Book Title: Papni Saja Bhare Part 09
Author(s): Arunvijaymuni
Publisher: Dharmanath Po He Jainnagar Swe Mu Jain Sangh

View full book text
Previous | Next

Page 32
________________ ૪૦૫ પડે છે. તે પછી શા માટે આજે જ ન અપનાવીએ? કીચડમાં પગ ખરાબ કર્યા પછી પગ ધાવા તેની અપેક્ષાએ તે પહેલેથી જ પગ, ઈએ તે છેડા પાણીથી જ કામ થઈ જાય. આમ કરવાથી પગ દેવામાં થોડો સમય જાય છે જ્યારે કાદવમાં બગાડયા પછી છેવાથી તે વધારે તકલીફ પડે છે. ક્રોધી નિર્દય-ક્રૂર બનતું જાય છે - જેવી રીતે એક વ્યસની મનુષ્ય એક દિવસ દારૂ પીએ છે અને પછી દરરોજ થોડે થોડે પીવાથી ટેવ પડી જાય છે તેવી રીતે ક્રોધાદિ કષાય પણ વારંવાર કરવાથી ટેવ પડી જાય છે. પછી મનુષ્ય ક્રોધને વ્યસની બની જાય છે. સ્વાભાવમાં એવું ચીડિયાપણુ આવી જાય છે – કે સીધી-સાદી વાત પણ કોધની અદાથી કરે છે. સામાન્ય વાત પણ ક્રોધના ચહેરાથી કરે છે. કેમ કે માનસિક વૃર્તિમાં તામસિપણનું પ્રમાણ ઘણું વધારે હોય છે. તે અત્યંત તેજ મરચા, કડક ચા અને અત્યંત જલદ ઉષ્ણ પદાર્થોનું જ સેવન કરતે હોય છે. એનાથી પણ તેની માનસિક વૃત્તિ તામસિ બની જાય છે, એના શબ્દોમાં વેધક્તા આવે છે. તલવાર જેવી ધારદાર ભાષા બોલવા લાગે છે જે સાંભળતાં જ સાંભળવાવાળાના કલેજાના ટુકડા થઈ જાય, જેવી રીતે વારંવાર દારૂ પીનાર શરબી નશામાં જ રહે છે, નશામાં જ બેસે છે. અને ચાલે તે પણ લથડીયા ખાતે–ખાતે નશામાં જ ચાલે છે. તેવી રીતે તીવ્ર કોધીક્રોધના આવેશમાં જ લાંબા સમય સુધી રહે છે. જે કે કોધ કરતાં બંધ પણ થઈ ગયા હોઈએ—જેના પર ક્રોધ કરતા હતા તે મનુષ્ય પણ જતો રહ્યો છે તે પણ મન વિચારના પ્રવાહમાં ફોધની માત્રાને વધારતે જ રહે છે. જ્યારે આવી અવસ્થામાં ક્રોધની વેશ્યા અત્યંત કુર બની જાય છે ત્યારે તે દૂર કૃણ લેશ્યા મરવું–મારવું ના વિચાર પર પહોંચી જાય છે. ક્રોધની અંધદશામાં કંઈપણ ખબર પડતી નથી. વિચાર શક્તિ અને બુદ્ધિ, તથા વિવેકશક્તિ કુંઠીત થઈ જાય છે. તેના પરિણામસ્વરૂપ હાથમાં જે કંઈ શસ્ત્ર વગેરે આવે તેનાથી પ્રહાર કરીને, આક્રમણ કરીને સામે રહેલાને મારી પણ નાખે છે, ખૂન કરી નાંખે છે. આ ક્રોધની અંતિમ અવસ્થા છે. દારૂડીયાને નશે ઉતર્યા પછી તેને કંઈક સારા-ખરાબને વિચાર આવે છે. તેવી રીતે કોધીને Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42