Book Title: Parmanandna Dharmocchedak Vicharo
Author(s): Prabhudas Bechardas Parekh
Publisher: Prabhudas Bechardas Parekh

View full book text
Previous | Next

Page 3
________________ ૩ અને ટુંકા પગલાંથી ચાલતું હોય તે આગળ વધવામાં આવતું નથી. એમ કરીને પણ શ્રી સંધ શાંતિને ટેકા આપે છે. ત્રીજા પ્રસંગમાં પણ સામાને પોતાની ભૂલ સુધારવાની, સુધરવાની તથા ધમ'માં સ્થિર થવાની ઈચ્છા રાખે છે. ૩. જૈન સંધ એક પણ જૈનને વિના કારણગુમાવવા તૈયાર નથી હેાતા. જૈન માનસનું વલણુ સાધર્મિક પ્રત્યે સગાં સંબંધી, કુટુંબી કરતાં પણ વધારે ચાહના ભર્યું હોય છે. આપણે માનીએ છીએ કે અનત પુણ્યરાશિથી પ્રાપ્ત થયેલ જૈન ધમ મળ્યા પછી તેમાંથી એક પણ વ્યકિત ખસે તે આપણને નથી ગમતું. આપણે ખસેડવા તૈયાર તા નથી હાતા, પણ તે ખસતા હોય તે પણ તેને સ્થિર કરવાની બુદ્ધિ થાય છે. પજાખી કે મારવાડી, ગુજરાતમાં કે દક્ષિણમાં એક સરખું માન પેાતાના સાધર્મિકને ત્યાં પામી શકે છે. સાધર્મિકવાત્સલ્યેામાં ગરીબ કે તવંગરને ભેદ લેશમાત્ર પણ રાખવામાં આવતા નથી. આ આપણા જૈન માનસની સામાન્ય પરિસ્થિતિ છે. તે પછી એક પણ વ્યકિતને ઓછી કરવાને જૈન સબ કાઈ પણ કાળે લેશમાત્ર પણ તૈયાર જ ક્રમ હોય ? હોઈ શકે જ નહિં અને હાવા જોઈએ પણુ નહિં. માણસ માત્ર ભૂલને પાત્ર છે. તેવી વ્યકિતઓ પણ પેાતાની ભૂલ સમજે, યેાગ્ય માર્ગે વળે, તેવા પ્રયત્ન કરીને ધર્મોંમાથી ખસી પડેલાને ધમા માં સ્થિર કરવાની આપણે વૃત્તિ ધરાવતા હાઇએ છીએ. પરંતુ જ્યારે એવી જીદ્દી વ્યકિત તરફથી આપણા જીવન સર્વસ્વ સરખા, પ્રજા જીવનમાં વહેતા ધાર્મિક જીવનના પ્રવાહ ઉપર ઈરાદા પૂર્વક અસહ્ય ફટકા લગાડવામાં આવે છે, ત્યારે જ જૈન સંધને તે તરફ ખ્યાલ આપવા પડે છે, અને તેને માટે યોગ્ય કરવું પડે છે. એટલે જૈન સંધ શાંતિ જ જાળવે છે, શાંતિ ચાહે છે, તેને અશાંતિ ક્યું પાલવે તેમ નથી. અશાંતિ કાઈને પોષાય તેમ નથી, કારણ કે તેને માથે પોતાના સધની, તીર્થ. કર ભગવંતાએ કથન કરેલા, ગણધર ભગવંતા, પૂર્વધર મહાત્માએ અને મહાન જ્ઞાની આચાર્ય ભગવંતા વડે સન્મનાયેલા તથા વિવેચાયેલા ધમાની અને એકંદર જગતના તમામ પ્રાણીના હિતની જવાબદારી છે. માટે જ તે શાંતિ ચાહે છે અને અશાંતિના તત્ત્વા દૂર કરવાને તત્પર રહે છે. આ સ્થિતિ ભૂતકાળના અને વર્તમાનકાળના દરેક પ્રસંગામાં ચાલી આવે છે. ૪. ભાઈ પરમાનંદના ભાષણે આગની ચિણગારી ફેંકી ભડકા કર્યાં છે. ભાઈ પરમાનન્દે પોતાનું ભાષણ, જૈનેતર પણ ન કરે તેવું એક જૈન તરીકે ધના મૂળમાં ઘા કરનારૂં કર્યું છે. સમતાલ મગજના સમજુ અનેક જૈનાએ એક અથવા ખીજી રીતે તે ભાષણને વિરેાધ કર્યાં છે. તેની આવી રીત સૌને ખુંચી છે, લાભને બદલે હાની કારક સમજાઈ છે. પરમાનંદનું ભાષણ કેવળ ઉગ્ર કે અશાંતિ ભર્યું છે એમ નથી. મતભેદના સ્વરૂપનું કે વિચાર અથવા વાણી સ્વાતંત્ર્યને પડધા પાડનારૂં છે એમ પણ નથી, પરંતુ જૈન ધર્મ અને એક ંદર આર્ય ધર્મની ઈમારત જે પાયા ઉપર ખડી છે તેના મૂળ ઉખેડી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20