Book Title: Prabuddha Jivan 2009 03
Author(s): Dhanvant Shah
Publisher: Mumbai Jain Yuvak Sangh

View full book text
Previous | Next

Page 8
________________ પ્રબુદ્ધ જીવન મૃત્યુ : કબીર અને ટાગોર ૩ડૉ. રાજિત પટેલ (અનામી) ‘કાવ્યમાં આધુનિકતા’ના લેખક અબૂ સઈદ ઐયુબે કબીર અને ટાોરની સરખામણી કરતાં લખ્યું છેઃ ‘કબીર કેવળ ચોખ્ખા ભક્ત જ નથી, મૂળે ભક્ત છે. કવિતા તેમને મન ગૌણ કાર્ય હતું, કવિ ન થયા હોત તો યે તેમનો ભક્તિરસ લગીરે ખંડિત થવાનો નહોતો. બીજી બાજુ, રવીન્દ્રનાય ચોખ્ખા કવિ છે અને મૂળે કવિ જ છે. ભક્તિ તો તેમના કાવ્યસર્જનનું ઉપાદાન છે અને તે પણ એકમાત્ર ઉપાદાન નથી, ભક્ત થયા વગર પણ તેઓ ઉચ્ચ કક્ષાના કવિ થયા હોત.' (કાવ્યમાં આધુનિકતાઃ પૃ. ૨૦૦) જીવનનાં સિત્તેર વર્ષ વટાવતાં તેઓ, ‘હું કવિ છું’ એ નામના લેખમાં કહે છેઃ ‘જીવનના એ દીર્ઘ ચક્રપથની પ્રદક્ષિણા કરતાં કરતાં આજે વિદાયની વેળાએ એ ચક્રને જ્યારે સમગ્ર રીતે જોઈ શકું છું ત્યારે એક વાત મને સમજાય છે કે 'મારા પરિચયમાં હું કવિ છું.”એ સિવાય બીજું કશું કહેવાનું નથી.' (‘રવીન્દ્ર સંચય’-પૃ. ૫૦૭). વિચારવંત વ્યક્તિને મૃત્યુ અંતર્મુખ બનાવે છે ને તત્ત્વજ્ઞાન પ્રતિ અભિમુખ કરે છે. જીવન અને મૃત્યુ, માનવની વિકાસગતિના બે ચરણ છે ને કવિવર ટાગોરે એ બંનેને વિશ્વજનનીના બે સ્તન કહ્યા છે જેથી માનવનો ઉત્કર્ષ થાય છે. અરે, એક કાવ્યમાં તો ટાર્ગોર કહે છેઃ ‘મરણ! તું મારે મન તો શ્યામ!' કહી મૃત્યુને મંગલમય કહ્યું છે, માન્યું છે. વિશિષ્ટ આશયથી કવિવર રવીન્દ્રનાથે કબીરનાં સો કાોનો અંગ્રેજીમાં અનુવાદ પ્રગટ કર્યો પણ વીસમી સદીની શરૂઆતમાં તો, પાશ્ચાત્ય વિવેચનની પરિપાટીને અનુસરીને, હિંદી ભાષાસાહિત્યના મૂર્ધન્ય વિવેચક શ્રી રામચન્દ્ર શુક્લે તો કબીરને કવિ નહીં પણ સમાજ સુધારક તરીકે ગણાવ્યા છે. (He was a Social reformer, not a poet). મોહનસિંઘ કારકી એમના ‘કબીર' પરના પુસ્તકમાં કબીરના શિક્ષણ સંબંધે કબીરના એકરારનો અંગ્રેજીમાં અનુવાદ કરતાં લખે છેઃ – મિસિ કાગદ છુઓ નહીં કલમ અહીં નહીં હાથ] I did not touch ink and paper, Nor a pen in hand did I hold; Essence of Four-Ages wisdom By words of mouth I did unfold. અધ્યાત્મનો અઠંગ અનુભવી જ આવી નમ્ર પણ સચોટ વાણી ઉચ્ચારી શકે. ‘એકોત્તરશતી’ની પ્રસ્તાવનામાં હૂમાયૂન કબીર રવીન્દ્રનાથને જગતના શ્રેષ્ઠ ઊર્મિ કવિઓમાંના એક ગણાવે છે. તેઓ સર્વ યુગોના અને સર્વ સંસ્કૃતિઓના વારસદાર છે. અનેક જુદા જુદા તંતુઓ અને વિષયોના સંયોજનને લીધે જ એમની કવિતાને લવચીકતા, તા. ૧૬ માર્ચ ૨૦૦૯ સર્વદેશીયતા અને અપાર હૃદયગ્રાહિતા પ્રાપ્ત થઈ છે.’ કબીર અને ટાર્નારની આટલી પૂર્વભૂમિકા સાથે હવે આપો તે બંને કવિઓનાં મૃત્યુ-વિષયક કાવ્યોનો આસ્વાદ કરીશું. રવીન્દ્રનાથનો સાહિત્ય-વારસો-પુસ્તક-૧'માં ટાર્ગોરના કાવ્યો છે. ‘લોક મિલાપ ટ્રસ્ટે' એનું સંપાદન કર્યું છે ને એના સંપાદક શ્રી નગીનદાસ પારેખ છે. ‘ટાગોરનાં કાવ્યો’માંનું પ્રથમ જ કાવ્ય છેઃ હે મરણ, તું મારે શ્યામ સમાન છે.’ શ્રી પારેખનો અનુવાદ આ પ્રમાણે છેઃ- ‘હે મરણ’ તું મારે શ્યામ સમાન છે. તારી મેઘ જટાજાળ મેઘના વર્ણની છે, તારા હાથ રક્તકમળ જેવા છે, તારો અધરપુટ લાલ છે, તાપ દૂર કરનારો તારો કરુણાભર્યો ખોળો મૃત્યુરૂપી અમૃતનું દાન કરે છે. આકુલ રાધાનું હૃદય અત્યંત જર્જરિત થઈ ગયું છે. (એની) બંને આંખો ક્ષણેક્ષણ ઝરઝર ઝર્યા કરે છે, તું મારો માધવ, તું મારો સાથી, તું મારો તાપ મટાડ. મરણ, તું આવ, આવ! મને બોલાવીને તારા ભુપાશમાં લે, મારાં પોપચાંને તું બંધ કરી દે. તારા ખોળામાં રડી રડીને આખો દેહ નીંદથી ભરી દઈશ. તું ભૂલીશ નહિ, તું છોડીશ નહિ, રાધાનું હૃદય કદી ભાંગીશ નહિ. રોજ રોજ, ક્ષણે ક્ષણે તું હ્રદય ઉપર રાખજે-તારો પ્રેમ અતુલ્ય છે. અત્યારે વાદળાં ગાઢાં થયાં છે, જગત અંધારામાં ડૂબી ગયું છે, વીજળી અતિશય ચમકે છે, મેથનો અવાજ અતિ ઘોર છે, શાલ તાલનાં વૃક્ષો બધાં ભયથી સ્તબ્ધ થઈ ગયાં છે, નિર્જન માર્ગ અતિ ભયાનક છે. હું એકલી તારા અભિસારે આવીશ. તું મારો પ્રિયતમ છે. પરિણામનો વિચાર કર્યું શું ? ભય-ભાષા બધાં અભયની મૂર્તિ ધારણ કરીને મને માર્ગ બતાવશે. ભાનુ કહે છે : અરે રાધા! છી! છી! તારું ચિત્ત ચંચળ છે; જીવનવભ તો મરણથી પણ અધિક છે; હવે તું વિચારી જો ! 'ભાનુ કહે છે'માં રિવને બદલે ભાનુ શબ્દપ્રયોગ કર્યો છે-પર્યાયરૂપે. ટાગોરના આ કાવ્યનો વિચાર કરતા પહેલાં આપણે કબીરના પણ મૃત્યુ-વિષયક વિચારો જોઈએ. ‘અવિનાશીકી ગોદમેં, વિલસે દાસ કબીર' કહી તે તત્ત્વજ્ઞાનીની ખુમારીથી કહે છેઃ હમ ન મરિ હૈ, મરિ હૈ સંસારા હમકો મિલા જિયાવન હારા. -હું મર્યો નથી, આ સંસાર મરી ગયો છે. સદૈવ જીવાડનાર મને (ઇશ્વર) મળી ગયું છે. અબ ન મરો મને મન માના, તેઈ મુએ જીન રામ ન જાના.' -આ સંસારમાંથી મારું મન મરી ગયું છે. મરણ તો તેને છે

Loading...

Page Navigation
1 ... 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28