Book Title: Panchsangraha Part 02 Author(s): Hiralal Devchand, Pukhraj Amichand Kothari Publisher: Yashovijayji Jain Sanskrit Pathshala Mahesana View full book textPage 5
________________ अहँ नमः विश्वोपकारिश्रुतज्ञानाय नमः श्री पञ्चसंग्रहादिकर्मसाहित्यकर्तभ्यो नमः પ્રથમવૃત્તિનું પ્રકાશકીય નિવેદન સ્વ. પરમપૂજય પ્રાતઃસ્મરણીય ૧૦૦૮ આઇ દેવશ્રી વિજયભક્તિસૂરીશ્વરજી મહારાજ સાહેબના સ્વ. શિષ્યરત્ન પન્યાસપ્રવર પરમ પૂજ્ય ૧૦૦૮ શ્રી કનકવિજયજી મહારાજ સાહેબના શિષ્યરત્ન પરમ પૂજ્ય ૧૦૦૮ આ. શ્રી રુચકચન્દ્રસૂરીશ્વરજી મહારાજ સાહેબની સસ્પેરણાથી પંચસંગ્રહ-પ્રથમખંડની જેમ કર્મપ્રકૃતિરૂપ આ બીજા ખંડના પ્રકાશનનું કાર્ય આ સંસ્થાને સોંપવામાં આવેલ અને તેઓશ્રીએ પ્રેરણા દ્વારા પુસ્તક માટેની તમામ નાણાકીય સહાય જે સગૃહસ્થો મારફત કરાવેલ છે તે સર્વની શુભ નામાવલિ આ જ ગ્રંથમાં અન્યત્ર આપવામાં આવેલ છે. જ આ ગ્રંથ અંગેની સંપૂર્ણ વ્યવસ્થા પંડિત શ્રી વસંતલાલ મફતલાલે તથા પૂજયશ્રીના સંસારી બંધુ સાલડી નિવાસી શ્રીયુત્ શાન્તિલાલ મણિલાલ શાહ અને કાગળો આદિ મેળવી આપી પ્રેસમાં છપાવવા વગેરેનું કાર્ય અજિત પેપર માર્ટવાળા શ્રી રસિકલાલ વાડીલાલે અને પૂફ સુધારવા આદિનું કાર્ય પંડિત શ્રી રતિલાલ ચીમનલાલ દોશી (લુદરાવાળા)એ કાળજીપૂર્વક કરેલ છે. આ સંસ્થા તરફથી પ્રથમખંડ પછી ચાર વર્ષે લગભગ ૯૦૦ પેજ પ્રમાણ દળદાર એવા આ બીજા ખંડનું પણ પ્રકાશન કરવાનો અપૂર્વ લાભ અમોને પ્રાપ્ત થતાં ગૌરવપૂર્વક વધુ આનંદ અનુભવીએ છીએ અને તે બદલ પરમ પૂજ્ય આચાર્ય શ્રી વિજય રુચકચન્દ્રસૂરીશ્વરજી મહારાજ સાહેબ વગેરેનો તથા ઉપર જણાવેલ બંધુઓનો આભાર માનીએ છીએ, આવા મહાકાય ગ્રંથને ટૂંક સમયમાં છાપી આપવા બદલ અમદાવાદ શિલ્પા પ્રિન્ટર્સના સંચાલકોના સૌજન્યને કેમ ભૂલી શકીએ ? તદુપરાંત સંપાદકીય નિવેદનમાં નામપૂર્વક નિર્દેશ કરાયેલ છે તે વિષયના નિષ્ણાત પૂજ્ય મુનિભગવંતોએ તેમજ જે પંડિત મહાશયોએ પંડિતશ્રી પુખરાજજીએ સ્વયં તૈયાર કરેલ સારસંગ્રહ, પ્રશ્નોત્તરી તથા ફૂટનોટો વગેરેમાં યોગ્ય માર્ગદર્શન આપેલ તે સર્વનો પણ અમો આ સ્થળે આભાર માનીએ છીએ. ગ્રંથનું સંપાદન તથા પ્રકાશન યથાશક્તિ કાળજીપૂર્વક કરવામાં આવેલ છે છતાં પ્રેસદોષ તથા છબસ્થતા આદિના કારણે જે કંઈ અલનાઓ રહેવા પામી હોય તે જણાવવા સુજ્ઞા મહાશયોને અમારી નમ્ર વિનંતિ છે કે જેથી હવે પછીની આવૃત્તિમાં સુધારો કરી શકાય. મહેસાણા લિ. શ્રી સંઘસેવકો વીરસંવત-૨૫૦૧ ચીમનલાલ અમૃતલાલ શાહ વિક્રમસંવત-૨૦૩૧ બાબુલાલ જેસિંગલાલ મહેતા વસંત પંચમી ઓ. સેક્રેટરીઓ રવિવાર શ્રીમદ્ યશોવિજયજી જૈન સંસ્કૃત પાઠશાળા તા. ૧૬-૨-૧૯૭૫ અને શ્રી જૈન શ્રેયસ્કર મંડળ-મહેસાણાPage Navigation
1 ... 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 ... 818