________________
૩૯૬
ગુરૂજી ! આપ મારા ખભા પર બેસી જાઓ અને હું જલ્દી-જલદી ચાલીશ, આ રીતે અહીંથી દૂર નીકળી જઈશું તે સારું પડશે. તેમ જ થયું. ગુરૂ-શિષ્ય ચાલ્યા જતા હતા, રાત પડી ગઈ હતી. બરાબર ન દેખાવાના કારણે પગ આમ–તેમ વાંકાચૂંકા પડતા હતા. કયારેક નાના-મેટા ખાડામાં પણ પડી જતું હતું. તેના ફળસ્વરૂપ ખભા પર બેઠેલા ગુરૂ મહારાજ પણ થોડા આમ-તેમ ખસી જતા હતા તેમને આંચકે આવતું હતું. સ્વભાવથી જ અત્યન્ત કોપી એવાં ગુરૂજી આવા સમયે શિષ્યના માથા પર ડંડા મારતા હતા. તે પણ શિષ્ય વિચાર્યું – કંઈ નહીં, બરાબર છે. આખરે છે તે ગુરૂ જ એક બાજુ તે તાજે લેચ કરેલે હતા અને તેના પર ગુરૂજીએ ડંડાને માર માર્યો.બે... ચાર ઇંડા ખાવાથી લેહી નીકળવા લાગ્યું. ગુરૂજી ખભા પર બેઠા હતા, લેહીની ધારા વહેવા લાગી તો પણ ગુરૂજી ડંડા મારતા રહ્યા. એયસીધો ચાલ, દેખતો નથી? આટલા કોની સામે પણ શિષ્ય ઘણી સમતાની સાથે આત્માને સમજાવતે ગયો અને મને મંથન કરતો ચિંતનની ધારામાં ચડ. કર્મોની નિર્જરા અદ્ભૂત થવા લાગી.
ડીવારમાં જ હેર ફાટવાના ઉષાકાળની પહેલાં શુભ અધ્યવસાયની ધારામાં શિષ્યને કેવલજ્ઞાન પ્રગટ થયું. હવે તે કઈ સવાલ જ નથી. જ્ઞાનચક્ષુ પ્રગટ થઈ ગયા હતા. તેથી અંધારામાં આંખો બંધ કરીને ચાલે તે પણ બધું સ્પષ્ટ દેખાવા લાગ્યું. સારી રીતે ચાલવા લાગ્યો. ગુરૂજીએ કહ્યું- કેમ? ડંડા પડયા એટલે સીધે ચાલવા લાગ્યો. હવે કે સીધું ચાલે છે? શિષ્ય ગુરૂજી! હવે તે બધું દેખાય છે. ગુરૂજી કહે અરે? અત્યારે તે રાત છે ને કેવી રીતે બધું દેખાય છે? શિષ્ય કહ્યું–ગુરૂજી! આપની કૃપાથી હવે તે આંખ બંધ કરું છું તે પણ દેખાય છે, અને ખુલ્લી રાખું તે પણ દેખાય છે. રાત્રિમાં, અંધારામાં પ્રકાશમાં બધું સ્પષ્ટ દેખાય છે. આ શબ્દો સાંભળીને ગુરૂજીને આશ્ચર્ય થયું. અરે!... ગજબ થઈ ગયો. અરે! ઊભું રહે...ઊભું રહે. આંખ બંધ રાખે તો પણ અંધારામાં દેખાય છે તે શું તને જ્ઞાન થયું છે? શું તું જ્ઞાનથી જોવે છે કે આંખેથી ? શિષ્ય કહ્યું–ગુરૂજી! જ્ઞાનથી જોઉં છું. અરે! તે કેવું જ્ઞાન થયું છે? પ્રતિપાતી કે અપ્ર. તિપાતી ? શિષ્ય કહ્યું-ગુરૂજી! આપની કૃપાથી અપ્રતિપાતી અરેરે! ઊભો રહે ઊભું રહે. મને નીચે ઉતરવા દે, અને આચાર્યશ્રી નીચે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org