Book Title: Nyayavinshika
Author(s): Abhayshekharsuri
Publisher: Divya Darshan Trust

View full book text
Previous | Next

Page 355
________________ ३४२ नयविंशिका-१९ क्रियैव साध्या । ततो ज्ञानं क्रियोपकरणत्वाद् गौणम् । इत्यतः सकलस्यापि पुरुषार्थस्य क्रियैव प्रधानं कारणम्। इत्ययमेवोपदेशः स नयप्रस्तावात् क्रियानयः। शेषं पूर्ववत् । अयमपि स्वपक्षसिद्धये युक्तीरुद्भावयति-ननु क्रियैव प्रधानं पुरुषार्थसिद्धिकारणम्, प्रयत्नादिलक्षणक्रियाविरहेण ज्ञानवताप्यभिलषितार्थसंप्राप्त्यदर्शनात्ः, तथा चान्यैरप्युक्तम्"क्रियैव फलदा पुंसां न ज्ञानं फलदं मतम् । यतः स्त्रीभक्ष्यभोगज्ञो न ज्ञानात् सुखितो भवेत् ॥" तथाऽऽगमेऽपि तीर्थकर-गणधरैः क्रियाविकलानां ज्ञानं निष्फलमेवोक्तम्सुबहुं पि सुयमहीयं किं काही चरणविप्पमुक्कस्स । अंधस्स जह पलित्ता दीवसयसहस्सकोडी वि ॥ नाणं सविसयनिययं न नाणमेत्तेण कज्जनिप्फत्ती । मग्गण्णू दिलुतो होइ सचेट्ठो अचेट्ठो य ॥ जाणतो वि य तरीउं काइयजोगं न जुंजइ जो उ । सो बुड्डुइ सोएणं एवं नाणी चरणहीणो ॥ जहा खरो चंदणभारवाही' માટે જ્ઞાન તો ક્રિયાના ઉપકરણ સાધન=કારણરૂપ હોવાથી ગૌણ છે. માટે બધા જ પુરુષાર્થમાં ક્રિયા જ મુખ્ય કારણ છે. આવો ઉપદેશ એ ક્રિયાનય છે. શેષ પૂર્વવત્ જાણવું. આ ક્રિયાનય પણ પોતાના પક્ષની સિદ્ધિ માટે યુક્તિઓને જણાવે છે. ક્રિયા જ પુરુષાર્થસિદ્ધિનું પ્રધાન કારણ છે, કારણ કે પ્રયત્નાદિરૂપ ક્રિયા વિના જ્ઞાનવાનને પણ ઇચ્છિતઅર્થની પ્રાપ્તિ જોવા મળતી નથી. અન્યોએ પણ કહ્યું છે કે “ જીવોને ક્રિયા જ ફળપ્રદા બને છે, નહીં કે જ્ઞાન, કારણ કે સ્ત્રી-ભોજન વગેરેને ભોગવવાનું જ્ઞાન ધરાવનાર પણ એ જ્ઞાનમાત્રથી સુખી બની જતો નથી. તથા આગમમાં પણ શ્રી તીર્થંકર ગણધર દેવોએ નિષ્ક્રિયજીવોનું જ્ઞાન નિષ્ફળ જ કહ્યું છે. જેમકે-ઘણું શ્રુત ભણ્યા.. પણ એ ચારિત્રશૂન્યજીવને શું લાભ કરે ? ઝગઝગાયમાન પણ લાખો-કરોડ દીવાઓ આંધળાને શું લાભ કરે ? જ્ઞાન સ્વવિષયમાં નિયત હોય છે, જ્ઞાનમાત્રથી કાંઈ કાર્ય થતું નથી. આમાં માર્ગન્ન દૃષ્ટાંત છે. એ સચેષ્ટ = ચાલતો હોય તો ઇચ્છિત સ્થાને પહોંચે છે, નિશ્ચષ્ટ હોય તો પહોંચતો નથી. તરવાનો જાણકાર તારુ પણ હાથ-પગ હલાવવા વગેરેની ક્રિયા ન કરે તો પ્રવાહથી ડૂબી જાય છે. એ જ પ્રમાણે ચારિત્રક્રિયા શૂન્ય જ્ઞાની પણ સંસારમાં ડૂબે છે. અહીં નહીં વરો વંળમારવાહી વગેરે શાસ્ત્રવચનો પણ જાણવા.

Loading...

Page Navigation
1 ... 353 354 355 356 357 358 359 360 361 362 363 364 365 366 367 368 369 370