Book Title: Nyayavinshika
Author(s): Abhayshekharsuri
Publisher: Divya Darshan Trust

View full book text
Previous | Next

Page 340
________________ जीवदृष्टान्तः ३२७ અત્રોચ્યતે-નીય હત્યાશ્તેિ નૈમ-રેશસદ્પ્ર-વ્યવહાર-ૠણુસૂત્ર-શ-સમરૂઢ: પદ્મસ્વપિ गतिष्वन्यतमो जीवः प्रतीयते । एते हि नया जीवं प्रत्यौपशमिकादिभावपञ्चकग्राहिणः । तन्मते व्युत्पत्तिनिमित्तजीवनलक्षणौदयिकभावोपलक्षितात्मस्वरूपपरिणामभावविशिष्टस्य जीवस्य भावपञ्चकात्मनः पदार्थत्वात् । एवम्भूतनयस्तु जीवं प्रत्यौदयिकभावग्राहकः, तन्मते क्रियाविशिष्टस्यैव पदार्थत्वाद् । अतः स 'जीव' इत्याकारिते भवस्थमेव जीवं गृह्णाति, न तु सिद्धं तत्र जीवनार्थानुपपत्तेः । 'नोजीव' इत्याकारिते नैगमादिनया अजीवद्रव्यं, जीवस्य देशप्रदेशौ वा प्रतियन्ति । तत्र नोशब्दस्य सर्वनिषेधार्थकत्वेऽजीवद्रव्यं, देशनिषेधार्थकत्वे च देशस्याप्रतिषेधाज्जीवस्यैव देश-प्रदेशौ । एवम्भूतस्तु तत्राजीवद्रव्यं सिद्धं वैव प्रत्येति । यतो देशप्रदेशौ सम्पूर्णग्राहिणाऽनेन न स्वीक्रियेतेऽतस्तन्मते नोशब्दः सर्वनिषेधार्थक एव । तथा जीवत्वेनास्य भवस्थजीव एव यतः संमतोऽतो नोजीवोऽस्य मतेऽजीवद्रव्यं सिद्धो વા । નયે કયો અર્થ પ્રતીત થાય છે ? સાંભળો ‘જીવ' એવો શબ્દ સાંભળવા પર નૈગમ, દેશસંગ્રહ, વ્યવહાર, ઋજુસૂત્ર, શબ્દ અને સમભિરૂઢનય... આ બધા નયો પાંચે ગતિમાં (૪ ગતિ+મોક્ષમાં)રહેલ કોઈપણ જીવની પ્રતીતિ કરે છે. આ નયો જીવ પ્રત્યે ઔપમિક વગેરે પાંચ ભાવોના ગ્રાહક છે. તેઓના મતે, વ્યુત્પત્તિનિમિત્ત ‘જીવન' સ્વરૂપ જે ઔદિયકભાવ, તેનાથી ઉપલક્ષિત જે આત્મસ્વરૂપ પરિણામભાવ, તેનાથી વિશિષ્ટ એવો ભાવપંચકાત્મક જીવ એ જ ‘જીવ'પદના અર્થરૂપે છે. એવંભૂતનય તો જીવ પ્રત્યે માત્ર ઔદિયકભાવને જ જુએ છે, કારણ કે એના મતે વ્યુત્પત્તિનિમિત્તભૂત જીવનાદિરૂપ ક્રિયાથી જે યુક્ત હોય તે જ પદનો અર્થ-પદાર્થ બની શકે છે. એટલે ‘જીવ' એવો શબ્દ સાંભળવા પર એ ભવસ્થજીવનો જ બોધ કરે છે, સિદ્ધાત્માનો નહીં, કારણ કે સિદ્ધાત્મામાં જીવનઅર્થ અસંગત બની રહે છે. ‘નોજીવ' શબ્દ સાંભળવા પર નૈગમાદિનયો અજીવદ્રવ્યની અથવા જીવના દેશપ્રદેશની પ્રતીતિ કરે છે. એમાં જો નોશબ્દ સર્વનિષેધાર્થક હોય તો અજીવદ્રવ્યની પ્રતીતિ કરે છે અને દેશનિષેધાર્થક હોય તો (તદન્ય)દેશનો નિષેધ થયો ન હોવાથી દેશ-પ્રદેશની પ્રતીતિ કરે છે. એવંભૂતનય તો ત્યારે અજીવદ્રવ્યની કે સિદ્ધની જ પ્રતીતિ કરે છે, કારણ કે સંપૂર્ણ-અખંડ વસ્તુને જોનાર એ દેશ-પ્રદેશ માનતો નથી. માટે એના મતે નોશબ્દ સર્વનિષેધાર્થક જ છે. વળી જીવ તરીકે એને ભવસ્થ જીવ જ માન્ય છે, માટે નોજીવ તરીકે એને અજીવદ્રવ્ય કે સિદ્ધ માન્ય છે.

Loading...

Page Navigation
1 ... 338 339 340 341 342 343 344 345 346 347 348 349 350 351 352 353 354 355 356 357 358 359 360 361 362 363 364 365 366 367 368 369 370