Book Title: Papni Saja Bhare Part 09
Author(s): Arunvijaymuni
Publisher: Dharmanath Po He Jainnagar Swe Mu Jain Sangh

View full book text
Previous | Next

Page 31
________________ ४०४ -માસક્ષમણની તપશ્ચર્યા કરતા હતા. પરંતુ સાથે કષાયની માત્રા પણ ઘણી હતી. આ કુરગડુ મુનિ હંમેશા ગોચરીએ જતા હતા અને આવીને તપસ્વી મુનિઓને બતાવતા હતા. આહાર જતાં જ તપસ્વી મુનિઓને ઘણે ગુસ્સો આવતું હતું અને ધમકાવતા હતા–અરે! રોજ...રોજ શું ખા ...ખા ...કરો છો ? અનાજના કીડા! ખાવામાં જ રહી જશે આટલા શબ્દો સાંભળવા છતાં પણ ખૂબ સમતાપૂર્વક રહેતા કુરગડુ મુનિ કઠેર તપસ્વી મુનિઓને વંદના કરતાં અનુમોદના કરતા હતાં. અને પિતામાં તપનું સાસ્થય ન હોવાના કારણે પશ્ચાતાપ સાથે બેર– બાર જેટલાં આંસુ પાડતાં હતાં. એકવાર તે તેઓ તપસ્વી મુનિઓને ગોચરી (આહાર-પાણી) બતાવવા ગયા– તે તેઓને એટલે કોલ આવ્યો કે તેઓ તેના પાત્રમાં ઘૂંકયા તે પણ સમતાના સાધક મુનિ તે આહારને લઈને અંદર એકાંતમાં ગયા અને આત્માને સમજાવતા વાપરવા બેઠા. હે જીવ! તું આજે ધન્ય બની ગયે છે. કૃતાર્થ-કૃતપુણ્ય બની ગયેલ છે. તપસ્વી મુનિઓની લબ્ધિ તને આજે પ્રાપ્ત થઈ ગઈ છે. હે પ્રભુ! મારે પણ તપને અંતરાય કર્મ તૂટે આ ભાવનાથી તપસ્વી મુનિઓને થૂકેલે. કફને પહેલ કેળીયે મોઢામાં મૂક્યો કે ક્ષપકશ્રેણીમાં પશ્ચાતાપની ધારામાં ચડેલા કુરગડુ મુનિએ ઘાતી કર્મોનો ક્ષય કર્યો... અને અનંત કેવલજ્ઞાન પ્રગટ થયું. સર્વજ્ઞ કેવલી બન્યા. દેવ- દેવીઓ આવ્યા આવા સમયે દેવ-દેવીઓને અંદર કુરગડુ મુનિ પાસે જતાં જોઈને આશ્ચર્ય થયું ! આક્રોશ પણ થયે, અરે ! માસક્ષમણના તપસ્વી તો અમે છીએ અને આ દેવ-દેવીઓ તે જ ખાવાવાળાની પાસે કેમ જાય છે? અંતે દેવ-દેવીઓએ કહ્યું-કેવલી મહારાજની આશાતના ન કરે ! સમતા રાખે છે. આ શબ્દોએ માસક્ષમણના તપસ્વીઓના આત્માને જાગૃત કરી દીધું અને તે તપસ્વી મુનિઓ કેવલી મુનિ પાસે ક્ષમા માંગવા લાગ્યા પોતે કરેલા ક્રોધના અપરાધને ખમાવવા લાગ્યા. તેઓ પણ પશ્ચાતાપની ધારામાં ચઢયા અને અંતે તેઓને પણ કેવલજ્ઞાન પ્રાપ્ત થયું કેવલી બન્યા. છેવટે ક્ષમા-સમતા વગર તે આત્માના ઉદ્ધારને કેાઈ વિકલ્પ જ નથી. તે જ દિશા પકડવી પડે છે ઘણા સમય પછી જીવન બગાડીને પણ છેવટે ક્ષમા સમતાને અપનાવવા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42