________________
३५
सप्तभड्यात्मकस्य वाक्यस्य प्रमाणत्वम् न विप्रतिपत्तित्वं, तथा नयधियामपि स्वस्वार्थवृत्ति-तदितरोपचाराभ्यां मिथो विलक्षणत्वेऽपि વિપ્રતિપત્તિવૈમિતિ રૂ II
तदेवं नयानामध्यवसायरूपत्वं पुरस्कृत्य नयप्रमाणयोर्भेदो व्युत्पादितः । शास्त्रेषु तु नयजन्योपदेशे नयपदमुपचर्य 'उवएसो सो णओ णाम' त्ति (आव. नि. १०५४) तथा 'जावइया वयणपहा तावइया चेव हुंति णयवाय' (सम्मति० ३/४७) त्ति वचनाद् नयानां वचनरूपत्वमपि प्रतिपादितं दृश्यते । अतस्तत्पुरस्कृत्य तयोर्भेदव्युत्पादनाय नयोपदेशगतां गाथामेवोपन्यस्यति
सप्तभङ्ग्यात्मकं वाक्यं प्रमाणं पूर्णबोधकृत् । स्यात्पदादपरोल्लेखि वचो यच्चैकधर्मगम् ॥४॥
सप्तभङ्गयात्मकं वाक्यं प्रमाणं, (यतः) पूर्णबोधकृत् (वर्तते), यच्च स्यात्पदादपरोल्लेखि एकधर्मगं वचः (तदपि प्रमाणम्) इत्यत्रान्वयः । अत्र पूर्वार्धेन श्रीमद्यशोविजयाभिप्रेतं
હોતી નથી એમ નયજ્ઞાનો અંગે જાણવું. એમાં તે તે નય પોતપોતાના અર્થને વૃત્તિ (શક્તિ)દ્વારા જાણે છે અને તચિતરાંશને ઉપચારથી જાણે છે. (જેમકે દ્રવ્યાર્થિકનય દ્રવ્યઅભેદસંબંધ વગેરે રૂપ પોતાના વિષયને શક્તિથી જાણે-જણાવે છે અને તદિતરને પર્યાયભેદસંબંધ વગેરેને એ ઉપચારથી=લક્ષણાથી જાણે-જણાવે છે. આ માટે દ્રવ્ય-ગુણપર્યાયનો રાસ પાંચમી ઢાળની બીજી ગાથા અને એનો દબો જોવો). આમ શક્તિલક્ષણાના કારણે નયજ્ઞાનોમાં વિલક્ષણતા ભલે હોય, પણ વિપ્રતિપત્તિત્વ હોતું નથી. | |૩ આમ નયોને અધ્યવસાયરૂપ = જ્ઞાનરૂપ સ્વીકારીને નય અને પ્રમાણનો ભેદ સ્પષ્ટ કર્યો. શાસ્ત્રોમાં તો નયજ્ઞાનજન્ય ઉપદેશમાં = વચનપ્રયોગમાં “નય'પદનો ઉપચાર કરીને નયોને વચનરૂપે પણ જણાવ્યા છે. જેમકે આવશ્યકનિર્યુક્તિ(૧૦૫૪)માં તે ઉપદેશ નય છે એમ જણાવ્યું છે. સમ્મતિતર્કપ્રકરણમાં (૩/૪૭) પણ જણાવ્યું છે કે “જેટલા વચનપથો છે એટલા નયવાદ છે.” એટલે હવે નયોના વચનાત્મકત્વને નજરમાં રાખીને પ્રમાણ અને નય વચ્ચેના ભેદને સ્પષ્ટ કરવા માટે નયોપદેશ ગ્રન્થની જ ગાથાનો ઉલ્લેખ કરે છે.
ગાથાર્થ – સપ્તભંગી વાક્ય પ્રમાણ હોય છે, કારણ કે પૂર્ણબોધ કરાવે છે. તથા જે એક ધર્મને જણાવનાર હોવા છતાં ‘સ્યાનું પદથી અન્ય ધર્મનો પણ (અર્થથી) ' ઉલ્લેખ કરનાર હોય છે. એવું વાક્ય પણ પ્રમાણ છે.