Book Title: Nyayavinshika
Author(s): Abhayshekharsuri
Publisher: Divya Darshan Trust

View full book text
Previous | Next

Page 341
________________ नयविंशिका - १८ 'अजीव' इत्याकारिते नकारस्य सर्वप्रतिषेधार्थत्वात् पर्युदासाश्रयणाच्च नैगमादिनया जीवादन्यत् पुद्गलाद्यजीवद्रव्यमेव संविदन्ति । एवम्भूतोऽप्येवमेव । 'नोअजीव' इति सर्वप्रतिषेधाश्रयणे 'द्वौ नञौ प्रकृतमर्थं गमयत' इतिन्यायाद् जीवद्रव्यमेव नैगमादिनया बोधन्ति । 'नो 'शब्दस्य देशप्रतिषेधाश्रयणे चाजीवस्यैव देश-प्रदेशौ । अत्र 'अजीव' इत्यनेनाजीवद्रव्यस्यैव ग्राह्यत्वाद् 'नोअजीव' इत्यनेनाजीवस्यैव देशप्रदेशौ प्रतीयेते । अत एव नयरहस्यनयोपदेशादावत्राजीवस्यैव देश-प्रदेशौ कथितौ । तथापि तत्त्वार्थभाष्येऽत्र जीवस्यैव देशप्रदेशौ यत्कथितौ तत्र हेतुर्गवेषणीयो बहुश्रुतैः । एवम्भूतस्तु नोऽजीवत्वेन भवस्थजीवमेव मन्यते । ३२८ तत्तु ध्येयं - एवम्भूतनयेन भवस्थ एव जीवः, सिद्धस्तु सत्त्वयोगात् सत्त्वः, अति सततमपरपर्यायान् गच्छतीत्यात्मा च स्यादेवेति । नन्वत्र सर्वसङ्ग्रहस्य न कापि वार्तोक्तेति चेत् ? सत्यं तन्मतेन सर्वस्य सत्तयैव ‘અજીવ’ એવું બોલવામાં આવ્યું હોય તો એમાં રહેલ નકાર (નગ્) સર્વપ્રતિષેધાર્થક હોવાથી અને પર્યુદાસનગ્નો આશ્રય કર્યો હોવાથી નૈગમાદિનયો જીવભિન્ન એવા પુદ્ગલાદિદ્રવ્યોને જ જાણે છે. એવંભૂત પણ એવો જ બોધ કરે છે. ‘નોઅજીવ' એવા શબ્દમાં સર્વપ્રતિષેધ અર્થ લેવામાં બે નકાર મૂળ અર્થને જણાવે છે' એવા ન્યાયે નૈગમાદિનયો જીવદ્રવ્યનો જ બોધ કરે છે. (અહીં જીવ એ મૂળ અર્થ છે. અજીવમાં એક નકાર તો છે જ. નો પણ સર્વપ્રતિષેધાર્થક હોવાથી બીજો નકાર થયો.) નોશબ્દ જો દેશનિષેધાર્થક જ લેવાય તો અજીવના દેશ-પ્રદેશનો બોધ કરે છે. અહીં અજીવ શબ્દથી અજીવ જ જણાય છે તેથી નોઅજીવ શબ્દથી, એના દેશ-પ્રદેશ જણાશે. એટલે જ નયરહસ્ય નયોપદેશાદિમાં આ અંગે અજીવના જ દેશપ્રદેશ કહેલા છે. તેમ છતાં તત્ત્વાર્થભાષ્યમાં અહીં જીવના જ દેશ-પ્રદેશ જે કહેલા છે તેનો હેતુ બહુશ્રુતોએ વિચારવા યોગ્ય છે. એવંભૂત તો નોઅજીવ તરીકે ભવસ્થ જીવને જ માને છે. આ વાત ધ્યાનમાં રાખવી કે એવંભૂતનયે ભવસ્થજીવ એ જ જીવ છે. સિદ્ધજીવ તો એમાં સત્ત્વ હોવાથી ‘સત્ત્વ' છે, તથા સતત અન્યાન્ય પર્યાયોમાં અતન = ગમન કર્યા કરે છે માટે ‘આત્મા' છે. શંકા આ વિચારણામાં સર્વસંગ્રહનયની માન્યતા તો કશી જ દર્શાવી નથી. સમાધાન - સાચી વાત છે, કારણ કે એના મતે તો બધું જ ‘સત્તા'ના કારણે -

Loading...

Page Navigation
1 ... 339 340 341 342 343 344 345 346 347 348 349 350 351 352 353 354 355 356 357 358 359 360 361 362 363 364 365 366 367 368 369 370