ વિના ક્યાં પછાડશે તે નિશ્ચિત નથી. ભાવ મનને જીતવાની કડીઓ હાથમાં આવી જાય તો જ આત્મવિકાસ થઈ શકે. તા. ૧૬ માર્ચ ૨૦૦૯ થાય. આ રીતે ભાવ મન રાગ દ્વેષથી સંક્રાંત થઈ સારા-નરસાનું પૃથ્થકરણ કરે છે માટે રતિ-અતિ, હર્ષ, શોક, રાગ, દ્વેષ આદિ કષાયોની પરિણિતિ સતત ચાલુ જ છે. આ બધાને સમજવા આપણા અધ્યવસાયનો અભ્યાસ કરવા આંતર નિરીક્ષણ કરવું પડશે. જે તેના માટે તૈયાર નથી તે મોક્ષ માર્ગ માટે અનધિકારી છે. પ્રત્યેક ચિત્તવૃત્તિને સર્વાંગી પરિક્ષણ દ્વારા તેની નાડ પકડવી જોઈએ. આમ જોતા આપણી દુનિયા ખરેખર આપણું આંતરમન છે જ્યાં સુધી મનોવિજય કરી મન ઉપર સંપૂર્ણ પ્રભુત્વ ન આવે ત્યાં સુધી વીતરાગ દશા કે કૈવલ્યજ્ઞાન પામી શકાય નહીં. મનોવિજય સંપૂર્ણ ક૨વા ઘણા તબક્કાઓમાંથી પસાર થવું પડશે. મનની સાલિશકત્તા કઈ બાબતોમાં કઈ રીતે પ્રતિભાવ આપે છે તે બધું જ જાણવું મુમુક્ષુ માટે અનિવાર્ય છે. એક વાત નક્કી છે. કષાયો વિના આપણા કોઈ વિચાર હોતા નથી. આપણા બધા જ વિચારો કષાયો સંક્રાંત છે. શુભ વિચારો શુભ કષાયોથી અને અશુભ વિચારો અશુભ કષાયથી ભરેલા છે. સારી શબ્દ આપો તે ગમે, સારા લાગે ત્યાં રૂચિ થાય, ખરાબ લાગે કે ન ગમે ત્યાં અરૂચિ ન મનની સપાટી ઉપર આવતાં વિચારો એ પૂર્ણપણે મન નથી. જેમ કૉમ્પ્યુટરની મેમરીમાં લાખો અક્ષરો પ્રમાણ ડેટા હોય છે પણ સ્ક્રીન પર તો થોડા પ્રમાણમાં ડેટા જોઈ શકાય છે. જે પડદા પર દેખાય છે તેટલી જ માહિતી નથી પણ તેનાથી કરોડગણી માહિતી કૉમ્પ્યુટરની મેમરીમાં સંગ્રાહેલી છે અને જ્યારે જોવી હોય ત્યારે પડદા દ્વારા જોઈ શકાય છે. એમ દ્રવ્ય મન દ્વારા જેટલા વિચારો કરીએ છીએ એટલી જ મનનો વ્યાપાર નથી પણ તેનાથી અનંતગો અધ્યવસાય મનમાં ધરાયેલો રહેલો છે. ઉપયોગાત્મક મનમાં જે ગુસ્સો આવે છે તે ખરેખર તો બાહ્ય નિમિાંથી આંતરિક લબ્ધિમનમાં ધરબાયેલા અસંખ્ય ભાવોમાંથી ગુસ્સાનો ભાવ મનની સપાટી ઉપર આવે છે. નિમિત્તને અનુરૂપ લાગણીઓ અંદરના મોટા કોઠારમાં ભરેલા સંગ્રહમાંથી બહાર આવે છે. ક્રોધ, લોભ, અભિમાન વગેરે દોષોના મળવાથી તે તે પ્રકારના ભાવો મનની સપાટી ઉપર તરવરે છે. આ ભાવો અંદર પડેલા હતા તેથી ઉલેચાઈને બહાર આવે છે. ઉપયોગમન કે વિચારની વિશુદ્ધિ એ સંપૂર્ણ શુદ્ધિ નથી પણ ભાવાત્મક મનની વિશુદ્ધિ એ સાચી વિશુદ્ધિ છે અને ત્યારે જ મનના માલિક બની શકાય. વિચાર, વૃત્તિ, પ્રકૃતિ, કષાયની પરિાિતિઓ વગેરે જાણવાથી ભાવમન જાણી શકાય. ઉપયોગ મન કે વિચારો કોઈપણ વસ્તુ સમજવા માટે ઉત્તમ સાધન છે. વિચાર ખરાબ હોય આયુષ્ય ખરાબ વિચારોમાં બાંધ્યું, છતાં જીવ સદગતિમાં ગી હોય અને વિચારો સારા હોય, આયુષ્ય સારા વિચારોમાં બાંધ્યું હોય તો જીવ દુર્ગતિમાં ગયો હોય એવું બને કારણ કે અધ્યવસાય કે ભાવમન જ કર્મ બંધનું કારણ બને છે. ભાવમન એટલે ભાવોનો અધ્યવસાયોનો સમૂહ. આપણા બધાં અનુષ્ઠાનો-ધર્મ ક્રિયાઓ આ મનોભાવ-મનને શુદ્ધ કરવાના પ્રર્યોજનવાળા છે. મિનને શુદ્ધ કરવાની જરૂર છે. ઉપયોગ મન કે વિચારોની કોઈ વિશેષતા નથી એટલે જ ઉધો કસાઈ જીવહિંસા નથી કરતો છતાં ચોવીસે કલાક હિંસાનું પાપ સતત બાંધતો હોય છે. લબ્ધિમનમાં રહેલાં હિંસાના ભાવો તેને તીવ્ર કર્મબંધ કરાવે છે. જ્યારે ક્રોધના આવેશમાં ઘડીભર આવેલો સંતપુરુષ કર્મબંધ ઓછો કરે છે. અવિરતિ શ્રાવકને ગમે તેવી પ્રવૃત્તિ કરતો હોય તો પણ ૨૪ કલાક અવિરતિનું પાપ લાગે છે. આપણા રોજીંદા જીવનનો દાખલો જોઈએ. એક માણસ રસ્તા ઉપર જાય છે અને એક સુંદર બંગલો જુએ છે. રંગ જોઈને તેને રાગ

Loading...

Page Navigation
1 ... 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28