Book Title: Papni Saja Bhare Part 05
Author(s): Arunvijaymuni
Publisher: Dharmanath Po He Jainnagar Swe Mu Jain Sangh

Previous | Next

Page 13
________________ ૨૦૮ कथमुत्पद्यते धर्मः ? कथं धर्मो विवध ते १ ! कथं च स्थाप्यते धर्मः १ कथं धर्मा विनश्यति ? ॥ હે ભગવાન! ધર્મ કેવી રીતે ઉત્પન થાય છે, કેવી રીતે વધે છે, કેવી રીતે સ્થિર થાય છે અને તેનો નાશ કેવી રીતે થાય છે ! તેના ઉત્તરમાં જણાવવામાં આવ્યું કે – सत्येनेात्पद्यते धर्मो, दया-दानेन वर्धते । क्षमायां स्थाप्यते धर्मो, लोभाद्धर्मो विनश्यति ॥ સત્યથી ધર્મની ઉત્પત્તિ થાય છે અને દયા–દાન વગેરેથી ધર્મની વૃદ્ધિ થાય છે-વધે છે. ક્ષમાથી ધર્મની સ્થાપના થાય છે–સ્થિરતા થાય છે, અને લેભથી ધર્મને નાશ થાય છે. જેમ બાળકની ઉત્પત્તિ માતા-પિતાથી થાય છે, તેનું પોષણ આહારદિથી થાય છે. આગળ જતાં વય વધતાં તેનામાં પ્રૌઢતા-ગંભીરતા આવે છે. અંતમાં મૃત્યુ સમયે તેને નાશ થાય છે. એ રીતે ધર્મની બાબત ઉપર મુજબ વિચારો રજુ કરતાં કહ્યું છે કે સત્યથી જ ધમની ઉત્પત્તિ થાય છે અને અસત્યથી પાપ વધે છે. सांच बराबर तप नहीं, झूठ बराबर नहीं पाप । जा के दिल में सांच बसत है, ताके हिरदय आप ॥ સત્યની ઉપાસના જેવું કંઈ તપ નથી અને જૂઠની બરાબર કે ઈ પાપ નથી. જેના હૃદયમાં સત્ય વસે છે તેની તે વાત જ શું કરવી? સત્યને મહિમા सच्च जसस्स मूल सच्चविसासकारण परम । सच्च सग्गदार, सच्च सिद्धिइ सोपाणं ॥ સત્યનો મહિમા અપરંપાર છે. સત્ય જ યશ, કીતિ પ્રતિષ્ઠા વગેરેનું મૂળ છે. સત્ય જ પરમ વિશ્વાસનું કારણ છે. સત્ય સ્વર્ગનું દ્વાર છે. અને મોક્ષ માર્ગનું પ્રથમ ચરણું છે. સર્વ પ્રકારની સિદ્ધિ મેળવવા માટેનું સોપાન પણ સત્યનું જ આચરણ છે. સત્ય એ મનુષ્યને શોભા આપનારુ છે. જ બોલનારને કેઈ વિશ્વાસ કરતા નથી. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36