________________
૪૧૦
છે. તેના નાશને માટે–એક વર્ષને અંતે સાંવત્સરિક પ્રતિકમણું રાખ્યું છે. સંવત્સર–અર્થાત વર્ષ. વર્ષના અંતે સાંવત્સરિક પ્રતિક્રમણ કરીને પરસ્પર ક્ષમાપના (મિચ્છામિ દુક્કડ) આપીને આ કષાયને અંત લાવી શકાય છે, પૂર્ણાહૂતિ થાય છે અને જે વર્ષને અંતે પણ ક્ષમાપના ના કરે તે આ કષાય તિર્યંચ એટલે પશુ-પક્ષીની ગતિમાં લઈ જાય છે. આ ક્રોધ દેશવિરતિ શ્રાવકપણુ આવવા દેતા નથી. તેને આવતા રોકે છે. આ ક્રોધને જમીનમાં પડેલી તડની ઉપમા આપવામાં આવી છે. હળ ચલાવવાથી જમીન જે ફાટી જાય છે. તે કયારે એક થાય? વર્ષમાં એકવાર જ્યારે વરસાદ આવશે ત્યારે પાણીથી એક થઈ જશે. અર્થાત્ આ કષાય વર્ષમાં એકવાર તે શાંત થઈ જ જાય છે...
(૩) પ્રત્યાખ્યાનીય
ચાર મહિના સુધી રહેવાના સ્વભાવવાળે ક્રોધ કષાય પ્રત્યાખ્યાનીય કહેવાય છે. જેવી રીતે છોકરાઓ સમુદ્રના કિનારે અથવા કયાંક સ્તીમાં આંગળીથી રેખા પાડીને કંઈક ચિત્ર વગેરે બનાવીને રમે છે. તે રેખા પછી ભલેને ગમે તેટલી ઊંડી કેમ ન હોય? તે પણ સમુદ્રની એક લહેર આવતાં જ તે પૂરાઈ જાય છે. પવનનું એક જ ઝાપટું રેખાને મીટાવી દેશે. ધૂળની ભેદ રેખા પૂરાઈ જશે તે જ આ ક્રોધ છે. આ ચાર મહિનાના સમયની મર્યાદાવાળે છે. તેને નાશ કરવા માટે ચોમાસી (ચાતુર્માસિક) પ્રતિક્રમણની વ્યવસ્થા છે. અને જે તે પણ ન કરીએ તે આ કોધ અપ્રત્યાખ્યાનીયમાં ફેરવાઈ જાય છે. અહીં સુધી મનુષ્ય ગતિ સુલભ છે. આ કષાય ચારિત્ર ગુણને ઘાત કરે છે. સર્વવિરતિ–સાધુપણાને પ્રાપ્ત નથી કરવા દેતે તેને રોકે છે. આત્મા છઠ્ઠા ગુણાસ્થાનકે નથી જઈ શકતે. (૪) સંજવલન કોધ કષાય
સૌથી ઓછા સમયની મર્યાદાવાળે આ છેલ્લો ચોથે ભેદ છે. આ કષાયની ઉત્કૃષ્ટ સમય મર્યાદા માત્ર પંદર દિવસની છે અને ઓછામાં ઓછી ક્ષણ માત્રની છે. જેવી રીતે કઈ માણસ લાકડીથી પાણીમાં રેખા પાડે છે. એવું ચિત્ર બનાવીએ તે તે કેવી રીતે બને? એક બાજુથી રેખા પાડતા જાવ અને બીજી બાજુથી પાણી ફરી મળતું જ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org