________________
૨૦૪
(૧) આવવા જવામાં–ગમના ગમનની ક્રિયામાં કોઈ હિંસા ન થાય તે ઈર્ષા સમિતિ છે. (૨) નિરવદ્ય, સત્યભાષા બોલવી એ ભાષા સમિતિ છે. (૩) આહાર પાણી ગોચરી વગેરે લેતાં કેઈહિંસા ન થાય તેને ખ્યાલ રાખવે એ એષણ સમિતિ છે. (૪) વસ્ત્ર, પાત્ર વગેરે લેવામાં રાખવામાં જયણા રાખવી તે આદાનભંડમત્ત નિક્ષેપણા સમિતિ છે.(૫) મળ-મૂત્ર-કફ આદિના વિસર્જનમાં હિંસા ન થાય તે ખ્યાલ રાખવે એ પારિષ્ઠાપનિકા સમિતિ છે.
આ પાંચ પ્રકારની સમિતિઓમાં ભાષા સમિતિ એટલે કે જે ભાષા બલવાથી કોઈની હિંસા થાય કેઈને પીડા થાય, પાપ લાગે તેવી ભાષા ન બાલવી. પછી ભલેને તે સત્ય હોય તે પણ ન બોલાય. હેમચંદ્રાચાર્યજીએ ગશાસ્ત્રમાં સ્પષ્ટ જણાવ્યું છે કે –
न सत्यमपि भाषेत, परपीडाकरं च ।
लोकेऽपि श्रूयते यस्मात् , कौशिको नरकं गतः ॥ એવું સત્ય પણ ન બોલવું જોઈએ કે જેનાથી કોઈને પીડા થાય, બીજાને દુઃખ પહોંચે, આપણે કૌશિક તાપસની વાત જાણીએ છીએ કે તે કેવી રીતે નરકમાં ગયા. હિંસાકારક સત્ય વર્ય છે -
કૌશિક નામે તાપસ ગંગાનદીના કિનારે રહેતા હતા. લોકોમાં તે સત્યવાદી તરીકે જાણીતો હતો. એવામાં કેટલાક ચેર પાસેના ગામમાંથી ચોરી કરીને નાસતા ભાગતા આવ્યા અને સામેની ઝાડીમાં ઘૂસી ગયા. તેમની પાછળ ગામના કે ભાલા-તલવાર લઈને ચારેને શૈધતા આવ્યા. લોકોએ તાપસને ચેર વિષે પૂછયું કે મહાત્માજી આપ તે જાણતા જ હશે ચારો કયાં ભાગી ગયા છે? કયાં છૂપાયા છે? આપ તે સત્યવાદી છે. કૃપા કરીને સાચું બતાવે વિલંબ ન કરો. કૌશિક વિચારવા લાગ્યું, સત્યવાદી તરીકે હું પ્રસિદ્ધ છું. જૂહું કેવી રીતે બાલાય? તેણે ગામ લોકોને બતાવી દીધું કે ચેર સામેની ઝાડીમાં છૂપાયા છે. જોકે એ એને શોધી કાઢયા અને મારી નાખ્યા. આ બધાય ચેરોના મૃત્યુનું નિમિત્ત તાપસની સૂચના બની. આમ પંચેન્દ્રિય મનુષ્યની હત્યાનું પાપ લગતાં તે મૃત્યુ પછી નરકમાં ગયે.
I ,
-
- -
-
-
- -
- - - ...
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org