________________
૩૯૮
ચારિત્ર (દીક્ષા) લઈને વર્ષો સુધી તેનું પાલન કરીને, વર્ષોના ચારિત્ર પર્યાયને ભેગો કરીએ, એ રીતે કરતા રહીએ તે એક કોડપૂર્વ વર્ષને ચારિત્ર પર્યાય કેટલા જન્મમાં ભેગે થાય? વિચાર! થડે હિસાબ કરે ! જેમ કે દા. ત. આજે અમારૂં ૮૦-૧૦૦ વર્ષનું આયુષ્ય હોય અને તેમાં વીસ વર્ષની આસપાસમાં દીક્ષા લઈએ તે લગભગ ૬૦ અથવા ૮૦ વર્ષનો ચારિત્ર પર્યાય ભેગે થાય. આ રીતે પછી બીજા જન્મમાં, પછી ત્રીજા જન્મમાં, એ રીતે કેટલા જન્મમાં દીક્ષા લઈએ તે એક કોડ પૂર્વનું ચારિત્ર ભેગું થાય? જેમ કે તમે એક વર્ષમાં એક લાખ રૂપિયા કમાયા, બીજા વર્ષે બીજા એક લાખ રૂપિયા કમાયા, એ રીતે તમે સો વર્ષ સુધી કમાતા જ રહે તે એક કરોડ રૂપિયા કમાઈ શકશે. પરંતુ વિચારો આ એક કરોડ રૂપિયા કમાતા સે વર્ષ થયાં. જિંદગી સુધીની મહેનત, લેહીને પરસેવો અને કેટલી મહેનત? આટલું બધું કર્યા પછી જે તમારા ઘરમાં ચોરી થઈ ગઈ, ડાકુઓએ લૂંટ ચલાવી તે એક મિનિટમાં, એક કલાકમાં એક કરોડ રૂપિયા જઈ પણ શકે છે. તમારી પાસેથી જતા રહે છે બરાબર એવી રીતે જ જોઈએ કે એક કોડ પૂર્વને ચારિત્ર પર્યાય અનેક જન્મ માં ભેગો કર્યો હોય અને તેટલે કિંમતિ ચારિત્ર પર્યાય એક ક્ષણના ક્રોધથી નાશ પામે છે. ક્રોધરૂપી ચેર જે આત્માના ઘરમાં ઘૂસીને આત્મગુણેની ચેિરી કરે તે એક ક્ષણમાં દાંડીયા ડૂલ કરી દે, બધું પાણી ફેરવી દે. જેવી રીતે એક દિવસના તાવથી ૬ મહિનાની શારીરિક શક્તિ ખલાસ થઈ જાય છે તેવી રીતે આ પરિસ્થિતિ બને છે. કષાય કેટલા પ્રબલ છે? આ ક્રોધ કષાય કેટલે સશક્ત શક્તિમાન છે? હવે જે તે કષાયને નહીં જીતીએ, જીવનમાંથી નહીં કાઢીએ તે એ કેટલું નુકશાન કરશે ? એની કઈ કલ્પના જ નથી. કેટલો ભવ સંસાર બગાડી દેશે? અનેક શાસ્ત્રકાર મહાપુરૂ ક્રોધના નુકશાનના વિષયમાં પિતાની કલમ કેવી રીતે ચલાવે છે તેના થોડા નમૂના જોઈએ. ક્રોધના કારણે કેટલું નુકશાન થાય છે ? ક્રોધ શું કરે છે?
क्रोधः परितापकरः सर्वस्योगकारकः क्रोधः ।
वैरानुषङ्ग जनकः क्रोधः क्रोधः, सुगतिहन्ता ॥ પરિતાપ-સંતાપ-પીડા, દુખ, આગની જેમ બળવું.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org