Book Title: Parmanandna Dharmocchedak Vicharo
Author(s): Prabhudas Bechardas Parekh
Publisher: Prabhudas Bechardas Parekh

View full book text
Previous | Next

Page 6
________________ જાય છે. અમદાવાદની પ્રજાને છાપે પિતાની વાહવાહ ચડાવવી પસંદ નથી. દહેરાસરોથી માંડીને દરેક ક્ષેત્રોમાં અને જેન જૈનેતર અનેક ગરીબેને જુદાં જુદાં ખાતાંઓમાં તથા શહેરમાં અને શહેરની બહાર દરવર્ષે લાખોને ગુપ્ત પ્રવાહ વહેજ જાય છે. તેમજ બીજી અનેક રીતે બુદ્ધિશાળી અને દેશના ઘણા ભાગ ઉપર લાગવગ તથા પોતાના સુવાસની છાપ પાડનાર અમદાવાદ એકજ ભારતનું મુખ્ય શહેર છે. સત્તા અને બીજાં સાધનને જોઈએ તેવો કે નહીં છતાં આખા જગતમાં વ્યાપારી કુનેહ અને સૂક્ષ્મ બુદ્ધિ ચાતુર્ય અજોડ રીતે હજુ અમદાવાદ જાળવી રહેલ છે. છેલ્લા કેટલાએ દશકાઓ થયા દરેક ઠેકાણે કુસંપના અખાડા જામ્યા છતાં અમદાવાદ પોતાનામાં સારી રીતે સંપ અને પોતાની એક્તા, તથા પરસ્પર માન જાળવી રહેલ છે. આવા એક સુસંગઠિત અને પરંપકાર વૃત્તિવાળા શહેરની ભાઈ પરમાનંદે ભાષણની શરૂઆતમાંજ નિંદા કરી છે. તેના તરફ અનેક કટાક્ષ કર્યા છે આ તેમની વસ્તુસ્થિતિની અજ્ઞાનતા અને તેફાની વૃત્તિ સ્પષ્ટ સૂચવે છે. અમદાવાદ જેનપુરી તે જૈનપુરી જ છે. પરંતુ તેને એક તરફ જૈનપુરી તરીકે કબુલ કરી, બીજી તરફ તેની નિંદા શરૂ કરી છે. સ્થિતિચુસ્તતાને એક મોટું દૂષણ માની લઈને તેના ઉપર અનેક પ્રહાર કર્યા છે. સ્થિતિચુસ્તતા એટલે શું ? તેજ હજુ સ્પષ્ટ કરવામાં આવ્યું નથી, અમદાવાદ સ્થિતિ ચૂસ્ત છે કે નહિ તે નક્કી કરવામાં આવ્યું નથી, પરંતુ અમુક પરિસ્થિતિને દેષરૂપ માની લઈ તેને સ્થિતિચુસ્તતાનું નામ આપી તેના ઉપર પોતાના કટાક્ષો ચલાવ્યા છે. આ કટાક્ષમાંથી હિંદુસ્તાનના સઘળા સઘનું અમદાવાદ તરફ માન, આણંદજી કલ્યાણજીની પેઢી, મંદિર અને તીર્થોના વહીવટ, સાધુ સંસ્થા વિગેરેમાંનું કઈ બચી શકેલ નથી. અને એ ભાઈ જૈનપુરીમાં બળવો જગાડવાની ઈચ્છા દર્શાવી ભાષણમાં આગળ વધે છે. જૈનપુરી હોવું એજ અમદાવાદને મટે ગુન્હ ભાઈ પરમાનંદની નજરે ચઢેલ છે. ભાષણમાં આગળ ઉપર સત્તાધારીઓને અને સ્થિતિચુસ્તોને પદભ્રષ્ટ કરવાની વાત કરી છે, તે પણ મુખ્યપણે અમદાવાદને જ લાગુ પડે છે. કારણકે તેના માનેલા અર્થમાં સ્થિતિચુસ્તતાનું તે મુખ્ય ધામ છે. આમ જોતાં ભાઈ પરમાણંદની ઈરછા અમદાવાદના જેનેને જેન ધર્મ પાળતા અટકાવી દેવાની અને ન અટકે તે તેની સામે બળવો જગાડવાની ભાઈ પરમાણંદની ઈચ્છા જણાઈ આવે છે. ૩, વાણી સ્વતંત્રતાને નામે ખોટે બચાવ. ભાઈ પરમાણંદ જૈન તરીકે-જૈન ધર્મથી વિરૂદ્ધ બોલવાને કે વિચારવાને બિલકુલ સ્વતંત્ર નથી. જો તેઓ જૈન છે, તે જૈન ધર્મના સિદ્ધાંત, આચરણ અને ચાલતા આવતા જૈન સંઘના વહીવટને માન આપવા બંધાયેલા છે. તેમાં સુધારા વધારા સૂચવી શકે છે. પણ તેના મૂળ ઉદ્દેશ અને ક્રીડથી વિરૂદ્ધ તેનો ઉચ્છેદ કરવાની વૃત્તિથી બોલવા વિચારવા કે લખવાને હક્ક ધરાવી શકતા નથી. મુ અને હિતકારક વાણીને દરેક કાળમાં સ્વતંત્રતા હોય જ. પણ ગમે તેવી વાણી કે વિચારને કઈ પણ જમાનામાં સ્વતંત્રતા હેય જ નહીં. આ યુગ વાણી સ્વતંત્રતાને છે પણ તેની આગળ સુ કે હિતકારક એટલા વિશેષણે ઉમેરવાની જરૂર છે. નહીંતર કઈ માણસ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20