Book Title: Papni Saja Bhare Part 05
Author(s): Arunvijaymuni
Publisher: Dharmanath Po He Jainnagar Swe Mu Jain Sangh

Previous | Next

Page 25
________________ ૨૨૦ નારદની વાત સ્વીકારવામાં અપમાન લાગ્યું એટલે એણે તે હઠપૂર્વક જણાવ્યું કે અજ = બકરે એમ અર્થ થાય અને યજ્ઞમાં બકરાને હોમવાની વાત છે. નારદે કહ્યું, ચાલો આપણે સહાધ્યાયી મિત્ર વસુરાજા પાસે જઈએ. જેની સત્યવાદી તરીકે કીર્તિ ફેલાયેલી છે. પર્વતે એ વાત સ્વીકારી પણ શરત રાખી કે આપણામાંથી જેની વાત ખોટી ઠરે એણે પિતાની જીભ કાપીને મરી જવું. બન્નેએ આ શરત મંજૂર કરી અને ત્રીજા દિવસે વસુરાજા પાસે જવાનું નક્કી કર્યું. આ બાજુ પર્વતે ઘરે આવીને માતાને આ વાત કરી. માતા આ વાત સાંભળીને આશ્ચર્યચકિત થઈ ગઈ અને દુઃખ સાથે કહ્યું, બેટા તે આ શું કર્યું? તારા પિતા વિદ્યાર્થીઓને ભણાવતા ત્યારે મેં પણ સાંભળ્યું છે કે આજને અર્થ જુની ડાંગર થાય. યજ્ઞમાં બકરાને હોમવાને હોય! અરેરે ! હવે તારું શું થશે? પુત્રને બચાવવામાં વસુરાજા પાસે ગઈ. પર્વત, નારદ અને વસુરાજા એકજ ગુરુ પર્વતના પિતાના શિષ્યો હતા તેથી વસુરાજાને ગુરુમાતા પ્રત્યે ઘણું માન અને લાગણી હતી. વસુરાજા પણ જાણતા હતા કે અજને અર્થ જૂની ડાંગર થાય છે પણ પણ પિતાના ગુરુની પત્નીના આગ્રહને વશ થઈ ગયે અને તેમના તરફના દયાભાવથી જૂહુ બેલવા સંમત થયે જેથી પર્વત બચી જાય. ત્રીજે દિવસે પર્વત અને નારદ રાજા પાસે આવ્યા અને પિતા પિતાને પક્ષ સ્થાપિત કરીને નિર્ણય માગ્યો. વસુરાજા ગુરુપત્નીને આપેલા વચનથી બંધાયેલું હતું. તેથી અનિચ્છાએ પણ તેણે પર્વતની તરફેણમાં નિર્ણય આપ્યો કે અજને અર્થ બકરો થાય છે અને યજ્ઞમાં બકરાને હોમ કરવાનો હોય છે. - આ સદંતર જુઠાણું સાંભળતાં શાસનદેવી કે પાયમાન થઈ. જે દે વસુરાજાના સત્યને બળે તેમના અનુચર થયા હતા, તેઓ કપાચમાન થયા અને તેમણે વસુરાજાને સિંહાસન ઉપરથી નીચે પટક અને તે લેહી એકતે મરણ પામ્યો. સત્યવાદી, જૂઠવાદી જાહેર થયો, પર્વત પશુ નાઠે અને રાજ્ય છેડી ગયો. અંતમાં સત્યને વિજય થ. “સત્યમેવ વચ” Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36