Book Title: Parmanandna Dharmocchedak Vicharo
Author(s): Prabhudas Bechardas Parekh
Publisher: Prabhudas Bechardas Parekh

View full book text
Previous | Next

Page 11
________________ ર ખરી રીતે જીવન વિજ્ઞાન એટલેજ ધમ, અને ધર્મ એટલેજ આધ્યાત્મિક જીવન. પણ તેના ઉપદેશ આપવાની જરૂર નથી. આમ કહીને જૈન ધર્મની પેાતાને મન ફાવતી વ્યાખ્યા કરી તેનેજ જૈન ધર્મના આદેશ તરીકે જ્યારે એ ભાઈ સમજે છે, ત્યારે તેના માનસની ખરી ભૂમિકા બરાબર જણાઈ આવે છે. પરાપૂર્વથી સપૂર્ણ વિચારણાને અંતે વ્યવસ્થિત થયેલા જૈન ધર્મના આચારાના મૂળ તત્ત્વ અહિ'સા વિચાર ઉપર ટીકા કરીને તેને જુદા સ્વરૂપમાં પલટા આપે છે, જૈન દન અનેકાંત દર્શન છે પણ તેની વ્યાખ્યા અવ્યવસ્થિત અને ફાવે તેમ કરવાની નથી. અનેકાંત શબ્દને પણ્ અર્થ સમજ્યા વિના તેવા જૈન દર્શનના પ્રધાન શબ્દના આશ્રય નીચે માત્ર ગમે તેવી પ્રવૃત્તિના બચાવ શેાધવા એ જ અપ્રમાણિકતાને નમુના છે. ૮. ખાટા બચાવ '' ધારાશાસ્ત્રીઓનો ધમશાસ્ત્ર અને ધાર્મિક ક્ષેત્ર વિષય ન હેાય એ સ્વભાવિક છે, છતાં તે ખાટા બચાવ ખાતર કહે છે કે ભાઈ પરમાનંદના ભાષણમાં જૈનધર્મના મૂળ સિદ્ધાંત સામે કાંઈ પણ કહેવામાં આવ્યું જણાતું નથી.” “એવું કાંઈ સ્ટેજ નહિ” એમ બેધડક કહેવાને બદલે “ જણાતું નથી. ” એ શબ્દો જ તેઓના બચાવ લુલે છે, એમ સાબિત કરે છે. જૈન સિદ્ધાંતા એટલે નવતત્ત્વ, સાત નય, સપ્તભંગી વિગેરે આગળ કરીને તેની વિરૂદ્ધ કાંઈ પણ ખેલેલ નથી એમ કહીને ભાઈ પરમાનદ્ના અચાવ કરે છે. પરંતુ, એ તત્ત્વાના પ્રતિપાદક, પ્રચારક અને તેમાંથી પ્રવૃત્તિ નિવૃત્તિને ઉપદેશ આપનાર ગુરૂતત્ત્વ અને તે સાથે જોડાએલ દેવ અને ધર્મતત્ત્વ એ જૈનધર્માંના મૂળતત્ત્વાનો તા સમૂળ ઉચ્છેદના તા ઉપદેશ તેણે આપ્યા જ છે. તે ઉપર સ્પષ્ટ કરવામાં આવ્યું છે. પછી કયું તત્ત્વ ટકે છે ? જો કે મૂળતત્ત્વા ઉપર પણ આડકતરા ધા કરેલી જ છે. શાસ્ત્રાજ્ઞાઓ માનવાની ના પાડી છે. અને વિજ્ઞાનની તરફેણ કરીને જૈનશાસ્ત્રના એ મૂળતત્ત્વો સામે પેાતાની અશ્રદ્ધા પ્રગટ કરી છે. વિજ્ઞાનની સ્તુતિમાં જૈન તત્ત્વજ્ઞાનની આડકતરી નિદા છે. એકની સ્તુતિમાં ખીજાની ગર્ભિત રીતે નિંદા કરી શકાય છે. એ ભાઈના આજના માત્ર ઉછરતા અને અપૂર્ણાં વિજ્ઞાન સાથે ત્રિકાળબાધિત જૈન તત્ત્વાની રીતસર ` તુલના કરી હાત તે। વિજ્ઞાનની સ્તુતિને મ્હાને જૈન તત્ત્વની નિંદા તરફ નજ દ્દારાત, પરંતુ એ તુલના સામાન્ય અભ્યાસથી આવી શક્તી નથી. સારાંશ કેસદિગ્ધ અને અપૂણૅ આજના વિજ્ઞાનની સ્તુતિ કરીને જૈન ધર્મના તત્ત્વજ્ઞાન તરફ પણુ કટાક્ષ કરવાનું તેણે છેડયું નથી. તેથી ધારાશાસ્ત્રીઓના નિવેદનમાં એ બચાવ લુલા અને પક્ષપાત બુદ્ધિમાંથી જન્મેલે છે, ૯ ખરી દિશા. દેશ કે પ્રજાના હિતને માટે તેના આરોગ્ય, ધાર્મિક, આર્થિક, નૈતિક જીવન · વિગેરે માટેની ઉપયાગી વિચારણા કરવા સામે કાઇને વાંધો નથી. તેવી વિચારણાને અવકાશ છે તેની ' Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 9 10 11 12 13 14 15 16 17 18 19 20