Book Title: Papni Saja Bhare Part 09
Author(s): Arunvijaymuni
Publisher: Dharmanath Po He Jainnagar Swe Mu Jain Sangh

View full book text
Previous | Next

Page 28
________________ ૪૦૧ થઈ જાય છે. આ ક્રોધ અગ્નિ કરતાં પણ વધારે પ્રજવલનશીલ છે. અગ્નિ કરતાં પણ તેની સંહાર શક્તિ વધુ તીવ્ર છે. અતિશય પુણ્યના સંચયથી એકઠું કરેલું સમતારૂપી પાણી ક્રોધરૂપી વિષના એક ખૂંદના સ્પર્શ માત્રથી પીવા ચગ્ય નથી. રહેતું. જેવી રીતે રસોડામાં ધૂમાડો ચારે બાજુ ફેલાઈને ઘરના રંગને કાળે કરી. નાંખે છે તેવી રીતે ક્રોધરૂપી અગ્નિને ધૂમાડે પણ સજનના સેંકડો ગુણો પર કાળો કૂચડે ફેરવી દે છે. અર્થાત્ અનેક ગુણો હોવા છતાં ક્રોધ કરવાને એક નાનકડો દુર્ગણ પણ સેંકડો ગુણોને ઢાંકીને કૂચડે. ફેરવી દે છે. કેટલીકવાર અનેક ગુણ સંપન્ન સારા-સારા સજજને, સદ્દભાગી પણ ચેડા ક્રોધી સ્વભાવના કારણે યશ પ્રાપ્ત કરી શકતા નથી ને કરીમાંથી છૂટા કરાય છે, ભાગીદારી તૂટી જાય છે અને એટલી હદ સુધી કે ચારિત્ર જેવું કિંમતિ રત્ન પણ હાથમાંથી ચાલ્યું જાય છે. ક્રોધ કેટલીક વખત ઉચ્ચ સાધકને વૈરાગ્યને પણ હાસ કરીને સંસારમાં ચતનાભિમુખ બનાવે છે. કાર્યસિદ્ધિ હાથવેંતમાં હોવા છતાં પણ ક્ષણિક ક્રોધ તેને હડસેલીને સાધકને સિદ્ધિથી વિમુખ બનાવે છે. સિદ્ધિ હાથકાળી આપીને છટકી જાય છે. લક્ષમી તમાચો મારીને નાસી જાય છે. આ રીતે સેંકડો દેષ ક્રોધના છે. ક્રોધથી તપ પણ નાશ પામે છે : हरत्येकदिनेनैव, तेज : पाण्मासिकं ज्वर : : । क्रोध : पुन : क्षणेनापि, पूर्व कोयार्जितं तपः ॥ એક દિવસને તાવ તે છ મહિનાની બધી શક્તિને નાશ કરી નાખે છે. પરંતુ કોઇ તે તેના કરતાં પણ વધારે ઉગ્ર નુકશાન કરી શકે છે. ક્રોધથી પૂર્વ કોડ વર્ષનું કરાયેલું તપ પણ નિષ્ફળ થઈ જાય છે. તપશ્ચર્યા કરવી કઈ સહેલી વાત નથી. અસહ્ય સુધાને સહન કરવી કઈ રમત નથી ! આવી દુક્કર અસહ્ય વાત પણ તપસ્વી જીવનમાં આચરી શકે છે. પરંતુ અફસોસની વાત તો એ છે કે આટલી સુધાને સહન કરવાવાળો તપસ્વી પણ કોઈના બે શબ્દ સહન કરી શકતો નથી, અને કેઈના પ્રતિકૂળ શબ્દો સાંભળતાં જ બાજી બગડી જાય છે, અને સમરત તપશ્ચય પર પાણી ફરી વળે છે. એટલું જ નહીં, પરંતુ તપસ્વી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42