________________
४०७
તમારા મગજ ઉપ૨ કામુકતા અને તામસિપણાની પકડ જમાવી દીધી છે. તેના પરિણામ સ્વરૂપ ઉપરથી દેખા તે એ વધારી દીધો છે કે જાણે આજને રાજા આ જ છે! પરંતુ ભભકાદાર કપડાં અને કૃત્રિમ સૌંદર્યના સાધને વગેરેથી શું મનુષ્યમાં સમતા વગેરે ગુણે થોડા આવશે? ભૂતકાળને જ તે જમાને વ્યતીત થઈ ગયો કે જ્યારે ગુણેને પ્રધાનતા આપવામાં આવતી હતી, ગુણેજ જેવાતા હતા અને આજે ગુણે નથી જોવાતા પરંતુ ચામડાનું રૂપ, પૈસા, ભભક અને ઠાઠમાઠ જોવાય છે. બધું જ પૈસાની માપદંડ માપવામાં આવે છે. આથી આજના આ સમયમાં ભલે તમે કહે કે મનુષ્ય ઘણે સુખી બન્યો છે, પૈસા ઘણા વધી ગયા છે, વિજ્ઞાનયુગની સાધન-સામગ્રીઓ ઘણી વધી છે, સુખના સાધને આજે ઘણા વધ્યા છે. પરંતુ માફ કરજો! બધુ વધવા છતાં પણ હું કહું છું કે...સહનશીલતાનું પ્રમાણ ઘટી ગયું છે. ગુણનું પ્રમાણ ઘટયું છે, સાત્વિકતા તે પૂર્ણતાને કિનારે પહોંચી ગઈ છે. ક્ષમા, નમ્રતા, સરળતા વગેરે ભાવ ઓછા થઈ ગયા છે. પાપભીરતા ધર્મશ્રદ્ધાનું ધોરણ ઘણું નીચે આવી ગયું છે. અપરાધ વધતા ગયા છે, તામસિપણુ વધી ગયું છે. આ રીતે અનેક દૂષણે વધ્યાં છે. કે સમય આવ્યું છે? કે આજે સામાન્ય વાતમાં લોકે ખૂન કરી નાંખે છે. દસ પૈસા માટે ખૂન! બે શબ્દો સહન ન થયા કે આત્મહત્યા! આ રીતે ચારેબાજુથી વિચાર કરવા છતાં પણ આ જમાનામાં ગુણેની અપેક્ષાએ દ જ વધારે દેખાય છે. આજે ક્રોધાદિ કષા પણ લેકમાં વધારે જોવા મળે છે. સમતા-ક્ષમા તે નામ માત્ર જ રહી છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org