Book Title: Padarth Prakash Part 14 Kshullakbhavavali Prakaran Siddhadandika Stava Shreeyonistava Loknalidwatrinshika
Author(s): Hemchandrasuri
Publisher: Sanghavi Ambalal Ratanchand Jain Dharmik Trust

View full book text
Previous | Next

Page 217
________________ ૧૯૮ પ્રેરણામૃત - પ્રેરણામૃત • • olSlL 9. જે જોઈતું હોય તે બીજાને આપવું. બીજાના ચિત્તને અપ્રસન્ન કરનારનું ચિત્ત પ્રસન્ન ન રહે. કચરો આરોગવાથી પેટ બગડે. અશુભ વિચારો કરવાથી ભવોભવ બગડે. સંસારના રાગ કરતા પૂજયોની આશાતનાનું પાપ ચઢે. સામાન્યથી દ્વેષ કરતા રાગ ખરાબ છે. પણ વિષયના રાગી કરતા દેવ-ગુરુ-ધર્મનો દ્વેષી વધુ ખરાબ છે. બધા યોગોની સાધના એ વેપાર છે. સમતા, સમાધિ, ચિત્તપ્રસન્નતા એ કમાણી છે. પુણ્યોદયને પ્રગટ કરવો આપણા હાથની વાત નથી, કેમકે પુણ્યોદય તો પૂર્વબદ્ધ પુણ્યને આધીન છે. ગુણોને પ્રગટ કરવા આપણા હાથની વાત છે, કેમકે ગુણો અભ્યાસાધીન છે. માંદા છોકરાને પીપર ન દેખાડાય. તેમ આપણા મનને વિષયો પાસે જવા ન દેવાય. આલોચના કર્યા વિનાનું પાપ એ શલ્ય છે. જ્યાં સુધી આત્મામાં શલ્ય હોય ત્યાં સુધી ભાવ-આરોગ્યની પ્રાપ્તિ ન થાય. શુદ્ધ વ્યવહાર વિના શુદ્ધ નિશ્ચય ન આવે. વ્યવહારધર્મ પુણ્યબંધનપ્રધાન છે. નિશ્ચયધર્મ કર્મનિર્જરાપ્રધાન છે. કાચના વાસણને બહુ સાચવવું પડે. તેમ પરિણતિને બહુ સાચવવી પડે. પોતાને લુંટનાર ઉપર કોણ મૂરખ આનંદ પામે ? ભોજનના સારા દ્રવ્યો એ લુંટારા છે. એ આત્મગુણોને લુંટે છે ત્યારે આપણે આનંદ પામીએ તો આપણા જેવા મૂરખ કોણ?

Loading...

Page Navigation
1 ... 215 216 217 218