Book Title: Parmanandna Dharmocchedak Vicharo
Author(s): Prabhudas Bechardas Parekh
Publisher: Prabhudas Bechardas Parekh

View full book text
Previous | Next

Page 7
________________ નકામી કોઈ માણસને બેફાટ ગાળો દે, કે તેના વિરૂદ્ધ પેટે ગદા પ્રચાર કરે, તેને પણ બચાવ વાણી સ્વાતંત્ર્યના બાના નીચે થઈ શકશે કે ? ૪. ભાવનગરના સંધની કસોટી ભાઈ પરમાણંદને અમદાવાદના સંઘની સત્તા કબુલ હોય કે ન હોય, તે વાત બાજુએ મૂકીએ. પણ અમદાવાદમાં બળવો જગાડવા અને ધર્મોચછેદક વિચારે બહાર મૂકવા અમદાવાદમાં જવાની અને આવવાની પરવાનગી કયા સંઘે આપી હતી ? કઈ સત્તાની રૂએ કયા સંધના આશ્રય નીચે આ પગલું તેમણે ભયું છે? તે કેમ જાહેર કરતા નથી? અમારી સંપૂર્ણ ખાત્રી છે કે દરેક જૈન સંઘો જૈન ધર્મના રક્ષક છે. અને સંધ સત્તાને માનનારા છે. સંઘનું માન અને પરસ્પર હિત જાળવનારા છે. તે કદી આવી પરવાનગી આપે નહીં. તેમજ આવું પગલું પસંદ પણ ન કરે. છતાં એટલું તો જરૂર આશ્ચર્ય થાય છે કે–અમદાવાદમાં આવીને અમદાવાદના જૈનનું અપમાન કરવા છતાં, ધર્મ વિરૂદ્ધ ધર્મને મૂલેચ્છેદ કરનારું ભાષણ કરવા છતાં ભાવનગરના સંધના પેટનું પાણી પણ કેમ ચાલતું નથી ? કદાચ સંભવ છે કે ભાવનગરને સંધ અમદાવાદના સંઘની રાહ જોતા હોય. આવી બાબતોની ઉપેક્ષા કરવાનું ભાવનગરના સંધને બીજું કાંઈ પણ કારણ હોય, તેમ જણાતું નથી. ઘણા ન્યાયાધીશ અને રાજાઓએ પિતાના એકના એક ગુન્હેગાર પુત્રને પક્ષ ક્ય વિના કેવળ ન્યાયના માર્ગને જ અનુસરવાના ઘણા દાખલા ઈતિહાસમાંથી મળે છે. ભગવાન મહાવીરદેવે પિતાની પુત્રી પ્રિયદર્શના અને ચારિત્રપાત્ર જમાઈ જમાલિની દરકાર રાખ્યા વિના સંધની પવિત્રતા જાળવી હતી. પાપ આચરણ કરનાર પિતાના આત્માનું બગાડે છે. તેના કરતાં પાપને સારૂં જાણી તેને પુણ્ય તરીકે ઉપદેશ આપનાર બીજા અનેકનું હિત બગાડે છે. માટે તે અતિ ભયંકર હોય છે. ૫. દેવતત્ત્વ ઉપર કટાક્ષે. મંદિરે અને મૂર્તિઓના શણગાર બંધ થવા જોઈએ. દેવદ્રવ્યને ઉપયોગ દેવતત્વને બદલે બીજા કામોમાં ખચી નાંખવાનો, ધર્મશાસ્ત્ર અને આચાર્યોના નિર્ણયથી વિરૂદ્ધ દિશામાં પ્રચારક અને દેવદ્રવ્યની ઉચ્છેદક લડાયક વૃત્તિ ભર્યો ઉપદેશ આપે છે વિગેરે. વેરઝેર ન થાય તે ખાતર ઈંટ, પત્થર, કે આંગી, ટીલા, ચક્ષના કે મંદિરોની માલિકી કે વહીવટી હક્કના ઝઘડા કરવાને બદલે બધું આપી દેવાની ભલામણમાં તીર્થ અને મંદિરો ઉપર કોઈ આક્રમણ કરે અને તેમ કરીને પડાવી જાય તો તેને તે આપી દેવાની ભલામણ કરે છે. આ બધા શબ્દો અને વિચારણા દેવતત્ત્વ તરફના અણગમામાંથી જન્મેલ છે. આજે પ્રજા જે કાંઈ નીતિ રીતિમાં વતે છે, અને ધર્મનું પ્રવર્તન ચાલે છે તેનું મુખ્ય કારણ તીર્થંકરભગવંતને ઉપદેશ છે. જો કે એ તીર્થંકરભગવંતે શરીરથી અત્યારે વિદ્યમાન નથી. પરંતુ તેઓ પિતાના ઉપદેશની અસરથી ધર્મિષ્ઠ લોકોની ધાર્મિક આચરણ રૂપે આ જગતમાં વિદ્યમાન છે, અને ચારે તરફ તેને પ્રભાવ વિસ્તરેલું જોવામાં આવે છે. આવા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20