Book Title: Paap Punya ane Sanyam
Author(s): Gopaldas Jivabhai Patel
Publisher: Gujarat Vidyapith Ahmedabad

View full book text
Previous | Next

Page 12
________________ ૧૧ પૂર્વ જન્મનું પાપ છે. ગૌતમ સ્વામી એ પાપાઓની વાત માને જન્મમાં દેખાતી બૂરી વલેનું મૂળ કારણે, તેમના આ જન્મના કોઈ કૃત્યમાં નથી બળતા; પરંતુ તેમણે પૂર્વે એવું તો શું પાપકર્મ કર્યું હશે?— એ જ તેમને પ્રશ્ન હોય છે. ઉપરાંત મૃગાપુત્રની કથામાં તો તેના આ જન્મના દુ:ખના કારણ તરીકે કોઈ આ જન્મનું જ કૃત્ય બતાવી શકાય તેમ પણ નથી; કારણ કે જન્મથી જ તે દુખી હાલતમાં જન્મ્યા છે. તેવું જ ઉબરદત્તની કથામાં તથા અંજૂની કથામાં પણ છે. બાકીની સાત કથાઓમાં વર્તમાન જન્મનું પાપકૃત્ય ત્રણ દાખલામાં વ્યભિચાર છે, ત્રણ દાખલામાં હિંસા છે, અને એક દાખલામાં ગાદી માટે કાવતરું (પરિગ્રહબુદ્ધિ) છે. નરકયાતના અને લખચેરાસીમાં ભ્રમણ – એ બે કલ્પનાએ હિંદુધર્મ અને બૌદ્ધધર્મમાં પણ છેઃ જૈનકલ્પનામાં એ બે કરતાં ખાસ કશી વિશિષ્ટતા નથી. પ્રાચીન કાળમાં એ બે કલ્પનાઓને આધારે જ પાપકર્મની ત્યાજ્યતા બતાવવામાં આવતી. દરેક પાપકર્મ વિશ્વવ્યવસ્થામાં કેવી બાધા ઊભી કરે છે, અને તે દરેકને પ્રત્યાઘાત પિતાને કે બીજાને કેવો વેઠવો પડે છે, એ બતાવવાની રીત પ્રાચીનેએ સ્વીકારી નથી. તેઓ તો તે પાપકર્મની શિક્ષા જગતની બહાર એક અલગ સ્થાનમાં જ થતી બતાવે છે. પ્રાચીનેને મતે દરેક પાપકર્મ એ જાણે મુખ્યત્વે વ્યક્તિનું પિતા પ્રત્યેનું જ દુરાચરણ છે. બીજાને તો તેનાથી જે કાંઈ હાનિ-લાભ થતાં હોય તે થાઓ, – અમુક દાખલામાં તેના પાપકર્મથી બીજાં કેટલાંકને લાભ પણ થતું હોય – પરંતુ મુખ્યત્વે પાપકર્મનું પાત્ર પોતાના આત્માની અધોગતિ કે અવગતિ કરવાપણામાં રહેલું છે, એવું Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 ... 218