Book Title: Papni Saja Bhare Part 05
Author(s): Arunvijaymuni
Publisher: Dharmanath Po He Jainnagar Swe Mu Jain Sangh

Previous | Next

Page 17
________________ ૨૧૨ વળી તેઓ સંપૂર્ણ અહિંસાના ઉપાસક હતા અને સર્વથા નિર્ભય હતા, તેથી ભયને વશ થઈને પણ કંઈ અસત્ય પ્રરૂપણ કરે તેમ પણ માની શકાય નહિ. તેથી તેમણે સર્વથા સત્ય કહ્યું છે અને સંપૂર્ણ સત્ય કહ્યું છે. એમ જ માનવું રહ્યું. જે આમ સ્વીકારીએ તે પછી આપણે એ પણ માનવું પડશે કે તેમનામાં જ્ઞાનની ચરમ સીમા હતી. તેમણે જીવથી લઈને મેક્ષ સુધી, સ્વર્ગ-નરકથી માંડીને અનન્ત બ્રહ્માંડ સુધીનાં બધા વિષયે સુસ્પષ્ટ કહ્યા છે. સર્વજ્ઞ વીતરાગી પરમાત્મા સિવાય કંઈ બીજુ સર્વ પદાર્થોનું આમ વાસ્તવિક સ્વરૂપ બતાવી ન શકે. જો આપણે આવા વીતરાગ પરમાત્માના વચન ઉપર શ્રદ્ધા રાખતા હોઈએ તે જ આપણી શ્રદ્ધા સમ્યફ શ્રદ્ધા નીવડે. તેજ રીતે સર્વજ્ઞ પ્રભુએ દર્શાવેલ તાના સ્વરૂપની જાણકારી આપણને હોય તો જ તે સમ્યગજ્ઞાન કહેવાય. આથી સર્વજ્ઞ વિતરાગીને અસત્યના સેવનનું અંશમાત્ર પણ કારણ નથી. છદ્મસ્થ અસત્ય વચનનું સેવન કરે પણ ખરા – જે સર્વજ્ઞ નથી, જે વીતરાગી નથી, જેને રાગ-દ્વેષ, કામ-ક્રોધ માયા–માન છે તેઓ છદ્મસ્થ છે, તેઓ અલ્પજ્ઞ છે. સંભવ છે કે તેઓ અસત્ય સેવનનું કારણ હોય પણ ખરું. બીજાની વાત છેડીએ પણ આપણે ભગવાન મહાવીરના ત્રીજા ભવની વાત કરીએ. મરીચિ–ભગવાન ષભદેવના પૌત્ર અને ભરત ચક્રવતીના પુત્ર હતા. તેમણે નષભદેવ પાસે દીક્ષા લીધી હતી પણ તે પાળી ન શકયા તેથી ત્રિદંડી સાધુ બની ગયા. પણ તેમને ભગવાનના સિદ્ધાન્ત જ્યાં સુધી પ્રિય હતા ત્યાં સુધી તેઓ ઉપદેશ આપીને સૌને દીક્ષા માટે રાષભદેવ પાસે મોક હતા પરંતુ એકવાર એવું બન્યું કે મારી માંદા પડ્યા. તેમની પાસે ચાકરી કરનાર કોઈ ન હતું તેથી તેમણે વિચાર કર્યો કે હવે કોઈદીક્ષ લેવા આવશે તે તેને મારો શિષ્ય બનાવીને પાસે રાખી લઈશ. એવામાં કપિલ નામને એક યુવક મરિચી પાસે આવ્યો. અને તેને ઉપદેશ આપ્યા પછી દીક્ષા લેવા માટે ભગવાન કૃષભદેવ પારે જવા કહ્યું તો તેણે પૂછ્યું “મને ત્યાં કેમ મેકલે છે? શું તમારે પાસે ધર્મ નથી?” મરિચીને તે જોઈતું મળી ગયું. તેમને લાગ્યું Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36