Book Title: Padarth Prakash Part 14 Kshullakbhavavali Prakaran Siddhadandika Stava Shreeyonistava Loknalidwatrinshika
Author(s): Hemchandrasuri
Publisher: Sanghavi Ambalal Ratanchand Jain Dharmik Trust
View full book text
________________
શ્રીલોકનાલિદ્વાત્રિંશિકા
૧૬૭
લોકની પહોળાઈ - સાતમી નરકપૃથ્વી માઘવતીના નીચેના તળીયે (લોકના નીચેના છેડે) લોક ૭ રાજ પહોળો છે. પછી ઉપરની તરફ જતા બંને બાજુથી પ્રદેશો ઘટતા પહેલી નરકપૃથ્વી રત્નપ્રભાના ઉપરના તલે લોક ૧ રાજ પહોળો છે. પછી ઉપરની તરફ જતા બંને બાજુએ પ્રદેશોની વૃદ્ધિ થતા બ્રહ્મલોકે લોક ૫ રાજ પહોળો છે. પછી ઉપર જતા બંને બાજુથી પ્રદેશો ઘટતા લોકના ઉપરના છેડે લોક ૧ રાજ પહોળો છે.
,
લોકપુરુષની અપેક્ષાએ પગતળે લોક ૭ રાજ પહોળો છે, કેડ પાસે લોક ૧ ૨ાજ પહોળો છે, કોણી પાસે લોક ૫ રાજ પહોળો છે, માથા પાસે લોક ૧ ૨ાજ પહોળો છે.
લોકના ખંડુકો - લોકની મધ્યમાં ૧ રાજ લાંબી-પહોળી અને ૧૪ રાજ ઊંચી ત્રસનાડી છે. કાગળ ઉપર ખંડુકો વડે તેની સ્થાપના કરવા ઊભી ૫ લીટી કરવી અને આડી ૫૭ લીટી કરવી.
ત્રસનાડીના મધ્યથી ઉપર લોકના ખંડુકોની સ્થાપના આ રીતે
કરવી -
લોકમધ્યથી ઉપરની ૨ શ્રેણીઓમાં તીર્ઝા ૪-૪ ખંડુકો. ત્યાર પછી ઉપરની શ્રેણીઓમાં તીર્ઝા ૬-૬ ખંડુકો. ત્યાર પછી ઉપરની ૧ શ્રેણીમાં તીર્ઝા ૮ ખંડુકો. ત્યાર પછી ઉપરની ૧ શ્રેણીમાં તીર્ઝા ૧૦ ખંડુકો. ત્યાર પછી ઉ૫૨ની ૨ શ્રેણીઓમાં તીર્ઝા ૧૨-૧૨ ખંડુકો. ત્યાર પછી ઉપ૨ની ૨ શ્રેણીઓમાં તીર્ઝા ૧૬-૧૬ ખંડુકો. ત્યાર પછી ઉપરની ૪ શ્રેણીઓમાં તીર્ઝા ૨૦-૨૦ ખંડુકો.