Book Title: Parmanandna Dharmocchedak Vicharo
Author(s): Prabhudas Bechardas Parekh
Publisher: Prabhudas Bechardas Parekh

View full book text
Previous | Next

Page 15
________________ બહાર પાડયું હતું તે, જૈન સંઘનું કામ ઘણું સરળ થાત. જો કે તેઓ જૈન તરીકે પિતાને જાહેર કરે છે, એટલે ભાષણમાં જૈન ધર્મને ઉચ્છેદનારા ભાગ સાથે સમ્મત ન જ હેઈ શકે. પણ તે ભાગે સ્પષ્ટ બહાર પાડ્યું હતું, તે જનતા બરાબર સમજી શક્ત. ૧૫ મિલિક વિચારણાને શબ્દ છળ. નિવેદનકારે--આચાર અને વિચારે મૌલિક વિચારણું માંગે છે. વિચારણામાં કદાચ મતભેદને અવકાશ ન ગણુએ, પણ ભાઈ પરમાણંદ તે ચર્ચા અને દલીલને અવકાશ નથી એમ જણાવીને સીધે બળ અને હલ્લે લઈ જવાની વાત કરે છે. તે ભાગ નિવેદનકારે છુપાવીને માત્ર વિચારણની વાતને આગળ કરી શબ્દ છળ કરે છે. જે ન્યાય માર્ગ નથી. ૧૬ આપણું સેનું જૈન તરીકેનું કર્તવ્ય જે આપણે સમાજનું હિત ચાહતા હેઈએ તે શાંત ભાવે વિચારણા કરીને સમાજ હિતનાં કામ કરીએ, મતભેદો દૂર કરીએ. વિચારણાને, સુધારણાને જરૂર અવકાશ છે. સમાજને સારા કામની ખાસ જરૂર છે, પરંતુ આવા આવા પ્રસંગો વર્ષોથી આપણને કર્તવ્ય ક્ષેત્રમાં કેન્દ્રિત થવા દેતા નથી. આવા પ્રસંગને પક્ષપાત કરવાથી અંતર વધતું જાય છે. સમાજ માટે ગમે તેટલી વાતો કરવા છતાં કામ પણ કરી શકાતું નથી. શાસનના અને પિતાના આત્માના હિતની દૃષ્ટિથી આવા વિરેધક પ્રસંગે ઉત્પન્ન ન થાય, તે ઈચ્છવા ગ્ય છે. સમય બારીક છે, છતાં જુદો ચોતરે જમાવવામાં અને પક્ષાપક્ષી મજબૂત બના વવામાંથી હજુ વર્ષો થયા ફારગત નથી થયા, તે સમાજના હિતના કામ કરવાને વખત કયારે આવશે ? ૧૭ સુખલાલજીને. વારસાથી પણ શરીર, આકૃતિ, વર્ણ, ટેવ, સંસ્કાર, મિલ્કતો, અધિકાર અને ધર્મ વિગેરે મળે છે. એ જગજાહેર અને સિદ્ધ વસ્તુઓ ન સ્વીકારવામાં ગાઢ અજ્ઞાન રહેલું છે. અને સાચા અર્થમાં કેને કેવું માન આપવું કે ન આપવું ? એ એક જાતને ઘમંડ જણાય છે. અમદાવાદ અને અમદાવાદના નગરશેઠ કુટુંબની જૈન સંઘની સેવાઓ અનેક છે. પણ ઉપક્ષિને સૂર્યનાં તેજને પરિચય કે પરીક્ષા સહજ રીતે જ ન હોય, તેથી તેની વિચારણા અસ્થાને છે. નિષ્પક્ષપાતી માણસ ન્યાયસરની કઈપણ ફરજ બજાવવામાં હમેશાં મદદગારજ હોય છે, કદાચ—કેટલાક અંગત સંજોગેથી તેમ ન બની શકે તે મૌન તો સેવેજ. અન્યથા પક્ષપાતી બુદ્ધિ સિદ્ધજ થાય છે. નિષ્પક્ષપાતીની વાત ધ્યાન આપવા લાયક છે. અન્યથા તે ઉપેક્ષ્યજ છે. : તાત્વિક ધર્મ એટલે જૈન સિદ્ધાંત શૈલિથી નિશ્ચય ધર્મ, નિશ્ચય ધર્મ અને વ્યવહાર ધમઃ એ બે પ્રકારના ધર્મો પરસ્પર સાપેક્ષ હોય ત્યાંજ જૈનત્વ છે. અને તે બન્ને પરસ્પર Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 13 14 15 16 17 18 19 20