________________
૩૯૧
કેટલાંક સમય પછી બાળકના મનની તે કષાયની ફિલમ–ફરશે– પ્રોજેકટર મળશે તો એમાં ફરશે અને જેવું દ્રશ્ય જોયું હતું તેવું દ્રશ્ય ઊભું કરશે. આથી અમે ઈચ્છીએ કે બાળક પર સારા સંસ્કાર પાડવા માટે તેને આપણું ક્રોધાદિ કષાયોના સ્વભાવથી દૂર રાખીએ તે પરિણામ સારું આવે. અમારી છાપ, અમારા શબ્દોની છાપ, અમારા ક્રોધાદિ કષાયની છાપ બાળક ઉપર ન પડે. તેનું ખાસ ધ્યાન રાખવું જોઈએ.
કેધ કષાયનું સ્વરૂપ
ક્રોધથી કે અપરિચિત છે? આ બધાના અનુભવની વસ્તુ છે. અમે બધા સારી રીતે ક્રોધના સ્વરૂપને જાણીએ છીએ. ક્રોધ જ્યારે પણ આવે છે ત્યારે અમને તેની ખબર પડે છે. ક્રોધ કયારેય ઊંઘમાં નથી આવતું, બેશુદ્ધ અવસ્થામાં નથી આવતે અમારી જાગૃતિમાં જ આવે છે. એટલું જ નહીં, અમે બોલાવીએ તે જ આવે છે, વગર આમંત્રણે નથી આવતે. ક્રોધ જ્યારે આવે છે ત્યારે પણ ખબર હોય છે અને આવ્યા પછી પણ ખ્યાલ હોય છે કે આ ક્રોધરૂપી ચાર ઘરમાં ઘુસી ગયા છે. આંખ લાલ થવા માંડે છે, હોઠ કંપવા લાગે છે, પગ ધ્રુજે છે, શરીર. ગરમ થઈ જાય છે અને લેહી પણ ગરમ થવા લાગે છે. શરીર પોતાનું સમતલપણું કયારેક-ક્યારેક ગુમાવી બેસે છે. અવાજ મોટો થઈ જાય છે અને ગરમી પણ આવી જાય છે. સામાન્યથી આપણે જે પ્રકારના અવાજમાં બેલતા હતા તેની અપેક્ષાએ વધારે ઉંચા અવાજે બોલવા લાગીએ છીએ. શબ્દોનું સમતોલન પણ લથડીયા ખાય છે, શબ્દો પર અંકુશ નથી રહેતું. કંઈક બેલિવું હોય છે અને કંઈક બેલાઈ જાય છે. આવેગ અને આવેશ અને શબ્દોમાં ગતિ વધારે છે. પ્રાયઃ અપશબ્દોની વિપુલતા રહે છે. ધનુષ્યની ત્રિજ્યા પરથી છૂટેલા તીરની જેમ મુખમાંથી જીભની ત્રીજ્યા પરથી શબ્દને વરસાદ તીવ્રતાની સાથે શરૂ થઈ જાય છે. શબ્દ જ શસ્ત્રનું કામ કરે છે. ક્રોધની અવસ્થામાં બધું કામ શબ્દ જ કરે છે. ગાળેની માત્રા વધી જાય છે. તીર-બંદૂક અથવા ભાલા ફેંકવામાં તે પહેલા નિશાન તાકવું પડે છે પરંતુ શબ્દને ફેંકવામાં નિશાન નથી તાકવું પડતું. તીર–બંદૂકનું
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org