Book Title: Parmanandna Dharmocchedak Vicharo
Author(s): Prabhudas Bechardas Parekh
Publisher: Prabhudas Bechardas Parekh

View full book text
Previous | Next

Page 18
________________ ૧૮ ભાવનગરના સંઘની એક વ્યક્તિ અમદાવાદમાં આવીને અમદાવાદના સંઘપતિને પોતે જૈત તરીકે મળવાની સભ્યતા પણ બતાવ્યા વિના, તેમની સાથે જનાના ભલાના વિચારાની આપલે કર્યાં વિના, કાઇપણ પ્રકારની સત્તાના આધાર વિના ધવિરુદ્ધ ગમે તેમ ખેાલી ગયા પછી સત્તા અને અધિકારના પ્રશ્નો પૂછવાને ડાહ્યા માણસા ન્યાય કેમ કહી શકશે ? અર્થાત્ ન્યાયની દૃષ્ટિથી જોતાં એ ઉહાપાહ કરવાને અધિકાર જ રહેતા નથી, ધાર્મિક પ્રતિનિધિત્વવાળી કે બીજી કઈ સસ્થાઓને જૈન સંઘ સાથે સબંધ રાખતી ગણવી ? કેાની સાથે સીધી યા રીતસરના પ્રતિનિધિ મારફત વાતચીત કરવી ? પેાતાની સત્તા કેટલી છે? તેના ઉપયાગ કેમ અને કેટલા કરવા ? ફરજના જુદા જુદા વિભાગેામાં કામ કરવાને જુદા જુદા સ્ટાફ રોકવા કે જાતેજ કામ કરવું? વગેરે પેાતાની અનુકુળતા તથા કાયદાને લગતા પ્રશ્નો વિચારવાનું કામ શ્રીમાન નગરશેઠ કસ્તુરભાઈ મણીભાઇનું પેાતાનું છે. એટલે તે ખાખત અત્રે ઉહાપાહે કરવા અસ્થાને છે. ઉપસંહાર દેવ, ગુરૂ, ધર્મ એ ત્રણે તત્ત્વા તરફ તેમણે સીધા અને આડકતરા જુદા જુદા પ્રસં ગામાં જુદા જુદા શબ્દોથી ધા કર્યાં છે એટલુંજ નહિ પણ જૈન તત્ત્વ જ્ઞાન સામે પણ આડકતરી રીતે અશ્રદ્ધા પ્રગટ કરી છે. તેમણે એમ નથી કહ્યું કે–“ પૂજન કે અમુક ધર્માચરણ અમુક રીતે કરે છે તેમાં અવિધિ છે, તેમાં ખામી છે માટે તેને અમુક રીતે સુધારા. ” પણ એમ કહ્યું છે કે–એ વસ્તુઓના ઉપદેશની જરૂર નથી, એમ ક્વીને મૂળ વસ્તુએજ ઉડાવી છે. અને તેને જીવન બગાડનાર તત્ત્વા તરીકે જાહેર કર્યાં છે. વેર ઝેર ન વધે માટે બધું જતું કરશે. એમ કહીને મદિશ અને તીના ત્યાગ સૂચવ્યા છે, જે માનવાને જૈનસમાજ બિલકુલ તૈયાર ન જ હાય. આ નિવેદનના અનુસંધાનમાં હવે પછી પણ ઉપયેાગી ખુલાસા કરવાની જરૂર પડશે તે કરીને જનસમાજને આડે રસ્તે દ્વારાતા અટકાવવાની અમારી ફરજ બજાવીશું. આવા રત્નચિંતામણિ જેવા જૈન ધર્માં પામીને, ઉત્તમ કુળ સામગ્રી પામીને તેની આરાધના તે। દૂર રહી પણ તેના મૂળમાં આગ લગાડવાની આપણા એક ભાઈને આવી બુદ્ધિ સૂઝી તેથી આપણને ખરેખરી દિલગિરી થાય છે. માનસિક રોગ ઉત્પન્ન કરનારા એવા વિચાર વાતાવરણ અને ઉચ્છેદક વૃત્તિની અસરથી આપણું અને આપણા સતાનનું અહિત થાય તેને માટે કેટલા સાવચેત રહેવાની જરૂર છે ? તેનું વિશેષ વિવેચન કરવાની જરૂર જણાતી નથી. ભાઈ પરમાણંદ અને તેને ખાટા બચાવ કરનારા આપણા બીજા ભાઇઓને સત્તુદ્ધિ સુઝે એટલું ઇચ્છીને વિરમીએ છીએ. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 16 17 18 19 20