Book Title: Papni Saja Bhare Part 05 Author(s): Arunvijaymuni Publisher: Dharmanath Po He Jainnagar Swe Mu Jain Sangh View full book textPage 2
________________ પ્રવચન-૫ અસત્યનું સ્વરૂપ અને ફળ निच्च कालऽषम-तण', मुसावाय विवजण । भासियव्व हिय सच्च, निच्चाऽऽउत्तेण दुक्करं ॥ પ. પૂ. પરમ વંદનીય પરમપિતા પરમાત્મા ચરમ તીર્થકર શ્રમણ ભગવાન શ્રી મહાવીર સ્વામીના ચરણારવિંદમાં નમસ્કાર પૂર્વ કે. - નિરંતર અપ્રમત્ત બનીને સદા સાવધાન રહીને અસત્યને ત્યાગ કરવાનું અને સત્ય બોલવાનું કઠણ જરૂર છે, પરંતુ કષ્ટસાથ જે વાત હોય તેને પણ સાધનામાં સહજ અને સરળ બનાવવી એજ સાધનાની વિશેષતા છે. વચન ગવાળા જી: ચોરાસી લાખ જીવનમાં ચારેય ગતિ અને પાંચ જતિમાં ભટકત–પરિભ્રમણ કરતે જીવ, અનન્તવાર જન્મે છે અને મરે છે.' પોતે જાતે જ કરેલા શુભ અને અશુભ કર્મોનાં સારાં-ખાટા ફળ ભોગવે છે અને સુખ–દુઃખ સહન કરે છે. એકેન્દ્રિયમાં અનંત જન્મ-મરણ થયાં. એ રીતે સઘળા એ બધાં જ ક્ષેત્રોમાં, બધી જાતિઓમાં, બધાં ઉત્પત્તિસ્થામાં અનંતીવાર જન્મ-મરણ કર્યા છે. સંસારી જીવને સંસારમાં રહેવા માટે કઈને કઈ કાયા (શરીર)ની જરૂર રહે છે જ. શરીર વિના જીવ સંસારમાં રહી શકે નહિ. શરીરની જેમ જીવ, વચન અને મન પણ ધારણ કરે છે. એ કેન્દ્રિય સ્થાવરમાં માત્ર શરીરજ હોય છે. મન અને વચન બંનેમાંથી કોઈ હેતું નથી. વિકલેન્દ્રિયમાં બે, ત્રણ અને ચાર ઈન્દ્રિયવાળા જીને કાયા ઉપરાંત વચનનો યોગ મળે છે પણ ત્યાં મન નથી. બીજી રસનેન્દ્રિય (જીભ) મળી હોય છે. જે ખાવા-પીવાનું કે ભાષા બોલવાનું કામ કરે અનુવાદક–પ્રા. ચન્દ્રહાસ ત્રિવેદી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 ... 36