________________
૧૮
પ્રબુદ્ધ જીવન
જયભિખ્ખુ જીવનધારા : ૪
૩ડૉ. કુમારપાળ દેસાઈ
[સત્ત્વશીલ સાહિત્યનું સર્જન કરનારા સાક્ષર જયભિખ્ખુએ લખેલાં પુસ્તકોમાં હિંદુ ધર્મ, બૌદ્ધ ધર્મ અને જૈન ધર્મની પ્રાણીકથાઓનાં પુસ્તકો ઉપરાંત પશુપ્રેમ ગ્રંથાવલિ વગેરે મળે છે. જયભિખ્ખુની જન્મશતાબ્દીનું આ વર્ષ છે. એ સર્જકની માટેપ્રેમની ભાવનાનાં બીજ એમના બાળપણની ધટનાઓમાં પ્રતિબિંબિત થાય છે. એમના ભાજપાના પ્રસંગ આલેખતું જીવનકથાનું આ જોક પ્રકરણ.
માયાની મીઠી ગાંઠ
ચાર વર્ષની વયે માતાનું વાત્સલ્ય ગુમાવનાર બાળક ભીખા (જયભિખ્ખુનું હુલામણું નામ)ના સંવેદનશીલ હૃદયમાં વાત્સલ્યની વણછીપી ઝંખના સતત રહેતી હતી. એ વાત્સલ્ય બાળક ભીખાને મળતું અને થોડો સમય એની હૂંફ પામીને મન ઠરીઠામ થાય, તે પહેલાં હાથતાળી આપીને ચાલી જતું! જીવનની કેવી વિષમતા! આ સચરાચરમાં એની ખોજ માતાનું વાત્સલ્ય પામવાની હતી. એનું ભીરુ-બીકા મન સતત વાત્સલ્યની હૂંફાળી ગોદ ઝંખતું હતું. પોતાના નટખટ તોફાન અને ધીંગામસ્તીને ભૂલીને પોતા પર હેત વરસાવે એવી માતૃ મૂર્તિ એની શોધ હતી. માસીની પાસેથી અને મમતા મળી, પણ માસીએ પ કાળમાં જ અણધારી વિદાય લી લીધી. મામી પાસે વસવાનું બન્યું, કિંતુ એ માની વિધવા થતાં મામાનું ઘર કમને છોડવું પડ્યું. પિતાની પાસે વરસોડામાં આવ્યા, ત્યારે ફઈબા મળ્યાં અને ફઈબાના હેતમાં ભીખાનો જીવ પરોવાઈ ગો.
બાળપણમાં ઘુવડ અને ચીબરીથી ખૂબ ડરતા આ બાળકને માટે ફઈબાની ગોદ રક્ષાકવચ બની રહી, પણ આ સુખય ક્યાં સદા ટકનારું હતું ? એક દિવસ ફઈબા સરસામાન લઈને નીક્ળ્યાં. વૈધવ્ય પામેલાં ફઈબા ક્યાં જતાં હશે ? બાળક ભીખાને થયું કે જ્યાં માસી ગયાં એવા દૂર-દૂરના દેશમાં જતાં હશે? માસી તો કોય સરસામાન લીધા વિના ગયાં હતાં, જ્યારે ફઈબા તો એમનો સરસામાન બાંધી રહ્યાં છે. ફઈબાને પૂછવાની ભીખાને હિંમત ચાલી નહીં. બીજી બાજુ મનની અકળામણ વધતી ગઈ. શા માટે આટલું બધું શ્વેત વરસાવનારા ફઈબા ભાઈનું ઘર છોડીને જતાં હશે? બાળકે પડોશીને પૂછ્યું. પડોશીએ કહ્યું, ‘ભાઈ, તારા ફઈબાને તો ઘણું સારું છે. એમને આશરો તો મળે છે ને! બાકી હિંદુ વિધવાને માંગ્યું મોત પણ મળતું નથી. સમજ્યો કે
તા. ૧૬ માર્ચ ૨૦૦૯
બાળક ભીખો આ વાત સમજી શક્યો નહીં. મનોમન મુંઝાતો રહ્યો. ધીરે ધીરે એને ખબર પડી કે ફઈબા તો વૃદ્ધ દાદીમાની સારસંભાળ લેવા એમને ગામ રહેવા જઈ રહ્યાં છે. બાળક ભીખાનું મન ફઈબાને છોડવા તૈયાર નહોતું. એણે ફઈબાને વળગીને કહ્યું, ‘મને તમારી સાથે લઈ જાઓ. મને તમારી પાસે રાખો; હું ક્યારેય તોફાન નહીં કરું.'
ભીખાને છાતીસરસો ચાંપ્યો અને કહ્યું, ‘તને સાથે લઈ જાઉં, પણ તારી નિશાળ પડે ને !'
આ શબ્દોએ બાળક ભીખાને આંચકો આપ્યો. એણે વિચાર કર્યો કે આ નિશાળ તે વળી કેવી છે ? આ દુષ્ટ નિશાળ તો મને વહાલાથીય વિયોગ કરાવે છે! ફઈબાની સાથે જવું છે, પણ આ નિશાળ મને અહીં બાંધી રાખે છે.
બાળક ભીખાએ કહ્યું, “અરે, મને તો એ ગમતી જ નથી. તમારા કરતાં મારે મન નિશાળ વધુ નથી. મને તમારી પાસે જ રાખો.' બસ, એ બાળકની તો આ એક જ હતી રટણા.
ભીખો નિશાળે જતો હતો અને ધીંગામસ્તી કરતો હતો. ગોઠિયાઓ વચ્ચે એ ઘેરાયેલો રહેતો હતો, પરંતુ એ નિશાળ કરતાં ફઈબાની ગોદ એને વધુ વહાલી હતી. વળી ફઈબાના હેતનું રક્ષાકવચ ગુમાવતાં એને ડર લાગતો હતો.
નિશાળ છોડવાની ભીખાની વાત સાંભળીને ઈખા હસી પડ્યાં અને બોલ્યાં, 'દીકરી ન ભણે અને દીકરી ન પરણે, એ બે વાત કેમ ચાલે ? નિશાળ તો છોડાય જ નહીં અને વારતહેવારે અહીં ભાઈને ઘેર હું જરૂર આવતી રહીશ.'
સરસામાન લઈને ફઈબા દેશમાં ગયાં. માસી ગયાં, ત્યારે આ બાળકને મામી મળ્યાં. પણ ફઈબા બીજે ગામ ગયા, પછી કોઈ ન મળ્યું !
બન્યું પણ એવું કે ફઈબાની વિદાય પછીના દિવસોમાં વર્ડ ભારે ઉપાડી લીધો. રોજ રાત્રે કલાકો સુધી ઘુવડ ઘૂરક્યાં કરે. એનો અવાજ બાળક ભીખાને ખૂબ ડરાવે. એ રૂંવે રૂંવે ધ્રૂજ્યાં કરે. ઘુવડ બોલે અને ભીખાની રાત બેચેન બની જાય. ભયથી થરથરતો બાળક પહેલાં હૂંફાળી ગોદમાં લપાઈ જતો હતો, પરંતુ હવે એવી કોઈ ગૌદ નહોતી કે જ્યાં લપાઈને તે ભયમુક્ત બની . આથી જેમ જેમ રાતના અંધારાં ઊતરતાં, તેમ તેમ ભીખાના મનમાં ફડકો વધો. યુવડનો અવાજ સાંભળી એનાં ગાત્રો કંપવા લાગતાં, જાણે સાક્ષાત્ યમરાજ ઘરમાં આવીને ઊભા રહ્યા ન હોય!
ભીખો ઘુવડના ભય પમાડતા અવાજની વાત ગોઠિયાઓને કહેતો, તો એના ગોઠિયાઓ કહેતા, જો અલ્યા, ભૂલેચૂકેય એને ઈંટનો ટુકડો કે માટીનું ઢેકું મારતો; નહીં તો એ ઘુવડ ટુકડો કે
ફઈબાની આંખમાં આંસુ ઊભરાઈ આવ્યાં. એમણે વહાલથી ઢંકું લઈને કૂવામાં નાંખશે અને ફૂવાના પાણીમાં જેમ જેમ ઢેકું