Book Title: Paap Punya ane Sanyam
Author(s): Gopaldas Jivabhai Patel
Publisher: Gujarat Vidyapith Ahmedabad

View full book text
Previous | Next

Page 11
________________ વેચી ખાનાર વેપારી વાણિયે જ માત્ર ધાર્મિક બાકી રહે છે! ધર્મવૃત્તિએ સામાન્ય જીવનનિર્વાહની આ બધી પ્રવૃત્તિઓની સામાન્ય જવાબદારીમાંથી ભાગી જવાની વૃત્તિ ન સેવવી જોઈએ. હવે આપણે એ મુદ્દો છેડી આગળ ચાલીએ. પહેલા ખંડની કુલ દસ કથાઓમાંથી સાત જીવહિંસાને લગતી છે; બાકીની ત્રણમાંથી પણ કામાસક્તિની કથાનું કેન્દ્ર સાસુઓની હિંસા જ છે; એટલે ખરી રીતે જીવહિંસાના વસ્તુ વિનાની બે જ કથાઓ રહી : (૧) સૂબાગીરીની કથાનું કેન્દ્ર ચોરી છે; જે વસ્તુ ન્યાયી રીતે તેની નથી તે વસ્તુ તે જુલમ–પ્રપંચ ઇત્યાદિથી પ્રજા પાસે પડાવે છે, તે જ તેનો ખાસ દોષ છે. (૨) વેશ્યાપણુની કથાનું કેન્દ્ર અબ્રહ્મચર્ય છે. જો કે, એ વસ્યા પિતાની તીવ્ર કામવાસનાને તૃપ્ત કરવા ખાતર કે શાથી ગણિકા બની હતી એવું કાંઈ કથામાં સ્પષ્ટ કહ્યું નથી. તો પણ એ મુદ્દાને જ કરીએ. એટલે દસે કથાઓમાં મળીને કુલ ત્રણ મહાપાપ કથાકારે સ્પેશ્ય છેઃ હિંસા, ચોરી, અને અબ્રહ્મચર્ય. પાંચ મહાપાપમાંથી બાકી રહેલાં બે મહાપાપ અસત્ય, અને પરિગ્રહ એ બેને કાંતિ ચૌયની કથામાં કે હિંસાની કથાઓમાં બોળી શકાય તેમ છે. એટલે વસ્તુતાએ પાંચ મહાપાપને જ કથાકારે આ કથાઓમાં સ્પેશ્ય છે એ ઉઘાડું છે. પાપનાં ફળ વર્ણવવામાં કથાકારે જન્માંતર અને નરકયાતના એ કલ્પનાઓનો ઉપયોગ કર્યો છે. અલબત્ત વર્તમાન જન્મમાં પણ તે પાપીઓને પ્રાપ્ત થતું પિતાનાં પાપકર્મનું યથેષ્ઠ કુફળ બતાવવામાં આવ્યું છે પરંતુ બધી કથાએમાં વાર્તાનું મધ્યબિંદુ વર્તમાન જન્મનું પાપકર્મ નથી; પરંતુ, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 ... 218