Book Title: Papni Saja Bhare Part 09
Author(s): Arunvijaymuni
Publisher: Dharmanath Po He Jainnagar Swe Mu Jain Sangh

View full book text
Previous | Next

Page 22
________________ ૩૯૫ થયે. તે તેની માત્રા વધતાં ત્રિલોકનાથ પ્રભુ અરિહંત પરમાત્મા પ્રત્યે થશે. બીજ રૂપે રહેલે ક્રોધ વધીને વડલે થઈ ગયે. ક્ષેત્રમાં પણ સૌ પ્રથમ ઉપાશ્રયનું ક્ષેત્ર હતું ત્યાંથી વધીને સમસ્ત જંગલના ક્ષેત્રમાં ક્રોધ થવા લાગે છે. અનાચિત ક્રોધ કાળ અને ભાવની સીમાને પણ વધારો જાય છે. માટે જ નૌકાના એક નાના કાણાની જેમ કોઇના સૂફમ પર્યાથી પણ સાધકે સાવધાન રહેવું જરૂરી છે. ચણરૂદ્રાચાર્ય–આચાર્ય મહારાજનો ક્રોધ ચણ્ડરૂદ્રાચાર્ય એ આચાર્ય મહારાજનું નામ છે. આ નામના પ્રસિદ્ધ આચાર્ય થઈ ગયા. પરંતુ ભયંકર પ્રચંડ કોધના સ્વભાવના કારણે બધા શિષ્ય પણ ભાગી ગયા. તે એકલા રહેવા લાગ્યા. વિચરવા લાગ્યા. એકવાર ગામની બહાર વૃક્ષની નીચે બેઠા હતાં. ત્યારે જાન પસાર થઈ રહી છે. એક વરરાજા મિત્રો સાથે ત્યાં આવ્યા આચાર્યશ્રીની પાસે આવીને મજાક કરતાં બેલ્યાં મહારાજ ! આને દીક્ષા લેવી છે. દીક્ષા આપે. આચાર્યશ્રીએ નજીકમાં ઘૂંકવાના માટે પડે રાખને વાટકે લીધે. વરરાજાના વાળ પકડીને ખેંચી લીધા છેકરાઓ બૂમ પાડતા રહ્યા અને મહારાજે તે વાળ ખેંચીને લોચ કરી નાંખ્યો. માથું મૂડી નાંખ્યું હવે શું કરે? બીજા બધા છોકરાઓ તે ભાગી ગયા તેને મહરાજના કપડા પહેરાવ્યા, સાધુ બનાવ્યા ગુસ્સામાં જ આ કામ કર્યું હતું. શિષ્ય ઘણે સમજદાર હતા. તે પરિસ્થિતિને સારી રીતે સમજી ગ. સરલ શાંત સ્વભાવી શિષ્યને આચાર્યશ્રીની દયા આવી. કયાંક એવું ન બની જાય કે જાનૈયાઓ બધા દોડી આવે અને મહારાજને માર પીટ કરી દે. આથી નવ દીક્ષિત શિષ્ય કહ્યું. ગુરૂજી! હવે તો જદી વિહાર કરીને અહીંથી ભાગવું પડશે. ગુરૂએ કહ્યું–અરે ભાઈ! હું તે વૃદ્ધ છું, ઓછું દેખાય છે, સાંજ પડી ગઈ છે અને રાત પડી જશે પછી તે મને બિલકુલ જ નહીં દેખાય કેવી રીતે વિહાર કરૂં? શિષ્ય કહ્યું– ગુરૂજી! હવે જે અપવાદનું પણ સેવન કરીને વિહાર નહીં કરીએ તે શાસનની નિંદા થશે, હીલના થશે. અને જાનૈયાઓ બધા અહીં આવી જશે તે અનર્થ થઈ જશે. ગુરૂજીએ કહ્યું-સારું, ભાઈ! હવે તું જ બતાવ કે શું કરીએ? નવદીક્ષિત શિષ્ય કહ્યું– Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42