Book Title: Parmanandna Dharmocchedak Vicharo
Author(s): Prabhudas Bechardas Parekh
Publisher: Prabhudas Bechardas Parekh

View full book text
Previous | Next

Page 2
________________ ભાઈ પરમાનંદને પ્રશ્ન આજે વર્તમાનપત્રોનો એક જાતને ખરાક થઈ પડે છે અને તેથી તે પ્રશ્નને અંગે યોગ્ય વિચારણા કરનારું નિવેદન જાહેર જૈન જનતાની જાણ માટે બહાર પાડવાનો પ્રસંગે ઉપસ્થિત થતાં અમારા વિચારે નીચે પ્રમાણે બહાર પાડીએ છીએ. ૧, વાતાવરણમાં ક્ષેભ. જૈન મુનિ સંમેલન પછી લગભગ તદ્દન શાંત પડી ગયેલા વાતાવરણ પછી બીજી યુવક પરિષદના પ્રમુખ તરીકેના મી. પરમાનંદના ભાષણથી જૈન સંઘમાં ફરીથી અશાંતિનાં મોજાં ઉછળવા લાગ્યાં છે. એ ભાષણે લાખ જૈનેનાં હૃદય ઉપર આઘાત કરનારી ચેટ લગાવી છે અને ઘણું જ દિલ દુખાવ્યું છે, જેથી વાતાવરણ એકદમ આપોઆપ ખળભળી ઊઠયું છે. ભાષણ અને લખાણ અનેક તરેહના ઘણીવાર થયા જ કરતા હોય છે. પરંતુ નજીવી કે નાની નાની બાબતો તરફ જૈન સંઘ ધ્યાન ન આપતાં ઉપેક્ષા જ કરે છે. પરંતુ અસાધારણ સંજોગે ઉપસ્થિત થતાં તે તરફ શ્રી જૈન સંઘને ધ્યાન આપવું પડે, એ સ્વાભાવિક છે. ૨ શ્રી જૈન સંઘની શાંતિની ચાહના અને કર્તવ્ય. જૈન સંધમાં હરહંમેશ શાંતિ રહે અને દરેક જૈનો પછી તે સાધુ, સાધ્વી, શ્રાવક કે શ્રાવિકા ગમે તે હોય તે સઘળા પિતાની ધર્મ પ્રવૃત્તિ યથાશક્તિ શાંતિથી ચાલુ રાખી શકે, તેમના ધર્મ આચરણમાં વિક્ષેપ ન પડે, ધર્મ ઉપરથી તેમનું ચિત્ત વેળાય નહીં ધર્મમાં અશ્રદ્ધાળુ બને નહીં, તેને માટે શ્રી સંધ સદા જાગૃત રહે છે, અને શાંત વાતાવરણ રાખે જાય છે. શાંત વાતાવરણ એ ધર્મ આરાધનાનું એક મુખ્ય અંગ છે, તેથી તે હરભોગે જાળવે છે. અશાંતિનું લેશમાત્ર કારણ ઉભું તો થવા ન દેવું, પણ થતું હોય તો તેને દાબી દેવું, આ તેની પરાપૂર્વની ઇતિહાસ પ્રસિદ્ધ રીત છે. અલબત્ત શ્રી સંધને– ૧. જેમાં ધર્મ પ્રવૃત્તિ શાંતિપૂર્વક ચાલે છે કે નહિ ? ૨. જૈનેતર સમુદાય કે વ્યક્તિ તરફથી ધર્મ કે ધાર્મિક સ્થાનકને કાંઈ પણ આઘાત પહેચે છે કે નહિ ? ૩. જૈન સંઘની અંતર્ગત સમુદાય કે વ્યકિત તરફથી ધર્મને કાંઈ પણ આઘાત પહોંચે તેમ છે કે નહિ ? આ ત્રણ બાબતો તરફ ખાસ ધ્યાન આપવું પડે છે. જેમાં ધર્મ પ્રવૃત્તિઓ બરાબર ચાલે તેને માટે અનેક ઉત્તેજન આપનારી પ્રવૃત્તિઓ સંધ ચાલુ રાખે છે. બીજા પ્રકારના સંજોગોમાં સલાહ, સમાધાન, ધનવ્યય, સંધિ, કરાર, બુદ્ધિબળ, શ્રમ, વખતને ભેગ, સ્વાર્થ ભોગ વિગેરેથી કામ લઈ જેમ બને તેમ ધર્મના આઘાત નિવારે છે. દરેક જમાનામાં સંધ આ પ્રમાણે કરતે આવ્યો છે. તેમાં પણ જેમ બને તેમ સાદા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20