Book Title: Prabuddha Jivan 2009 03
Author(s): Dhanvant Shah
Publisher: Mumbai Jain Yuvak Sangh

View full book text
Previous | Next

Page 21
________________ તા. ૧૬ માર્ચ ૨૦૦૯ નિહાળવા મળે છે. પરંતુ તે સમજાવતા પૂર્વે શ્રી મહાવીર સ્વામી કહે છે : नीतिधर्मो मया प्रोक्ता नित्याऽनित्या: स्वरुपतः । નૈના: શ્રયન્તિ તાન્યુવતા: વેશાતવિવેત:।। પ્રબુદ્ધ જીવન (નીતિયોગ, શ્લોક ) ‘નિત્ય અને અનિત્ય સ્વરૂપવાળા નીતિધર્મો મેં કહ્યાં છે. જેનો દેશ અને કાળને આશ્રયીને વિવેકની મુક્તિપૂર્વક તેનો આશ્રય લે છે,’ દ્રવ્ય, શેષ, કાળ અને ભાવને આશ્રયીને સમયે સમયે જે જે પરિવર્તન આવ્યા તેમાંથી કોઈ બાકાત રહી શકે નહિ. અહીં પણ એજ સૂચન ઉપલબ્ધ થાય છે કે હવે જે નીતિયોગનું કથન થશે તે વિવેકની મુક્તિપૂર્વક સૌ માનશે અને તે પંથે ચાલશે. નીતિયોગમાં દર્શાવાયેલ ધર્મોનો શો હેતુ છે તે વિશે ગ્રંથકાર સ્પષ્ટ છે. શ્રી મહાવીર વાણી સાંભળોઃ ‘સર્વ વિશ્વના હિત માટે તથા વ્યવસ્થા માટે વિવેક આપનાર, ધર્મના સામ્રાજ્યને વધારનાર નીતિધર્મો મેં કહ્યાં છે. દેશ અને કાળનો વિચાર કરીને ગોળ તથા મુખ્યનો વિવેક કરીને સર્વશક્તિ વધારનાર હોય તે નીતિને જ અનુસરવું જોઇએ.’ (નીતિયોગ, શ્લોક ૧૧, ૧૨, ૧૩) પ્રામાણિકતા જીવનની પાર્યા છે ને તેમાંથી જ ઉન્નતિ પ્રાપ્ત થાય છે. આજે સૌથી વધુ જરૂર ઈમાનદારીની ઉભી થઈ છે.દરેકને જલદી, ગમે તે રસ્તે શ્રીમંત થવું છે ને તે માટેના પ્રયત્નમાં સૌથી વધુ ભોગ પ્રામાણિકતાનો જ લેવાય છે. લોભ માનવી પાસે શું ન કરાવે? પિતા પુત્રને હશે, પુત્ર પિતાને હશે : મા પરિવારની ન રહે, સંતાનો માતાને રે કહે કરે! પેલી જાણીતી ઉક્તિ છે ને કે માતાની ઝૂંપડીમાં પાંચ પુત્રો સમાય, પણ પાંચ પુત્રોના મહેલમાં એક મા ન સમાય! લોભને કારણે જ છેતરપિંડી થાય, લાભમાંથી જાતજાતના પ્રપંચ ઉભા થાય. દયા જેનો ધર્મ છે તેવો ડૉક્ટર સેમ્પલની દવા વેચીને દર્દીને લૂંટનો જોવા મળે. મજબૂત કન્સ્ટ્રક્શન કરવું જેની ફરજ છે તેવો બિલ્ડર હલકો માલ વાપરે, ગરીબ વ્યક્તિને સસ્તું અનાજ આપવું જેનું કાર્ય છે તેવો વેપારી બ્લેક માર્કેટમાં રેશનીંગનો માલ વેચી નાંખે, સ્કૂલમાં સરસ શિક્ષણ આપવું જેનું કર્તવ્ય છે તેવો શિક્ષક ટ્યૂશનના કલાસમાં જ ભણાવે–આ બધું શું છે? દૂધમાં પાણી ભેળવવું, પેટ્રોલમાં સોલવન્ટની ભેળસેળ કરવી, માલ ઓછો ભરીને વધુ પૈસા પડાવવા, અમલી ને નકલી ચોપડા રાખવા-આ બધું શું છે? ધર્મના નામે પૈસા પડાવવા, ટ્રસ્ટી બનીને પૈસાની ગોલમાલ કરવી, ધાસચારાના પૈસા જ હજમ કરી જવા-આ બધું શું છે? લોભનું લીસ્ટ ધારીએ તેટલું લાંબું કરી શકાય તેમ છે. લોભની વાતનો કોઈ અંત નથી. લોભને થોભ નથી. લોભને અટકાવે માત્ર એક જ ચીજ : સંતોષ. સંતોષની સખીનું નામ છે પ્રામાણિકતા. ૨૧ પ્રામાષ્ટિકતાથી વ્યવહાર કરવાથી સુખ પ્રાપ્ત થાય છે, વિજય મળે છે જ્યારે અપ્રમાષ્ટિકતાથી પરાજય મળે છે. અપ્રમાણિક લોકોનો વિશ્વાસ કરવો જોઈએ નહિ. લોકોનું કલ્યાણ કરનાર પ્રામાણિકતા એજ મોટો ધર્મ છે. અપ્રમાણિક વર્તન કરનાર લોકોની ઉન્નતિ થતી નથી, દેશ, રાજ્ય કે મહાસંઘમાં પ્રામાણ્ય એ પૂર્ણ શાંતિદાયક છે.” (નીતિયોગ, શ્લોક ૧૫, ૧૬, ૧૭) આજકાલ કોઈનું લેવું અને પછી ન આપવું, પડાવી લેવું એ ફેશન બનવા માંડી છે. વચનની કિંમત જેવું જાણે રહ્યું જ નથી. હવે શ્રી મહાવીર વાણી સાંભળોઃ ‘આપેલા વિશ્વાસનો ઘાત કરવો એ મહાપાપ છે.’ (નીતિયોગ, શ્લોક ૨૩) પ્રત્યેક ધર્મી માટે શ્રી દેન, ગુરુ અને ધર્મ તો શરણાધાર છે. તેની સદાય પૂજા, ભક્તિ, સેવા કરવા જોઈએ. જૈનધર્મમાં કોઈની પણ નિંદા પાપ ગણાય છે, વિધર્મીની પણ નિંદા ન થાય તો પોતાના પુજ્ય એવા ધર્મની નિંદા તો કેમ થાય? ધર્મની નિંદાથી આપણે ધર્મથી તો દૂર થઈએ જ છીએ પણ જે ઉત્તમ પ્રાપ્તિ થઈ છે તેની શ્રદ્ધા ગુમાવીએ છીએ. સજ્જનો કોઈ પણ નિંદા કે ટીકાથી દૂર જ રહે છે કેમ કે તેનાથી મનની શાંતિ ખંડિત થાય છે. વાંચોઃ જ ‘મારી નિંદા કરનારા ગુરુ વગેરેની નિંદાના દોષને કારણે પાપકર્મના વિપાકથી નરાધમ બનીને નરકમાં પડે છે. જૈનધર્મની નિંદા કરનારા ધર્મઘાતકો છે. સાધુઓને દુઃખ આપનારા લોકો નરકમાં જનારા બને છે. પરસ્પર વિધર્મી હોય તેવા લોકોની પણ નિંદા કરવી જોઈએ નહિ. સત્યનો વિચાર કરીને હંમેશાં સત્યનો સ્વીકાર કરવો જોઈએ.’ (નીતિયોગ, શ્લોક ૨૪, ૨૫, ૨૬) માતા, પિતા કે માતૃભાષાનું મૂલ્ય ઘણું મોટું છે. ગ્રંથકાર તેમને યાદ કરે છેઃ હંમેશાં માતા પિતાની પૂર્ણભક્તિથી સેવા કરવી જોઈએ. તેમજ, કુટુંબ વગેરે પોતાના જ્ઞાતિબંધુઓની સહાયતા અને પાલન કરવા જોઇએ.’ 'હમેશાં માતૃભાષાની સેવા કરવી જોઈએ. દેશ પ્રેમ રાખવો જોઈએ. ગુરુ વગેરેની પ્રેમપૂર્વક સેવા કરવી જોઈએ.' (નીતિયોગ, શ્લોક ૨૯, ૩૦૦. વ્યસનની ભયંકરતાનો ખ્યાલ સૌને છે. જીવન, પરિવાર, સમાજ, રાષ્ટ્રના કલ્યાણ માટે વ્યસનમુક્ત સમાજનું નિર્માણકરવું જોઈએ, વ્યસનમાંથી ગરીબી, કુટુંબ કલેશ, કર્મબંધન અને ભવાંતરમાં દુઃખદ ભવભ્રમણ વગેરે કેવી મુશ્કેલી સર્જાય છે તે જ્ઞાનીઓ હંમેશાં કહે જ છે. આજકાલ ખાવા-પીવામાં દારૂ, માંસાહાર જે રીતે વધતા જાય છે તે માટે તમામ ધર્મપુરુષોએ ચેતીને સમાજને તેનાથી મુક્ત કરવા વિરાટ અભિયાન ચલાવવા જેવું છે. સુખી થવું હોય તો આ વિલાસોને છોડવા જ પડશે.

Loading...

Page Navigation
1 ... 19 20 21 22 23 24 25 26 27 28