Book Title: Parmanandna Dharmocchedak Vicharo
Author(s): Prabhudas Bechardas Parekh
Publisher: Prabhudas Bechardas Parekh

View full book text
Previous | Next

Page 17
________________ ૧૭ વિવિધ જૈન સંસ્થાઓને જલ્દી નાશ આણવાની વાત બેટી છે. સપ્રાણ સંસ્થાઓને નાશ કરવાથી પણ થવાનો નથી અને નિપ્રાણ નાશ થયા વિના રહેવાનો નથી. તેથી તે આણવાનો માર્ગ ખુલ્લે કરવાનો આરોપ અર્થ શૂન્ય છે. સરકાર સામે બાથ ભીડવી સહેલી છે, પણ શેઠાઈ સામે બાથ ભીડવી મુશ્કેલ છે. કેમકે તે પ્રજાના પ્રાણુ સાથે વણાયેલ છે. સરકારો તે આવે ને જાય છે, પણ પ્રજામાં વણયેલ પ્રજા રક્ષક તો સ્થિર સ્થાથિ રહે છે. છતાં જે કાળે જે બને તે ખરું. તેને આજથી આ પ્રસંગે વિચાર નકામો છે. છતાં આજ સુધી આ સલાહ આપવાને વખત કેમ ન મળ્યો ? આ આખો કાગળ મોટા મોટા શબ્દો, ગુંચવડીયા વાકયે, સ્વ મહત્તા, પક્ષપાત, તેડાઈ વિગેરેથી માત્ર ભોળી જનતાને ભ્રમણામાં નાંખી ગુંચવવાના એક પ્રયત્ન રૂપ જણાઈ આવે છે. વાસ્તવિક રીતે આવા પ્રયત્નો ઉપેક્ષ્ય છે, તેથી ન્યાય અને સમતલ મગજથી પિતાને માથે આવી પડેલી ફરજમાં મક્કમ રહી યોગ્ય માર્ગે આગળ વધવામાં શ્રેયજ હોય છે. અલબત્ત તેમાં દીર્ધ દૃષ્ટિને, યોગ્ય વિચારણાને જરૂર મહત્ત્વનું સ્થાન તે છે જ, પરંતુ કર્તવ્યનિષ્ઠા તે સુઝાડે જ છે. ૧૮. કેટલાક સામાન્ય પ્રશ્નો. ર૭ પ્રશ્નોમાં કેટલાક અસ્પષ્ટ અને અવ્યવસ્થિત છે. કેટલાક પરસ્પર અન્તર્ગત થાય તેવા પુનરુક્તિરૂપ છે. કેટલાક વ્યક્તિગત અને અંગત સ્વરૂપના છે. કેટલાક શ્રી સંઘ સાથે ન લાગે વળગે તેવા અને કેટલાક શ્રી સંઘે ઉપેક્ષા કરવા લાયક, તથા કેટલાક જે તે પ્રસંગે ઉપસ્થિત થયે વિચાર કરવા ગ્ય છે, છતાં તેમના વિચારવા ચાગ્ય ઘણા પ્રશ્નોના ખુલાસા ઉપરના લખાણમાં જુદી જુદી રીતે આવી જાય છે. અને પ્રજાના હિતને માટે વિચારવા એગ્ય પ્રશ્નોને વિચાર સંઘમાં ચાલતો જ હોય છે. આગેવાને તે વિચારે એ સ્વાભાવિક છે. તેમાં આપણે રીતસરને સાચો સહકાર ભળે એટલે તે કાર્યોની પણ સફળતા થાય. જૈન ધર્મ તરફ માન ધરાવનાર સામાન્ય માણસ પણ ભાઈ પરમાગંદનું ભાષણ જરા શાંતિથી તેમાંના પરચુરણ કટાક્ષ તરફ ઉપેક્ષા કરીને વાંચે તે પણ એકંદર આપોઆપ “તે ધર્મના મૂળને ઉચ્છેદનાર છે.” એમ તેને સ્પષ્ટ જણાઈ આવે તેમ છે. પછી તેમાં સાબિતીઓ આધારો કે વિચાર કરવાનાં ધોરણે ઘટાવી જોવાને સ્થાન રહેતું નથી. ખરી રીતે તે ભાષણને ધામિક કે ધર્મવિરૂદ્ધ એવા હળવા શબ્દોથી સંબેધવાને બદલે મારી સમજ પ્રમાણે જન ધર્મનાં મૂળને ઉછેદ સૂચવનારું કહેવાથી તેનું યથાર્થ સ્વરૂપ સમજાવી શકાય છે. આ ભાષણ ધર્મના મૂળમાં ઘા કરનારું છે. એમ કબુલ કરનારજ તે ભાષણને વિરોધ કરનારને સત્તા બાબતને પ્રશ્ન કરી શકે છે. તે પહેલાં સત્તાને પ્રશ્ન કરવાને અધિકારજ ઉપસ્થિત થતા નથી. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 15 16 17 18 19 20