________________
૧૮
યેગીન્દ્રદેવવિરચિત
[દાહા ૭शुद्धात्मस्वरूपे स्वशक्त्यनवगृहनेनाचरणं परिणमनं वीर्याचार इति निश्चयपश्चाचाराः । निःशङ्काद्यष्टगुणभेदो बाह्यदर्शनाचारः, कालविनयाद्यष्टभेदो बाह्यज्ञानाचारः, पश्चमहाव्रतपश्चसमितित्रिगुप्तिनिर्ग्रन्थरूपो बाह्यचारित्राचारः, अनशनादिद्वादशभेदरूपो बाह्यतपश्चरणाचारः, बाह्यस्वशक्त्यनवगूहनरूपो बाह्यवीर्याचार इति । अयं तु व्यवहारपञ्चाचारः पारंपर्येण साधक इति । विशुद्वज्ञानदर्शनस्वभावशुद्धात्मतत्त्वसम्यकश्रद्धानज्ञानानुष्ठानब हिर्द्रव्येच्छानिवृत्तिरूपं तपश्चरणं स्वशक्त्यनवगृहनवीर्यरूपाभेदपश्चाचाररूपात्मकं शुद्धोपयोगभावनान्तर्भूतं वीतरागनिर्विकल्पसमाधि स्वयमाचरन्त्यन्यानाचारयन्तीति भवन्त्याचार्यास्तानहं वन्दे। पञ्चास्तिकायपइद्रव्यसप्ततत्त्वनवपदार्थेषु मध्ये शुद्धजीवास्तिकायशुद्धजीवद्रव्यशुद्धजीवतत्त्वशुद्धजीवपदार्थसंज्ञं स्वशुद्धात्मभावमुपादेय तस्माच्चान्यद्धेयं कथयन्ति, शुद्धात्मस्वभावसम्यश्रद्धानज्ञानानुचरणरूपाभेदरत्नत्रयात्मकं निश्चयमोक्षमार्ग च ये कथयन्ति ते भवन्त्युपाध्याया
(૫) તેમાં જ શુદ્ધાત્મસ્વરૂપમાંજ સ્વશક્તિને ગેપડ્યા સિવાય આચરણપરિણમન-તે વીર્યાચાર છે.
એ પ્રમાણે નિશ્ચય પંચાચાર છે. (૧) નિઃશંકાદિ અંગરૂપ આઠ ભેદ તે બાહ્ય દર્શનાચાર છે. (૨) કાલ, વિનયાદિ આઠ ભેદ તે બાહ્ય જ્ઞાનાચાર છે. (૩) પાંચ મહાવ્રત, પાંચ સમિતિ, ત્રણ ગુપ્તિ, નિગ્રંથરૂપ બાહ્ય ચારિત્રાચાર છે. (૪) અનશનાદિ બાર ભેદરૂપ બાહ્ય તપશ્ચરણાચાર છે. (૫) બાહ્ય સ્વશક્તિને ન ગેપવવારૂપ બાહ્ય વિર્યાચાર છે.
આ વ્યવહાર પચાચાર પરંપરાએ મોક્ષના સાધક છે. વિશુદ્ધ જ્ઞાન, વિશુદ્ધ દર્શન જેને સ્વભાવ છે એવા શુદ્ધ આત્મતત્ત્વનાં સમ્યફ શ્રદ્ધાન, સમ્યમ્ જ્ઞાન, સમ્યક્ અનુષ્ઠાન તથા બાહાદ્રવ્યની ઈચ્છાની નિવૃત્તિરૂપ તપશ્ચરણ, સ્વશક્તિને ન ગેપવવારૂપ વીર્ય-એ રૂપ અભેદ પંચાચારાત્મક શુદ્ધોપગભાવનામાં અન્તભૂત એવી વીતરાગ નિર્વિકલ્પસમાધિને જેઓ સ્વયં આચરે છે અને અન્યને આચરાવે છે તેઓ આચાર્યો છે તેમને હું નમસ્કાર કરું છું.
પંચાસ્તિકાય, છ દ્રવ્ય, સાતતત્વ નવ પદાર્થો છે, તેમાં શુદ્ધ જીવાસ્તિકાય, શુદ્ધ જીવદ્રવ્ય, શુદ્ધ જીવતત્ત્વ, શુદ્ધ જીવપદાર્થ એવા સંજ્ઞાધારક સ્વશુદ્ધાતમભાવ ( સ્વશુદ્ધાતમપદાર્થ ) ઉપાદેય છે તેનાથી જે અન્ય છે તે હેય છે, એ ઉપદેશ જેઓ કરે છે અને શુદ્ધ આત્મસ્વભાવનાં સમ્યફ શ્રદ્ધાન, સમ્યગુ જ્ઞાન અને સમ્યમ્ આચરણરૂપ અભેદ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org