Book Title: Parmanandna Dharmocchedak Vicharo
Author(s): Prabhudas Bechardas Parekh
Publisher: Prabhudas Bechardas Parekh

View full book text
Previous | Next

Page 5
________________ ભાઈ પરમાનંદના ધર્મોછેદક વિચારે. દેવ, ગુરૂ, અને ધર્મ એ ત્રણ જૈનધર્મના મૂળતત્ત્વો સામે બળવે જગાડી મૂળના વિનાશક પ્રયત્નો. ૧ કાંતિપ્રિય યુવક બંધુઓ અને બહેને! ભાષણની શરૂઆત કરતાંજ ઉપર પ્રમાણેના સંબોધનમાં ક્રાંતિ શબ્દ તોફાન અને ઉત્થલ પાન્થલ સૂચવે છે. અને તેની અનેક સાબિતીઓ આખા ભાષણમાં સ્થળે સ્થળે મળી રહે છે. મુંબઇથી નિવેદન બહાર પાડનારા ધારાશાસ્ત્રીઓ માત્ર મૌલિક વિચારણું સૂચવનારૂં આ ભાષણ છે એમ કહીને તેની તફાની વૃત્તિને બચાવ કરે છે જે સ્પષ્ટ પક્ષપાત છે. વસ્તુસ્થિતિ જે હોય તે સ્પષ્ટ કબુલ કરવી જોઈએ. એમ ન કરવાથી બને રીતે અન્યાય થાય છે. જન સમાજને ખરી હકીક્ત જાણવા ન મળે તેથી જન સમાજને, અને ભાષણકારને જે આશય હેય તેને ખેટા રૂપમાં મુકવાથી ભાષણકારને પણ અન્યાય થાય. ભાષણકાર પોતે જ કહે છે કે “બળ એકઠું કરવું, અને પછી હજ લઈ જ અને કિલ્લા સર કરવા. આપણામાં લડાયક વૃત્તિ જોઈએ.” વિગેરે વિગેરે ભાવાર્થના અનેક વા ભાષણમાં સ્પષ્ટ રીતે વપરાયા છે. તે પછી તે માત્ર આચાર અને વિચારો ઉપર મૌલિક વિચારણું છે એમ કહી તેને ઢાંકપીછેડે કરે એ જન સમાજને સ્પષ્ટ અન્યાય છે. અને ભાષણ ક્ત સ્પષ્ટ કહે છે કે “દલીલ અને ચર્ચાને હવે અવકાશ નથી.” તેમ છતાં તેવા ભાષણને માત્ર વિચારણા કહેવી એ ભાષણકારને પણ અન્યાય કરવા બરાબર છે. ભાષણ ક્રાંતિ, તોફાન, ઉત્થલ પાન્થલ, પાયા ઉખેડનારું અને મૂળાઓ માટે ઉશ્કેરનારું છે, એમાં સંશય નથી. ઉપરાંત, નિવેદન બહાર પાડનારાઓની બીજી પણ નબળાઈઓ જણાઈ આવી છે. સ્થાનકવાસી અને દિગંબરભાઈની સહી કરાવવામાં છે. જેને સદ્ગૃહસ્થોનો ટેકે નથી, તથા વકીલ બેરીસ્ટરોના નામ શ્રવણ કે-દર્શનથી ડરવાનો જમાને ગયો છે, તે બે બાબતે પણ તેઓના ધ્યાન બહાર રહી છે. સુધારક નામ ધારણ કરનાર વર્ગ પ્રથમ પ્રજાપ્રિય થવાને “આપણા આચાર વિચારમાં યોગ્ય વિચારણાની જરૂર છે, પછી સુધારણાની જરૂર છે, પછી સડેલો ભાગ કાપી નાંખવાની જરૂર છે, અને પછી ક્રાંતિની જરૂર છે.” એમ ક્રમે ક્રમે પિતાના વિચારે બહાર જેકે મુક્તા આવ્યા છે. પરંતુ તેના મૂળમાં પ્રથમથી જ તેફાન હતાં, અને છે. ક્રાંતિ એટલે શું? એમ પ્રશ્ન થશે, ક્રાંતિ એટલે-મૂળ વસ્તુને સીધે સીધે નાશ કરે અથવા મૂળ વસ્તુને ઠેકાણે બીજી ભળતીજ મુકી દઈને મૂળ વસ્તુને ક્રમે ક્રમે નાશ કરવો. આ ભાષણ ક્રાંતિકાર હેવાથી જૈન સંઘમાં અશાંતિ જગાડે એ સ્વાભાવિક છે. ૨. અમદાવાદના જૈનમાં બળ જગાડવાની વાતે. અમદાવાદ શહેર જેનપુરી છે. જે અમદાવાદ જેન ધર્મને તમામ વહીવટ લગભગ સંભાળે છે. અમદાવાદમાંથી દરવર્ષે લાખો રૂપીઆ જુદા જુદા ક્ષેત્રમાં અનેક રીતે ખર્ચાયેજ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20