Book Title: Papni Saja Bhare Part 09
Author(s): Arunvijaymuni
Publisher: Dharmanath Po He Jainnagar Swe Mu Jain Sangh

View full book text
Previous | Next

Page 20
________________ ૩૩ પાણી બચાવતું નથી અને નાહકનું ઢળે છે. આખરે પ્રજન તે એક જ છે. કપડાં ધોવાનું. પરંતુ એક કપડું એક ડેલ પાણીથી પણ ધોઈ શકાય છે અને તે કપડું નળની નીચે પણ જોઈ શકાય છે....પણ એમાં પાણીને ઘણે અપવ્યય થાય છે. તેવી જ રીતે કેઈપણ વાત મર્યાદિત શબ્દોમાં શાંતિથી પણ કહી શકે છે અને કોધના આવેશમાં ખુલ્લા નળની જેમ શબ્દોના પ્રહારે વરસાદની જેમ વરસાવીને પણ કહી શકાય છે. તેમાં દશગણી શક્તિને નાશ થાય છે. જરૂરિયાતથી વધુ બલવું પડે છે. ક્રોધી પ્રાયઃ વિવેક ભૂલી જાય છે, માન ખાઈ બેસે છે જેમ-તેમ બેલે છે. કબરમાં દાટી દીધેલી વાતે પણ ઉખાડે છે. અગ્નિદાહમાં બળી ગયેલા મડદાની રાખમાંથી પણ શબ્દ શોધે છે. વિનય-વિવેકને ભૂલેલે ક્રોધી વિચાર શક્તિને પણ તોડી નાંખે છે. વગર વિચારે ઘણું બેલે છે. વધારે બોલવામાં ક્રમને ખ્યાલ નથી રહેતા અને પુન: રુકિત દોષ ક્રોધીના શબ્દોમાં વારંવાર જોવા મળે છે. એક જ વાત દસ-વીસ વાર બેલે તે પણ તેને સંતોષ થતો નથી. મા-બાપ સધીની ગાળે અને એવી ગંદી અશ્લીલ ગાળો બોલે છે કે બીજા સાંભળવાવાળા પણ તેની કિંમત કરી જાય છે. કોધી કર્મથી ચંડાળ બને છે વર્ણાશ્રમ વ્યવસ્થામાં તે કઈ બ્રાહ્મણ, કોઈ ક્ષત્રિય, કેઈ વૈશ્ય તો કોઈ શુદ્ર કહેવાય છે. અહીં તે શૂદ્ર એ જન્મજાત શદ્ર છે. આવા ચંડાળના ઘરે તેને જન્મ મળે છે. તેથી શું કરી શકે? માટે જન્મજાત શુદ્ર અથવા ચંડાળ તે સારા પરંતુ ” કોપી પણ સમાજમાં અસ્પૃશ્ય-શદ્ર ગણાય છે કેઈ તેની સાથે સંબંધ રાખવાનું પસંદ નથી કરતું એક તે પિતાની હલકી વર્ણ (જાતિ) અને હલકા કાર્યના કારણે ચંડાળ ગણાય છે, જ્યારે બીજો પિતાના હલ્કા શબ્દ પ્રયોગથી ચંડાળ ગણાય છે. ગંદી ગાળો ગંદા શબ્દોના કારણે ક્રોધી મનુષ્ય ચંડાળની ઉપમાને પામે છે. ચંડાળ શબ્દથી સંબોધન પણ કરાય છે. ચંડ શબ્દને તીવ્ર ક્રોધના રૂપમાં પ્રયોગ કરાય છે અને કયારેક-કયારેક g? ઉપસર્ગને વધારે જોડીને “ઘર” શબ્દ બનાવાય છે જેવી રીતે પ્રચંડ આગ લાગી છે.” પ્રચંડ શબ્દને અર્થ ભયંકર પણ થાય છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42