Book Title: Nyayavinshika
Author(s): Abhayshekharsuri
Publisher: Divya Darshan Trust

View full book text
Previous | Next

Page 346
________________ समानेऽपि त्रिविधे कारणे नैगमादीनां विषयभेदः चेत् ? न, समुत्थानादीनां त्रयाणामपि कारणत्वस्य स्वीकारेऽपि नैगमादिनय-संमतस्य समुत्थानादेः स्वरूपस्य भिन्नतया विषयभेदस्याक्षतत्वात् । तथाहि - नमस्कारत्वमापन्नस्य सम्यग्दृष्टेर्जीवस्य देहोऽत्र समुत्थानम् । स च देहो द्रव्य - पर्यायात्मकः । तत्र देहद्रव्यस्य त्रयोंऽशाः ऊर्ध्वतासामान्यं तिर्यक्सामान्यं, आधारांशश्च । तत्र नैगमनयस्य मतेन देहोर्ध्वतासामान्यमेव यतः समुत्थानं, अतस्तदेव नमस्कारकारणम् । तत्रापि तत्तन्नैगमभेदस्य यावद्यावत्कालव्यापिनी दृष्टिस्तावत्तावत्काल भाविनीषु सर्वास्ववस्थास्वन्वयि देहोर्ध्वतासामान्यं तत्तन्नैगमभेदस्य नमस्कारकारणम् । तथा तादृग्देहविशेषेषु यावत्स्वन्वयि देहतिर्यक्सामान्यं सङ्ग्रहनयस्य नमस्कारकारणम् । तथा नमस्कारोत्पादानुकूलगुणाद्याधारभूतो देहविशेषो व्यवहारनयस्य नमस्कारकारणम् । एवमेव वाचना - लब्ध्योर्ज्ञेयम् । ततश्च स्पष्ट एव विषयभेदः । तथा गुरूपदेशं शृण्वन् यो जीवक्षणस्तल्लक्षणा वाचना यश्च क्षयोपशमात्मकलब्धिपरिणामपरिणतो जीवक्षणस्तल्लक्षणा लब्धिरित्येते ऋजुसूत्रसंमते नमस्कारकारणे । तथा तादृग्जीवस्य क्षयोपशमलक्षणपरिणामविशेषात्मिका लब्धिः शब्दादिनयसंमतं नमस्कारकारणं જ્ઞેયમ્ । ३३३ સમાધાન - સમુત્થાનાદિ ત્રણેને કારણ તરીકે સ્વીકારવા છતાં આ સમુત્થાનાદિનું સ્વરૂપ આ ત્રણે નયોના મતે ભિન્ન ભિન્ન હોવાથી વિષયભેદ અક્ષત જ છે. તે આ રીતે - નમસ્કારરૂપ બનેલા સમ્યક્ત્વી જીવનો દેહ અહીં સમુત્થાન છે. એ દેહ દ્રવ્યપર્યાયાત્મક છે. એમાં દેહદ્રવ્યના પણ ત્રણ અંશો છે. ઊર્ધ્વતાસામાન્ય, તિર્યક્સામાન્ય અને આધારાંશ. એમાં નૈગમનયને દેહઊર્ધ્વતાસામાન્ય એ જ સમુત્થાન હોવાથી એ જ નમસ્કારનું કારણ છે. એમાં પણ તે તે નૈગમભેદની જેટલા જેટલા કાળમાં વ્યાપતી દૃષ્ટિ હોય તેટલા કાળમાં સંભવિત બધી અવસ્થાઓમાં અન્વયી દેહઊર્ધ્વતાસામાન્ય એ તે તે નૈગમભેદને માન્ય નમસ્કારકારણ છે. તથા તેવા પ્રકારના બધા દેહવિશેષોમાં અન્વયી દેહતિર્યક્સામાન્ય એ સંગ્રહનયને માન્ય નમસ્કારકારણ છે. તથા નમસ્કારના ઉત્પાદને અનુકૂળગુણાદિના આધારભૂત દેહવિશેષ એ વ્યવહારનયમાન્ય નમસ્કારકારણ છે. એ જ રીતે વાચના અને લબ્ધિ અંગે પણ જાણવું. એટલે વિષયભેદ સ્પષ્ટ છે જ. તથા, ગુરુઉપદેશને સાંભળનાર જીવક્ષણરૂપ જે વાચના અને ક્ષયોપશમાત્મક લબ્ધિપરિણામથી પરિણત જીવક્ષણરૂપ જે લબ્ધિ... આ બન્ને ઋજુસૂત્રનયને માન્ય નમસ્કારના કારણો છે. તથા, એવા જીવના ક્ષયોપશમરૂપ પરિણામવિશેષાત્મક જે લબ્ધિ એ શબ્દાદિનયોને માન્ય નમસ્કારકારણ જાણવું.

Loading...

Page Navigation
1 ... 344 345 346 347 348 349 350 351 352 353 354 355 356 357 358 359 360 361 362 363 364 365 366 367 368 369 370