________________
નિશાન જે બરાબર ન લાગે તે પ્રહાર ખાલી જશે. પરંતુ શબ્દના પ્રહારો ખાલી નહીં જાય. કોઈપણ જાતના નિશાન વગર જ તે બીજાના કાળજાના બે ટુકડા કરીને આરપાર નીકળી જાય છે. શાસ્ત્રને જખમ (ઘા), ગોલીને જન્મ તે કયારેક કયારેક શઆ ક્રિયા દ્વારા સારે પણ થઈ જાય છે, પરંતુ શબ્દરૂપી ઘા કેટ-કેટલાં વર્ષો સુધી દુઃખી કરે છે, સતાવે છે પીડા પહોંચાડે છે. આવા મર્મસ્પશી શબ્દોને ઘા લાંબા કાળ સુધી પણ રૂઝાતું નથી. કયારેક-કયારેક વર્ષો સુધી તો કયારેકકયારેક જન્મોજન્મ સુધી સતાવે છે. માનસિક સ્વસ્થતા નાશ પામે છે. માનસિક ખેંચાણ ઘણા પ્રમાણમાં વધે છે. આવા તીવ્ર ક્રોધમાં બ્લડપ્રેશર ઘણું વધી જાય છે. મગજની નસોમાં ખેંચાણું થતું હોય એવું દેખાય છે. કેઈવાર લેહીનું દબાણ વધી જાય છે, પરિભ્રમણ વધી જાય છે. કેઈવાર પોતાની શારીરિક શક્તિથી અધિક જ્યારે ક્રોધ વધી જાય છે ત્યારે આવી અવસ્થામાં માથાની નસ પણ તૂટી જાય છે. બ્રેઈન હેમરેજ થઈ જાય છે, કયારેક અસ્વસ્થ અને અશક્ત મનુષ્ય ઘા -પ્રહાર કરવા તરફ નમી જાય છે. જે હાથમાં આવે તેને ઊઠાવીને ફેકે છે. તે સમયે વસ્તુ-સાધન કંઈપણ હોય, ચંપલ, ઈટ, પથ્થર અથવા લાકડી જે હાથમાં આવે તેનાથી તે ઘા કરે છે. વળી કઈ તો ખુરશી અને ટેબલ ઊઠાવીને ફેંકે છે. આવી સ્થિતિમાં મનુષ્ય પોતાની જાતને સંભાળી શકતો નથી. આવેશ ખૂબ ખરાબ હોય છે. પોતાની શારીરિક શક્તિ ન હોવા છતાં પણ ખબર નથી પડતી કે કોધના સમયે આટલી બધી શક્તિ કયાંથી આવી જાય છે? ક્રોધમાં પણ શારીરિક શક્તિ દશગણી વધારે વપરાય છે અને વીસગણું વધારે માનસિક સ્થિતિ નાશ પામે છે. ક્રોધ કરનારની દશા ખરાબ થઈ જાય છે, કલાક બે-ચાર કલાક પછી ક્રોધ જ્યારે શાંત થાય છે ત્યારે ક્રોધ કરનાર બિચારો બે-ચાર માઈલ ઝડપથી દોડીને થાકી ગયેલા મનુષ્યની જેમ થાકી ને લેથ થઈ જાય છે. થાકને અનુભવ કરતો, મડદાની જેમ પડયા રહેવાનું પસંદ કરે છે. છેવટે ક્રોધમાં પણ ઘણી બધી શક્તિ ખર્ચાઈ જાય છે. જેવી રીતે એક ડોલમાં રહેલા પરિમિત પાણીમાંથી એક-એક વાસથી કેઈ કપડા ધોઈને પાણી બચાવે છે, અને આજે એક નળની નીચે...ઘણા પાણીના પ્રવાહમાં કપડાં ધુવે છે. તે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org