________________
१७६
नयविंशिका-१४ ___ ततश्च मृत्त्वं परोर्ध्वतासामान्यं, घटत्वञ्चापरोर्खतासामान्यमिति व्यवहारनयेनैव । नैगमनयसंमतयोर्मुद्रव्य-घटलक्षणयोरूर्ध्वतासामान्ययोस्तद्र्व्यसम्बन्धिनीषु सर्वास्ववस्थासु समानतयाऽन्वयित्वान्न परापरत्वम् । तथापि घटमनुत्पन्नं मन्यमानस्यादिनैगमस्य स परोवंतासामान्यमेव । देशसङ्ग्राहिणो नैगमस्य स एव परोवंतासामान्यं, स एव चापरोर्ध्वतासामान्य तच्चैवं-प्रभूतास्ववस्थास्वन्वयिनं तं मन्यमानस्य यदा स विषयस्तदा परोर्ध्वतासामान्यं, तदपेक्षयाऽल्पासु तासु तमन्वयिनं मन्यमानस्य नैगमस्य यदा स विषयस्तदाऽपरोर्ध्वतासामान्यम्।
इत्थञ्च प्रभुवीरेण शालिभद्रं महामुनिं 'अद्य तव माता भिक्षां दास्यति' इति यदुक्तं तद् नैगमस्योपचारेण विनैव संमतं, नैगमनयमतेन शालिभद्रस्यापि सङ्गमतया सङ्गममातुः शालिभद्रमातृत्वात् । परंतु विशेषवादिनो व्यवहारनयस्य मतेन घटलक्षणविशेषात् पिण्डरूपविशेषस्य भिन्नत्वाद् घटस्योपचारेणैव यथा पिण्डात्मकत्वं तथैव शालिभद्रलक्षणविशेषात् सङ्गमरूपविशेषस्य भिन्नत्वात् शालिभद्रस्योपचारेणैव सङ्गमतया सङ्गममातुरप्युपचारेणैव शालिभद्रमातृत्वम् ।
એટલે મૃત્વ પરઊર્ધ્વતા સામાન્ય છે અને ઘટત્વ અપરઊર્ધ્વતા સામાન્ય છે એ વ્યવહારનયે જ જાણવું. નૈગમનયને માન્ય મૃદ્દવ્ય અને ઘટદ્રવ્યરૂપ ઊર્ધ્વતાસામાન્ય તે દ્રવ્યસમ્બન્ધી બધી અવસ્થાઓમાં સમાન રીતે અન્વયી હોવાથી એ બે વચ્ચે પરઅપરભાવ હોતો નથી. તેમ છતાં, ઘટને અનુત્પન્ન માનનાર આદિનૈગમને મતે ઘટ એ પરઊર્ધ્વતા સામાન્ય જ છે. દેશસંગ્રાહી નૈગમનયને મતે એ જ પરઊર્ધ્વતાસામાન્ય છે અને એ જ અપરઊર્ધ્વતા સામાન્ય છે. તે આ રીતે-પૂર્વાપર ઘણી અવસ્થામાં તેને અન્વયી માનનાર નિગમભેદનો જ્યારે વિષય હોય ત્યારે એ પરઊર્ધ્વતાસામાન્ય છે અને એની અપેક્ષાએ ઓછી અવસ્થામાં તેને અન્વયી માનનાર નૈગમભેદનો જ્યારે વિષય હોય ત્યારે એ અપરઊર્ધ્વતાસામાન્ય છે.
નૈગમનયની દૃષ્ટિ આવી હોવાથી, પ્રભુવીરે શાલિભદ્ર મહામુનિને “આજે તારી માતા ભિક્ષા વહોરાવશે” એવું જે કહ્યું હતું તે નૈગમનયને ઉપચાર વિના જ માન્ય છે, કારણ કે એના અભિપ્રાયે શાલિભદ્ર પણ સંગમ હોવાથી સંગમની માતા એ શાલિભદ્રની માતા જ છે. પરંતુ વિશેષવાદી વ્યવહારનયમતે ઘટાત્મક વિશેષ કરતાં પિંડાત્મક વિશેષ ભિન્ન હોવાના કારણે ઘડો જેમ ઉપચારથી જ પિંડ છે, એમ શાલિભદ્રરૂપ વિશેષ કરતાં સંગમરૂપ વિશેષ ભિન્ન હોવાના કારણે શાલિભદ્ર ઉપચારથી જ સંગમ હોવાથી સંગમની માતા પણ ઉપચારથી જ શાલિભદ્રની માતા છે.